T20 વર્લ્ડ કપ:સ્કોટલેન્ડે અનુભવી બાંગ્લાદેશને 6 રને હરાવી બધાને ચોકાવ્યા; ભારતના ગ્રુપમાં થશે અસર

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્કોટલેન્ડના ક્રીસ ગ્રીવ્ઝ આ મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. મેન ઓફ ધ મેચ બન્યો છે. - Divya Bhaskar
સ્કોટલેન્ડના ક્રીસ ગ્રીવ્ઝ આ મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. મેન ઓફ ધ મેચ બન્યો છે.
  • ક્રીસ ગ્રીવ્ઝ મેન ઓફ ધ મેચ બન્યો, 28 બોલમાં 45 રન અને બે વિકેટ લીધી

યુએઈ અને ઓમાનમાં આજથી શરૂ થયેલા T20 વર્લ્ડ કપની બીજી મેચમાં અનુભવી બાંગ્લાદેશની ટીમને સ્કોટલેન્ડે 6 રને હરાવીને ધમાકેદાર શરૂઆત કરી હતી. સ્કોલેન્ડે આપેલા 141 રનના લક્ષ્ય સામે બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે માત્ર 134 રન જ બનાવી શકી હતી.

સ્કોટલેન્ડ તરફથી મળેલા 141 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમે માત્ર 18 રનમાં જ તેણે બંને ઓપનર ગુમાવી દીધા હતી. ત્યાર પછી રમવા આવેલા શાકીબ હસન અને મુશ્ફીકુરે બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો અને બાંગ્લાદેશને મજબૂત સ્થિતિમાં પણ લાવી દીધું હતું. શાકીબે 28 બોલમાં 20 રન અને મુશ્ફીકુર રહીમે 36 બોલમાં 38 રન બનાવ્યા હતા. તેમના આઉટ થયા પછી બાંગ્લાદેશને બેટ્સમેન સ્કોટલેન્ડના બોલરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા અને એક પછી એક સમયાંતરે વિકેટ પડતી રહી હતી. બાંગ્લાદેશની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 134 રન જ બનાવી શકી હતી. સ્કોલેન્ડ તરફથી બ્રેડલી વ્હીલે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. આ ઉપરાંત ક્રીસ ગ્રીવ્ઝે બે વિકેટ લીધી હતી.

આ અગાઉ સ્કોટલેન્ડે ખરાબ શરૂઆત પછી અનુભવી બાંગ્લાદેશને વિજય માટે 141 રનનું લક્ષ્ય આપ્યું હતું. બાંગ્લાદેશ તરફથી બેટિંગનું આમંત્રણ મળ્યા પછી સ્કોલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી, જ્યારે તેનો કેપ્ટન કોએત્ઝર ખાતું ખોલાવ્યા વગર જ બીજી ઓવરમાં આઉટ થઈ ગયો. ત્યાર પછી સ્કોટિશ ટીમને થોડા-થોડા સમયે ઝટકા લાગતા રહ્યા. જ્યોર્જ મુસનીએ 23 બોલમાં 29 રન બનાવ્યા, પરંતુ બીજા છેડે વિકેટો પડવાનો ક્રમ ચાલુ રહ્યો હતો. એક સમયે સ્કોલેન્ડે 53 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી અને એવું લાગતું હતું કે, સ્કોટિશ ટીમ 100 રનનો આંકડો પણ પાર કરી શકશે કે નહીં?

જોકે, નીચલા ક્રમે આવેલા ક્રિસ ગ્રીવ્ઝે 28 બોલમાં 45 રન અને માર્ક વેટે 17 બોલમાં 22 રન ફટકારીને સ્કોટલેન્ડને 20 ઓવરમાં 9 વિકેટે 140 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી દીધી હતી. મહેંદી હસને સૌથી વધુ 3 અને મુસ્તફીઝુર તથા શાકીબે 2-2 વિકેટ લીધી હતી.

ભારતના ગ્રુપમાં આવતા બચી જશે બાંગ્લાદેશ
આ મેચમાં બાંગ્લાદેશની હારનો અર્થ એ થાય છે કે તેના માટે ગ્રુપ-એમાં ટોપ સ્થાન મેળવવું મુશ્કેલ છે. જો સ્કોટલેન્ડની ટીમ પાપુઆ ન્યૂ ગિની અને ઓમાન સામેની મેચ જીતી લેશે તો તે ગ્રુપની ટોપ ટીમ બની જશે.

આ ગ્રુપની ટોપર ટીમ સુપર-12માં ભારત અને પાકિસ્તાન સાથે હશે. આ સ્થિતિમાં બાંગ્લાદેશની ટીમ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝવાળા ગ્રુપમાં જશે. UAE મેદાન પર ભારત-પાકિસ્તાન કરતા આ દેશો સાથે રમવું બાંગ્લાદેશ માટે સરળ રહેશે.

અન્ય સમાચારો પણ છે...