હિટમેનનો કેચ પકડવા વિરાટ ઊભો થયો!:રોહિતે એવી સિક્સ મારી કે બોલ સીધો ઈન્ડિયન ડગઆઉટમાં પહોંચ્યો, ખેલાડી માંડ માંડ બચ્યા; કોહલીની પ્રતિક્રિયા વાઈરલ

24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભારતે 66 રનથી અફઘાનિસ્તાનને હરાવ્યું

T-20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન વિરૂદ્ધની મેચમાં રોહિત શર્માએ એવી સિક્સ મારી કે ડગઆઉટમાં બેઠેલા ઈન્ડિયન ખેલાડી પણ ડરી ગયા. વળી વિરાટ કોહલી તો જાણે તેનો કેચ પકડવા ઊભો થયો હોય એમ લાગી રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા (74)ની વિસ્ફોટક બેટિંગની સહાયથી ભારતે સુપર-12ની મેચમાં બુધવારે અફઘાનિસ્તાનને 66 રનથી હરાવ્યું હતું. આ મેચમાં બંને ઓપનર આક્રમક બેટિંગ કરતા નજરે પડ્યા હતા. તેવામાં અત્યારે રોહિતની સિક્સ અને વિરાટની પ્રતિક્રિયા અત્યારે વાઈરલ થઈ રહી છે.

5મી ઓવરના 5માં બોલમાં થયો ડ્રામા
ઈન્ડિયન ટીમ ટોસ હારી પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરી હતી. આ દરમિયાન ઈનિંગની 5મી ઓવરના 5માં બોલ પર રોહિત શર્માએ આક્રમક સિક્સ મારી હતી. હિટમેને લોન્ગ ઓફ પર મારેલી આ સિક્સના પગલે બોલ સીધો ઈન્ડિયન ટીમના ડગઆઉટ સુધી પહોંચી ગયો હતો. આ દરમિયાન અન્ય ખેલાડીઓ પણ જાણે બોલથી બચવા માટે પોતાની જગ્યા બદલવા લાગ્યા હતા. ત્યારે વિરાટ કોહલીએ એક હાથે બોલ કેચ કરવા પ્રયત્ન કર્યો હતો. તેને આવી રીતે જોતા ફેન્સ પણ ઉત્સાહમાં આવી ગયા હતા.

વિરાટનો રોહિતને ઈશારામાં મેસેજ
વિરાટ કોહલીએ આ સિક્સ બાજ રોહિત સામે ઈશારા કરતા જાણે કહ્યું હતું કે બસ આવી રીતે જ રમવાનું છે. તું હિટમેન છે, આવી રીતે રમવું જ તારો સ્વભાવ છે. આક્રમક બેટિંગ કરતા રહો. વિરાટના આવા મેસેજ પછી રાહુલ અને રોહિત બંને વિસ્ફોટક બેટિંગ કરતા રહ્યા અને પહેલી વિકેટ માટે 140 રનની પાર્ટનરશિપ પણ નોંધાવી હતી.

પાવરપ્લેમાં રાહુલ રોહિતની જોડી હિટ

 • ઈન્ડિયન ટીમે ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા વિસ્ફોટક શરૂઆત કરી હતી.
 • ટીમના બંને ઓપનરે પહેલી ઓવરથી જ ચોગ્ગા મારવાનું શરૂ કરી દીધું હતું.
 • બીજી ઓવરમાં રોહિત-રાહુલની જોડીએ 2 ચોગ્ગા અને 1 છગ્ગાની સહાથી 16 રન સ્કોરબોર્ડમાં જોડ્યા હતા.
 • આ બંને ઓપનરની જોડીની વિસ્ફોટક બેટિંગની સહાયથી પાવરપ્લે સુધી ટીમનો સ્કોર 53/0 રહ્યો હતો.

બંને ઓપનર્સની વિસ્ફોટક ફિફ્ટી

 • કોહલી પછી રોહિત શર્મા T-20 ફોર્મેટમાં 9500+ રન કરનારો બીજો ભારતીય બન્યો.
 • રોહિતે T20iમાં 23મી અર્ધસદી અને રાહુલે 13મી અર્ઘસદી નોંધાવી.
 • 15મી ઓવરના ચોથા બોલ પર કવર્સમાં શોટ મારવા જતા રોહિત શર્મા આઉટ થયો હતો. અફઘાનિસ્તાની બોલર જનતે ફુલર લેન્થ બોલ પર હિટમેનને આઉટ કર્યો હતો.
 • રોહિતે 8 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 47 બોલમાં 74 રન કર્યા હતા.

ઈન્ડિયન ટીમ 200 પાર સ્કોર નોંધાવનારી આ વર્લ્ડ કપની પહેલી ટીમ

 • બંને ઓપનરના આઉટ થયા પછી હાર્દિક પંડ્યા અને પંતે બેટિંગની જવાબદારી સંભાળી હતી. આ દરમિયાન અબુધાબીમાં તેમણે વિસ્ફોટક બેટિંગ કરી ચોગ્ગા છગ્ગાનો વરસાદ કર્યો હતો.
 • હાર્દિક પંડ્યાએ 13 બોલમાં 35 રન તથા રિષભ પંતે 13 બોલમાં 27 રન કર્યા હતા.
 • પહેલી 2 મેચમાં ખરાબ પ્રદર્શન બાદ ઈન્ડિયન ટીમે આ મેચમાં 20 ઓવર દરમિયાન 2 વિકેટના નુકસાને 210 રન કર્યા હતા.
 • UAEમાં આયોજિત આ T-20 વર્લ્ડ કપમાં 200 રનના સ્કોરનો આંકડો પાર કરનારી પહેલી ટીમ બની વિરાટ સેના

ભારતે 66 રનથી અફઘાનિસ્તાનને હરાવ્યું
સતત 2 મેચમાં મળેલી હાર પછી છેવટે ટીમ ઈન્ડિયાએ T-20 વર્લ્ડ કપમાં પહેલી મેચ જીતી છે. ટૂર્નામેન્ટની 33મી મેચમાં ભારતને અફઘાનિસ્તાનને 66 રનથી હરાવ્યું છે. ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા ઈન્ડિયન ટીમે 20 ઓવરમાં 2 વિકેટના નુકસાને 210 રન કર્યા હતા. જેમાં રોહિત શર્મા (74) અને કે.એલ.રાહુલે (69) મેચ વિનિંગ પાર્ટનરશિપ નોંધાવી હતી. આ હાઈસ્કોરને ચેઝ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 144 રન કર્યા હતા, જેથી ઈન્ડિયાએ આ મેચ જીતી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...