અગ્રેસર થવા મથામણ:શ્રીલંકા-આયર્લેન્ડ ગ્રૂપમાં ટોપ પર જગ્યા પાકી કરવા ઉતરશે

મસ્કતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રીલંકા-આયર્લેન્ડ, નામિબિયા-નેધરલેન્ડ વચ્ચે મેચ

ટી20 વર્લ્ડકપના આજે ચોથા દિવસે ગ્રૂપ-એમાં આયર્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે મેચ રમાશે, જે સાંજે સાડા સાત વાગે શરૂ થશે. આયર્લેન્ડે પહેલી મેચમાં નેધરલેન્ડને જ્યારે શ્રીલંકાએ નામિબિયાને હરાવ્યું હતું. આયર્લેન્ડના પેસ બોલર કર્ટિસ કેન્ફરે 4 બોલમાં 4 વિકેટ લીધી હતી.

શ્રીલંકા સામે આયર્લેન્ડે સાચવીને બેટિંગ કરવી પડશે. આયર્લેન્ડ મોટી ટીમોને ચોંકાવવા સક્ષમ છે. બીજી તરફ શ્રીલંકાએ સારી બોલિંગ કરીને નામિબિયાને મોટો સ્કોર નહોતો કરવા દીધો. જોકે, ટીમના ટોપ ઓર્ડરના બેટ્સમેન લાંબી ઇનીંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા. અવિષ્કા ફર્નાન્ડો અને ભાનુકા રાજપક્ષેએ અણનમ ઇનીંગ્સ રમીને ટીમને જીત અપાવી હતી. બંને ટીમ વચ્ચે એકમાત્ર ટી20 મેચ રમાઇ છે.

નામિબિયા અને નેધરલેન્ડનો પહેલી જીત મેળવવા માટે જંગ
દિવસની પ્રથમ મેચમાં નામિબિયા અને નેધરલેન્ડ વચ્ચે ટક્કર થશે. આ મેચ 3.30 વાગ્યાથી શરૂ થશે. બંને ટીમ તેમની પહેલી મેચ હારી ચૂકી છે. નામિબિયા અને નેધરલેન્ડે જીતનું ખાતું ખોલાવવા સંઘર્ષ કરવો પડશે. બંને ટીમે બોલિંગની સાથોસાથ બેટિંગ પણ સુધારવી પડશે. પ્રથમ મુકાબલામાં નામિબિયા 100 રન પણ નહોતું કરી શક્યું જ્યારે નેધરલેન્ડ 106 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. નેધરલેન્ડ પાસે 3 ટી20 વર્લ્ડકપ રમવાનો અનુભવ છે.

અન્ય સમાચારો પણ છે...