દાસુનની કમાલ:T-20 વર્લ્ડકપ ક્વોલિફાઇંગ મેચમાં શ્રીલંકાના કેપ્ટને હવામાં ઊછળીને છલાંગ લગાવીને એક હાથથી ઝડપ્યો કેચ

યુએઇ2 મહિનો પહેલા
  • શ્રીલંકાએ નામીબિયા સામે પોતાની શાનદાર જીત નોંધાવી હતી

ટી-20 વર્લ્ડ કપમાં સોમવારે ક્વાલિફાઇંગ મેચમાં નામીબિયા સામે શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ એક શાનદાર કેચ ઝડપ્યો હતો. તેણે મેચની 19મો ઓવરમાં ચમીરાની બોલિંગ પર નામીબિયાના ટ્રંપેલમેનનો કેચ ઝડપ્યો હતો. ખરેખરમાં ટ્રંપેલમેન ચમીરાના બોલની ગતિને સમજી શક્યો ન હતો અને તેણે મિડઓફની દિશામાં બોલ રમ્યો હતો.

જ્યારે, એક્સ્ટ્રા કવરમાં ઊભેલા શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ કેચ ઝડપવા માટે હવામાં ઊછળીને છલાંગ લગાવી હતી અને પછી એક હાથથી તેણે કેચ ઝડપી લીધો હતો. કેચ ઝડપ્યા બાદ પણ તે દૂર સુધી લપસતો રહ્યો હતો.

શ્રીલંકાની શાનદાર જીત
નામીબિયાએ 19.3 ઓવરમાં 96 રન પર આઉટ કર્યા બાદ શ્રીલંકાએ માત્ર 13.3 ઓવરમાં ત્રણ વિકેટ પર 100 રન બનાવીને ટૂર્નામેન્ટના શરૂઆતના તબક્કામાં ગ્રુપ A મેચમાં જીત નોંધાવી છે. મેન ઓફ ધ મેચ મહીશ તીક્ષણાએ ચાર ઓવરમાં 25 રન આપીને 3, જ્યારે હસરંગાએ આટલી જ ઓવરમાં 24 રન આપીને બે વિકેટ ઝડપી હતી. જ્યારે લાહિરુ કુમારાએ પણ 3.3 ઓવરમાં માત્ર નવ આપીને બે વિકેટ ઝડપી હતી. ચમિકા કરુણારત્ના અને દુશ્મંતા ચમીરાને એક-એક વિકેટ મળી હતી.

બીજી મેચ રમી રહેલા મહીશ બન્યો સ્ટાર
શ્રીલંકાની જીતમાં પોતાની બીજી ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી રહેલા મહીશ તીક્ષણા સ્ટાર બન્યો છે. તેણે 25 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તેની સામે શ્રીલંકાએ નામીબિયાની ઇનિંગ્સને 19.3 ઓવરમાં માત્ર 96 રનમાં સમેટી લીધી હતી. જવાબમાં શ્રીલંકાએ 13.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...