• Gujarati News
  • National
  • Preparation Continued Even While Grazing Cattle, Studying 12 Hours A Day, Success Like A Bonus Of Diwali

ઘેટાં-બકરાં ચરાવનાર REETના ટોપર્સમાં:જંગલમાં બેસીને રોજ 12-12 કલાક ભણ્યો, 146 અંક સાથે પ્રદેશમાં છઠ્ઠો રેન્ક હાંસલ કર્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાનમાં પાલી જિલ્લાના નાનકડા ગામ બોયલ (સોજાટ)માં રહેતા પ્રકાશ દેવાસીએ REET લેવલ-1માં 146 માર્ક્સ પ્રાપ્ત કરી રાજ્યમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. પ્રકાશે કહ્યું કે તે દરરોજ લગભગ 12 કલાક અભ્યાસ કરતો હતો. ઘેટાં-બકરાં ચરાવતી વખતે પણ તે જંગલમાં તેની સાથે પુસ્તકો લઈ જતો હતો. તેનો ટાર્ગેટ 135 પોઇન્ટ મેળવવાનો હતો, પરંતુ તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેને રાજ્યમાં છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કરશે. પ્રકાશે કહ્યું કે રાજ્યમાં છઠ્ઠો ક્રમ મેળવવોએ તેના માટે દિવાળી બોનસ જેવું છે.

પ્રકાશે કહ્યું કે તે છેલ્લા ત્રણ- ચાર વર્ષથી સ્પર્ધાની તૈયારી કરી રહ્યો હતો. લોકડાઉનમાં તૈયારી કરવાની વધુ સારી તક મળી. તે ઘેટાં-બકરાંને જંગલમાં લઈ જતો જેથી તે તેના પિતાની મદદ કરી શકે. આ સમય દરમિયાન તેણે પોતાના પુસ્તકો પણ પોતાની પાસે રાખ્યા હતા. પ્રકાશે કહ્યું કે, જંગલના શાંત વાતાવરણમાં અભ્યાસ કરવો એ એક અલગ જ આનંદ હતો.

જૂના પેપરો જોઈને પૂરી તૈયારી કરી હતી
તેણે જૂના પેપરો જોઈને તૈયારી કરી, જેનાથી ખ્યાલ આવ્યો કે પરીક્ષા માટે કેવા પ્રશ્નો આવશે. તે જયપુર પણ ગયો હતો અને કોચિંગ પણ કરી હતી. તેણે કહ્યું હતું કે સફળતા પ્રાપ્ત કરવા માટે દરેક વસ્તુ છોડીને લક્ષ્ય નક્કી કરતી વખતે નિયમિત રુપે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે.

IAS બનવાનું છે સપનું, આ સફળતાનો શ્રેય માતાને
ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાના પ્રકાશે કહ્યું કે તેમનું સ્વપ્ન IAS અધિકારી બનવાનું છે. આ અંગેનો સંઘર્ષ ચાલુ રહેશે. મારી માતા પપ્પુદેવીને REETમાં સફળતા મેળવવાનો શ્રેય આપું છું, કારણ કે પિતા ભેરારામ દેવસીને એલર્જીની સમસ્યા છે.

આવી સ્થિતિમાં તેઓ ઉનાળા અને વરસાદની ઋતુમાં ઘેટાં-બકરાંને ચરાવા જઈ શકતા નથી. મા બધું કામ સંભાળે છે. માએ જ ઘરનું સંચાલન કર્યું હતું અને તેને અભ્યાસ ચાલુ રાખવા પ્રોત્સાહિત કર્યો હતી. 2020માં તેણે M.Aનો અભ્યા, કર્યો. REETની તૈયારીઓમાં પાછલા ત્રણ-ચાર વર્ષોથી લાગ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...