T20 વર્લ્ડ કપ:કેચ માટે રવિન્દ્ર જાડેજાનો હનુમાન કૂદકો, નોટઆઉટ પર ભડક્યો વિરાટ કોહલી

એક મહિનો પહેલા

T-20 વર્લ્ડ કપ 2021માં ભારતીય ટીમને અંતે પ્રથમ મેચમાં જીત મળી. બુધવારે આબુધાબીમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને 66 રનથી હરાવ્યું. ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાનની સામેની મેચમાં અગાઉ કરેલી ભૂલમાંથી શીખતા વિરાટ બ્રિગેડના ત્રણે ડિપાર્ટમેન્ટ શાનદાન પ્રદર્શન કર્યું.

આ મેચમાં ભારતીય ટીમના હીરો રોહિત શર્મા(74) અને કેએલ રાહુલ(69) રહ્યાં, તેમણે પ્રથમ વિકેટ માટે 140 રનની પાર્ટનરશીપ કરી. રવિન્દ્ર જાડેજાએ પોતાની ફિલ્ડિંગથી બધાનું દિલ જીતી લીધું હતું. જાડેજાએ શમીના બોલમાં એક અશક્ય હતો એવો કેચ પકડી લીધો હતો. જોકે થર્ડ અમ્પાયરે શંકાનો લાભ બેટ્સમેનને નોટ આઉટ આપ્યો હતો.

મોહમ્મદ શમીના બીજા બોલમાં કરીમ જન્નતે મોટો શોટ મારવાની કોશિશ કરી. રવિન્દ્ર જાડેજાએ હવામાં જોરદાર છલાંગ લગાવીને કેચ ઝડપી લીધો. જોકે શોટનું ટાઈમિંગ યોગ્ય નહતું અને એવું લાગી રહ્યું હતું કે બોલ ફીલ્ડરની આગળ ટપ્પો પડીને ગયો છે. સાથી ખેલાડીઓએ તેમના પ્રયત્નની પ્રશંસા કરી હતી.

જોકે કેચ બાબતે અમ્પાયરે સોફ્ટ સિગ્નલ આઉટ આપતા ત્રીજા અમ્પાયરનો મત માંગ્યો હતો. જોકે થર્ડ અમ્પાયરે પોતાનો નિર્ણય આપવામાં ઘણો સમય લીધો કારણ કે તે એ પોઈન્ટ પર ફસાઈ ગયા હતા, જ્યાં બોલ જાડેજાના હાથમાંથી લગભગ નીકળી ગયો હતો. વાસ્તવિક સવાલ એ હતો કે બોલ મેદાનને ટચ કરી ગયો કે નહિ. જોકે અંતે ત્રીજા અમ્પાયરે બેટ્સમેનના પક્ષમાં ચુકાદો આપ્યો હતો.

ત્રીજા અમ્પાયરે ઘણા લોકોને ચોંકાવ્યા હતા. જાડેજા અને કેપ્ટન વિરાટ કોહલી આ નિર્ણયથી ખૂબ જ નારાજ દેખાયા હતા. એમ્પાયરના આ નિર્ણયની મેચ પર કોઈ અસર ન પડી કારણ કે ત્યાં સમય સુધીમાં તો મેચ અફઘાનિસ્તાનના હાથમાંથી સંપૂર્ણ રીતે નીકળી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...