T20 વર્લ્ડ કપ 2021:ભારત-અફઘાનિસ્તાન વચ્ચે સાંજે 7.30થી મુકાબલો; રેકોર્ડ ભારતીય ટીમ સાથે, પણ ફોર્મ અને ભાગ્ય નહીં

મુંબઈએક મહિનો પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
  • ભારત T20 વર્લ્ડ કપમાં પોતાની શરૂઆતની બન્ને મેચ હારી ગયું છે

T20 વર્લ્ડ કપ 2021ની 33મી મેચમાં ભારત અને અફઘાનિસ્તાનની ટીમ ટકરાશે. આ મુકાબલો અબુ ધાબીમાં બુધવારે સાંજે 7.30 વાગ્યાથી રમાશે. બંને ટીમ વચ્ચે અંતિમ T20 મેચ 2012 વર્લ્ડ કપમાં રમાઈ હતી. ભારત એ મેચ જીત્યું હતું, પરંતુ વર્તમાન વર્લ્ડ કપમાં ટીમ સંઘર્ષ કરી રહી છે.

બીજી તરફ, અફઘાનિસ્તાને પાકિસ્તાનને મજબૂત ટક્કર આપી, જ્યારે સ્કૉટલેન્ડ અને નામીબિયાને મોટા અંતરથી હરાવ્યું હતું. હાલ અફઘાન ટીમ સુપર-12ના ગ્રુપમાં પાકિસ્તાન બાદ બીજા નંબરે છે. અફઘાનિસ્તાનની તાકાત સ્પિન ત્રિપુટી રાશિદ, મુજીબ અને નબી છે.

અનુભવી ઝડપી બોલર હામિદ હસને ટીમમાં કમબેક કર્યું છે. યુવા બોલર નવીન ઉલ હક પણ સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. આ કારણે ભારત માટે અફઘાનિસ્તાનને હરાવવું સરળ નહીં હોય. બંને ટીમ વચ્ચે છેલ્લે રમાયેલી 2 વન-ડેમાં અફઘાનિસ્તાને ભારતને મજબૂત ટક્કર આપી હતી.

કોહલી T20માં 38.30% વખત ટોસ જીત્યો
યુએઈમાં ડ્યુ ફેક્ટરને કારણે બીજી ઈનિંગ્સમાં બેટિંગ કરવી સરળ નહિ હોય, જેને કારણે ટોસ જીતનાર કેપ્ટન પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લેતા હોય છે. કોહલી બંને મેચમાં ટોસ હાર્યો હતો. તેણે 47 મેચમાં ભારતની કેપ્ટન્સી કરી છે, જેમાંથી માત્ર 38.30 ટકા મેચમાં જ તે ટોસ જીતી શક્યો છે.

ન્યૂઝીલેન્ડ માટે સ્કૉટલેન્ડને હરાવવું સરળ રહેશે
ટૂર્નામેન્ટની 32મી મેચમાં ન્યૂઝીલેન્ડનો સામનો સ્કૉટલેન્ડથી થશે. આ મુકાબલો દુબઈમાં 3.30 વાગ્યાથી રમાશે. ભારત સામે જીત મેળવ્યા બાદ ન્યૂઝીલેન્ડની નજર તમામ મેચ જીતી સેમી-ફાઈનલમાં પહોંચવા પર રહેશે. ગ્રુપ મેચોમાં સારું પ્રદર્શન કર્યા બાદ સ્કૉટલેન્ડની ટીમને સુપર-12ની બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...