T-20 વર્લ્ડ કપ ફાઇનલ:ઓસ્ટ્રેલિયા 14 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર આ ફોર્મેટમાં ચેમ્પિયન બન્યું, કીવીને 8 વિકેટથી હરાવ્યું

16 દિવસ પહેલા

29 દિવસ અને 45 મેચ બાદ T20 વર્લ્ડ કપ 2021ની ચેમ્પિયન ટીમ મળી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવીને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરતા NZએ વર્લ્ડ કપની ફાઇનલમાં 172/4નો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 7 બોલ પહેલા સ્કોર ચેઝ કરી 8 વિકેટથી મેચ જીતી લીધી છે. મેચનો લાઈવ સ્કોર જોવા માટે અહીં ક્લિક કરો

T-20 વર્લ્ડ કપની ફાઇનલમાં 173 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. 15 રનના સ્કોર પર કેપ્ટન ફિંચ પેવેલિયન ભેગો થઈ ગયો હતો. તો બીજી બાજુ ટ્રેંટ બોલ્ટે આ મહત્ત્વપૂર્ણ વિકેટ લઈ NZને પહેલી સફળતા અપાવી હતી. ત્યારપછી મિચેલ માર્શ અને ડેવિડ વોર્નરે ઈનિંગ સંભાળી હતી. તેમણે 59 બોલમાં 92 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. જોકે ત્યારપછી ટ્રેંટ બોલ્ટે વોર્નર (53 રન)ને આઉટ કરી આ જોડી તોડી હતી.

  • ડેવિડ વોર્નરે (53 રન) T20iમાં 21મી ફિફ્ટી ફટકારી હતી.

ટોસ હાર્યાપછી ન્યૂઝીલેન્ડની શરૂઆત સતર્ક રહી હતી. પહેલી વિકેટ માટે ડેરિલ મિચેલ અને માર્ટિન ગપ્ટિલ વચ્ચે 23 બોલમાં 28 રન કર્યા હતા. તેવામાં ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે મિચેલ (11 રન)ને આઉટ કરી આ પાર્ટનરશિપ તોડી હતી. ઉલ્લેખનીય છે કે પહેલી વિકેટ પછી કીવી ટીમ ધીમી બેટિંગ કરતી જોવા મળી હતી. તેવામાં આક્રમક શોટ રમવા જતા માર્ટિન ગપ્ટિલ 28 રન કરી પેવેલિયન ભેગો થયો હતો.

11મી ઓવરમાં કીવી ટીમના કેપ્ટન કેન વિલિયમ્સનનો કેચ છૂટ્યો હતો. ત્યારપછી તેને 3 ચોગ્ગા માર્યા હતા. કેપ્ટન કેન વિલિયમ્સને 31 બોલમાં પોતાની અર્ધસદી પૂરી કરી હતી. તેણે મેક્સવેલની ઓવરમાં સિક્સ મારી ફિફ્ટી ફટકારી હતી. ત્યારપછી કેન વિલિયમ્સન આક્રમક બેટિંગ કરતો જોવા મળ્યો હતો.

  • પાવરપ્લે સુધી કીવી ટીમનો સ્કોર 1 વિકેટના નુકસાને 32 રન હતો.
  • સુપર-12માં અત્યાર સુધી આ વર્લ્ડ કપમાં જોશ હેઝલવુડે 7 વિકેટ લીધી છે.

મેથ્યૂ વેડની મોટી ભૂલ
ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર મેથ્યૂ વેડે બીજી ઓવરના ત્રીજા બોલમાં મહત્ત્વપૂર્ણ તક ગુમાવી દીધી હતી. તેણે મેક્સવેલના બોલ પર ન્યૂઝીલેન્ડના ઓપનર માર્ટિન ગુપ્ટિલનો કેચ છોડ્યો હતો.

મેચ પહેલા દુબઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા
T-20 વર્લ્ડ કપની ફાઇનલના ટોસ પહેલા દુબઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આની સાથે જ લોકો બિલ્ડિંગની બહાર ભાગતા પણ જોવા મળ્યા હતા. Arab News પ્રમાણે સાઉથ ઈરાનમાં રવિવારે સાંજે 6.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારપછી UAEમાં પણ આંચકા અનુભવાયા હતા અને દુબઈમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. UAEમાં 2.3ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા આવ્યા હતા.

બંને ટીમની પ્લેઇંગ-11

  • NZ- માર્ટિન ગપ્ટિલ, ડેરિલ મિચેલ, કેન વિલિયમ્સન (કેપ્ટન), ટિમ સાઈફર્ટ (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, જેમ્સ નીશમ, મિચેલ સેન્ટનર, એડમ મિલ્ને, ટિમ સાઉથી, ઈશ સોઢી, ટ્રેંટ બોલ્ટ
  • AUS- ડેવિડ વોર્નર, એરોન ફિંચ (કેપ્ટન), મિચેલ માર્શ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, મેથ્યૂ વેડ (વિકેટ કીપર), પેટ કમિંસ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝેમ્પા, જોશ હેઝલવુડ
મેચની જાણકારી, T-20 વર્લ્ડ કપ 2021 ફાઇનલ
સ્ટેડિયમદુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ
સત્ર2021/22
મેચ નંબરT20i નંબર- 1428
મેચ ડે14 નવેમ્બર 2021
અમ્પાયર્સમરાય ઈરાસ્મસ, રિચર્ડ કેટલબ્રો
ટીવી અમ્પાયરનિતિન મેનન
રિઝર્વ અમ્પાયરકુમાર ધર્મસેના
મેચ રેફરીરંજન મદુગલે

ભારત વિરૂદ્ધ રમ્યા વિના ટૂર્નામેન્ટ જીતી શકો છો
T20 વર્લ્ડ કપની ફાઈનલ પહેલા એક મોટો સંયોગ સામે આવ્યો છે. વાસ્તવમાં, 2007 થી 2016ની વચ્ચે કુલ 6 T20 વર્લ્ડ રમાયા છે, 2007ની ટૂર્નામેન્ટ સિવાય, તેથી 2009 થી 2016ની વચ્ચે T20 WC જીતનાર કોઈપણ ટીમ ભારત સાથે નોકઆઉટ મેચ રમી શકી નહોતી. તે સ્પષ્ટ છે કે, ટૂર્નામેન્ટના અત્યાર સુધીના ઈતિહાસમાં તે ટીમ વિજેતા બની હતી, જેણે સેમિફાઈનલ કે ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાનો સામનો કર્યો નહતો. તેવામાં 14 નવેમ્બરે T 20 વર્લ્ડ કપ 2021માં ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટથી મેચ જીતી લેતા ફરીથી આ સંયોગ સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...