T-20 વર્લ્ડ કપ જીતવાનો ગેમ પ્લાન:સહેવાગે ટીમ ઈન્ડિયાને 2022માં વર્લ્ડ ચેમ્પિયન બનાવી શકે તેવા 5 ખેલાડીના નામ આપ્યા, યુવા ટીમ સાથે મેદાનમાં ઉતરવા ટકોર

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય ટીમના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે ટીમ ઈન્ડિયાના પાંચ યુવા ખેલાડીઓના નામ આપ્યા છે, જેમને 2022 વર્લ્ડ કપ માટે તૈયાર કરવા જોઈએ. સેહવાગનું માનવું છે કે જો આ ખેલાડીઓ પર એક વર્ષ સુધી કામ કરવામાં આવે તો તેઓ આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે અજાયબી કરશે અને વર્લ્ડ કપ પણ જિતાડશે.

યુવા ખેલાડીને તક આપો- વીરેન્દ્ર સહેવાગ
સેહવાગે પોતાના શો 'વીરુગીરી'માં કહ્યું 'ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઋતુરાજ ગાયકવાડ અને શ્રેયસ અય્યરને આગામી વર્લ્ડ કપ માટે તૈયાર કરવા જોઈએ અને તેમને તક આપવી જોઈએ, કારણ કે આ ખેલાડીઓ ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય છે.

જો આના પર કામ કરવામાં આવે તો તે ટીમને વર્લ્ડ કપમાં પણ જીત અપાવી શકે છે. આ ખેલાડીઓ માટે બાકીના સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે જેથી કરીને આ ખેલાડીઓ ઘરેલુ T20 શ્રેણીમાં રમી શકે અને અનુભવ મેળવી શકે અને આગામી વર્લ્ડ કપ માટે પોતાને તૈયાર થઈ શકે.

કેએલ રાહુલ ન્યૂઝીલેન્ડ સીરીઝમાં કેપ્ટન બની શકે છે
તમને જણાવી દઈએ કે, કેએલ રાહુલ, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ હાલમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ છે. ભારતીય ટીમે વર્લ્ડ કપ બાદ ન્યૂઝીલેન્ડ સામે T20 સીરીઝ રમવાની છે. એવા અહેવાલો છે કે આ શ્રેણી માટે કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખાસ રહ્યું નથી
આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. ટીમ ઈન્ડિયાને તેની પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારપછી ટીમ ઈન્ડિયાએ બીજી સેમીફાઈનલમાં પહોંચવા માટે અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડશે.

જોકે છેલ્લી બે મેચમાં ભારતીય ટીમે જોરદાર વાપસી કરી છે. પરંતુ ટીમે હજુ પણ અફઘાનિસ્તાન માટે પ્રાર્થના કરવી પડશે. જો અફઘાનિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડને હરાવશે તો જ ટીમ ઈન્ડિયાના સેમીફાઈનલમાં જવાની શક્યતાઓ બની જશે.

અન્ય સમાચારો પણ છે...