ટીમ ઇન્ડિયાને મળ્યા નવા કોચ:રાહુલ દ્રવિડ ટી-20 વર્લ્ડકપથી 2023 વર્લ્ડકપ સુધી રહેશે કોચ; ગાંગુલી-શાહ સાથે બેઠક કર્યા બાદ દ્રવિડ મુખ્ય કોચ બનવા માટે તૈયાર

નવી દિલ્હી2 મહિનો પહેલા
દ્રવિડ 2023 વર્લ્ડ કપ સુધી ટીમ ઈન્ડિયાનો કોચ રહેશે.
  • ટી-20 વર્લ્ડ કપ બાદ શાસ્ત્રી યુગ સમાપ્ત, રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયાનો મુખ્ય કોચ
  • BCCIના સચિવ જય શાહ અને પ્રમુખ સૌરવ ગાંગુલીએ દુબઈમાં રાહુલ દ્રવિડ સાથે બેઠક કરી હતી

ભારતના પૂર્વ દિગ્ગજ ખેલાડી રાહુલ દ્રવિડ હવે ભારતીય ક્રિકેટ ટીમનો કોચ હશે. તે ટી-20 વર્લ્ડ કપ બાદ ટીમ સાથે જોડાશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત સમાચાર અનુસાર, દ્રવિડ શુક્રવારે આઇપીએલની ફાઇનલ દરમિયાન કોચ બનવા માટે સંમત થયો હતો.

દ્રવિડ 2023 વર્લ્ડ કપ સુધી ટીમનો કોચ રહેશે
દુબઈમાં બીસીસીઆઈના BCCI સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહે દ્રવિડ સાથે બેઠક યોજી અને ટી-20 વર્લ્ડ કપ બાદ ટીમમાં જોડાવા માટે કહ્યું. દ્રવિડ 2023 વર્લ્ડ કપ સુધી ટીમનો કોચ રહેશે. દ્રવિડ ઉપરાંત પારસ મહામ્બ્રેને બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તેનો કાર્યકાળ પણ 2023 વર્લ્ડ કપ સુધી પણ રહેશે.

રાહુલ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના પ્રમુખ છે
દ્રવિડ હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના પ્રમુખ છે. શુક્રવારે રાત્રે આઈપીએલની ફાઇનલ દરમિયાન બીસીસીઆઈના એક અધિકારીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું, રાહુલ દ્રવિડ ભારતીય ટીમનો મુખ્ય કોચ હશે. તેઓ ટૂંક સમયમાં NCA ચીફના પદ પરથી રાજીનામું આપશે.

રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાનો કોચ બનવા માટે સંમત થયો હતો.
રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાનો કોચ બનવા માટે સંમત થયો હતો.

જ્યારે ઘણાં વર્ષોથી દ્રવિડ સાથે કામ કરતા પારસ મહામ્બ્રેને બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તે ટીમના ભાગરૂપે ભરત અરુણનું સ્થાન લેશે. ફિલ્ડિંગ કોચ આર. શ્રીધરના રિપ્લેસમેન્ટ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. જ્યારે વિક્રમ રાઠોડ ટીમના બેટિંગ કોચ બની રહેશે. દ્રવિડ થોડા દિવસ પહેલાં શ્રીલંકાના પ્રવાસે ટીમ ઈન્ડિયાનો કોચ હતો.

ટી-20 વર્લ્ડ કપ બાદ શાસ્ત્રીનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો
તમને જણાવી દઈએ કે ટી-20 વર્લ્ડ કપ બાદ શાસ્ત્રી સાથે બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિંગ કોચ આર. શ્રીધરનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. રવિ શાસ્ત્રી 2017થી ટીમ ઇન્ડિયાનો કોચ છે. 2019માં તેનો કરાર વધારવામાં આવ્યો હતો. રવિ શાસ્ત્રી અને વિરાટ વચ્ચે ટીમ ઇન્ડિયાએ ટેસ્ટમાં વિદેશી ધરતી પર શાનદાર પ્રદર્શન કર્યું છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવીને શ્રેણી જીતી હતી, જ્યારે ઇંગ્લેન્ડ પ્રવાસ પર પાંચ ટેસ્ટની શ્રેણીમાં 2-1થી આગળ હતી. પ્રથમ વખત આયોજિત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પણ ટીમ પહોંચી હતી. જોકે ટીમને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...