ઈન્ડિયન ઓપનર બેક ઈન ફોર્મ:રોહિતે 233 દિવસ અને રાહુલે 11 મહિના બાદ ઈન્ટરનેશનલ ફિફ્ટી ફટકારી

25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેમી-ફાઈનલની રેસમાંથી લગભગ બહાર પહોંચ્યા બાદ ઓપનર્સ ફોર્મમાં

ટી-20 વર્લ્ડકપમાં ભારતના ઓપનરોએ લય પકડી અને રોહિત-રાહુલની જોડીએ મોટો સ્કોર બનાવ્યો છે. શરૂઆતની બે મેચોની નબળી શરુઆત બાદ બંને બેટ્સમેનોએ અફઘાનિસ્તાન સામે ખૂલીને શોટ રમ્યા હતાં અને પ્રથમ છ ઓવરમાં 53 રન કર્યા હતા. ત્યારે પણ બંને અટક્યા ન હતા અને પ્રથમ વિકેટ માટે 140 રનની પાર્ટનરશિપ કરી હતી. રોહિત શર્મા 74 રન પર આઉટ થયો હતો.

રોહિત અને રાહુલની 140 રનની પાર્ટનરશીપ ટી-20 વર્લ્ડ કપમાં કોઈ પણ વિકેટ માટે ભારતની સૌથી મોટી પાર્ટનરશીપ છે. આ પહેલા આ રેકોર્ડ વિરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીરના નામે હતો. તેમણે 2007માં ડરબનમાં ઈંગ્લેન્ડ સામે 136 રનની ભાગીદારી નોંધાવી હતી.

રોહિત શર્માએ 233 દિવસ બાદ ફિફ્ટી ફટકારી
રોહિતે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 233 દિવસ બાદ અડધી સદી ફટકારી છે. આ વર્ષે 20 માર્ચે તેણે છેલ્લી ફિફ્ટી ઈંગ્લેન્ડ સામે 64 રન ફટકાર્યા હતા. રોહિતની આ ટી-20 આંતરરાષ્ટ્રીયની 23મી ફિફ્ટી હતી. તેણે રાહુલ સાથે સદીની ભાગીદારી કરી હતી. રોહિત 74 રનમાં આઉટ થયો ત્યારે ભારત 140 રન પર હતું. તેણે 47 બોલમાં 74 રન ફટકાર્યા હતા. રોહિતે ઈનિંગમાં આઠ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.

રાહુલે 11 મહિના પછી ફિફ્ટી ફટકારી
રોહિત બાદ કે.એલ.રાહુલે પણ ફિફ્ટી ફટકારી હતી. તેણે 11 મહિના બાદ ટી-20 ઈન્ટરનેશનલમાં અડધી સદી ફટકારી હતી. તેણે છેલ્લી ફિફ્ટી 4 ડિસેમ્બર, 2020ના રોજ ઓસ્ટ્રેલિયા સામે ફટકારી હતી. રાહુલની ટી-20 આંતરરાષ્ટ્રીયની આ 13મી ફિફ્ટી હતી. તેણે 48 બોલમાં 69 રન ફટકાર્યા હતા. તેણે છ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...