ન્યૂઝીલેન્ડે 16 રનથી મેચ જીતી:સ્કોટલેન્ડની બેટિંગે ફેન્સના દિલ જીત્યા, 173નો ટાર્ગેટ ચેઝ કરતા 20 ઓવરમાં 156 રન કર્યા; ભારતની મુશ્કેલીઓમાં વધારો

એક મહિનો પહેલા

T-20 વર્લ્ડ કપના ગ્રુપ-2ની 32મી મેચ ન્યૂઝીલેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે રમાઈ હતી. જેમાં સ્કોટલેન્ડે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 172 રન કર્યા હતા. જેના જવાબમાં સ્કોટલેન્ડની ટીમે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 156 રન કર્યા હતા. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેંટ બોલ્ટ અને સ્પિનર ઈશ સોઢીએ 2-2 વિકેટ લઈ ટીમને 16 રનથી જીતવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ જીત સાથે ભારતનું સેમિફાઈનલમાં પહોંચવું વધુ મુશ્કેલ બન્યું છે. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો.....

સ્કોટલેન્ડના બોલર શરીફે 5મી ઓવરમાં 2 વિકેટ લીધી
સ્કોટલેન્ડના બોલર શરીફે 5મી ઓવરમાં 2 વિકેટ લીધી

પાવરપ્લે સુધી બંને ટીમ ગેમમાં રહી

  • ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા સારી શરૂઆત કરી હતી.
  • ઈનિંગની 5મી ઓવરમાં સ્કોટલેન્ડના બોલર શરીફે 2 વિકેટ લઈને પાવરપ્લે સુધી ટીમને મેચમાં વાપસી કરવા હતી.
  • શરીફની ઓવરમાં ટીમના કેપ્ટન કેન વિલિયમ્સન 0 રન કરી પેવેલિયન ભેગો થયો હતો.
  • ન્યૂઝીલેન્ડની ટીમે પાવરપ્લે સુધી 2 વિકેટના નુકસાને 52 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

બંને ટીમની પ્લેઇંગ-11

  • NZ: માર્ટિન ગપ્ટિલ, ડેરિલ મિચેલ, કેન વિલિયમ્સન, ડેવોન કોનવે, ગ્લેન ફિલિપ્સ, જિમી નીશમ, મિચેલ સેન્ટનર, એડમ મિલ્ન, ટિમ સાઉદી, ઈશ સોઢી, ટ્રેંટ બોલ્ટ
  • સ્કોટલેન્ડઃ જોર્જ મંસી, કાઇલ કોટઝર, મેથ્યૂ ક્રોસ, રિચી બેરિંગ્ટન, કેલમ મેક્લાઓડ, માઈકલ લીસ્ક, ક્રિસ ગ્રીવ્સ, માર્ક વોટ, સાફ્યાન શરીફ, એલસ્ડેયર એવંસ, બ્રેડ વ્હીલ

ન્યૂઝીલેન્ડ રન રેટ વધારવા માટે મોટા માર્જિનથી જીત નોંધાવવાનો પ્રયાસ કરશે. તેણે પાકિસ્તાન અને ભારત જેવી મજબૂત ટીમો સામે મેચ રમી છે અને હવે તેણે સ્કોટલેન્ડ અને નામિબિયા જેવી ઓછી અનુભવી ટીમો સામે રમવાનું છે. જોકે તેને અફઘાનિસ્તાન વિરૂદ્ધ પડકારનો સામનો કરવો પડી શકે છે.

ન્યૂઝીલેન્ડની શાનદાર બોલિંગ

  • ન્યૂઝીલેન્ડનું બોલિંગ આક્રમણ શાનદાર છે અને તે અગાઉની બંને મેચોમાં જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન વિરૂદ્ધ બેટ્સમેને માત્ર 134 રન જ કર્યા હતા પરંતુ તેમના બોલર્સે પાકિસ્તાનને મુશ્કેલીમાં મુકી દીધું હતું.
  • NZના બોલર્સે ભારતીય બેટ્સમેનોને પણ મુશ્કેલીમાં મૂક્યા હતા.
  • સ્પિનર ઈશ સોઢી અને મિચેલ સેન્ટનરે ભારતીયોને રન બનાવવા દીધા ન હતા. બંનેએ મળીને આઠ ઓવરમાં માત્ર 32 રન આપ્યા અને રોહિત શર્મા અને વિરાટ કોહલીની મહત્ત્વપૂર્ણ વિકેટ પણ લીધી.
  • ટ્રેન્ટ બોલ્ટની આગેવાનીમાં ફાસ્ટ બોલરોએ પણ શિસ્તબદ્ધ પ્રદર્શન કર્યું હતું.

સ્કોટલેન્ડ ક્વોલિફાયરમાં તમામ મેચો જીતીને સુપર 12માં પહોંચી ગયું હતું, પરંતુ નામીબિયા અને અફઘાનિસ્તાન દ્વારા તેનો પરાજય થયો હતો. અફઘાનિસ્તાન સામે તે 60 રન કરી આઉટ થઈ ગઈ હતી અને 130 રનથી હારી ગઈ હતી. જ્યારે ન્યૂઝીલેન્ડ જેવી મજબૂત ટીમ માટે આ મેચ પડકારરૂપ રહેશે નહીં એમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...