અપસેટ સર્જાય એવી બધાને આશા:અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડ સામે જીતી જાય એ માટે ભારતીયો કરી રહ્યા છે પ્રાર્થના; રાશિદ ખાને કહ્યું- ચિંતા ન કરો ભાઈ

યુએઇએક મહિનો પહેલા
  • ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ 7 નવેમ્બરે અબુધાબીમાં રમાશે

ભારતીય ટીમે T20 વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડ સામે ધમાકેદાર બેટિંગ કરીને તેણે સેમી-ફાઈનલમાં પહોંચવાની આશા વધુ મજબૂત કરી છે. ભારત સ્કોટિશ બોલરોને એવી રીતે ધોલાઈ કરી કે હવે રન રેટની સમસ્યા પૂરી થઈ ગઈ છે. રન રેટના મામલે ભારતે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન ત્રણેય ટીમોને પાછળ ધકેલી દીધી છે. હવે ભારત તરફથી આ જ પ્રાર્થના કરવામાં આવી રહી છે કે કોઈક રીતે અફઘાનિસ્તાનની ટીમ તેની આગામી મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી દે. હાલમાં ભારતનો રન રેટ +1.619 છે.

અફઘાનિસ્તાન સામેની ન્યૂઝીલેન્ડની મેચ ભારત માટે માત્ર મુકાબલો જ નહીં, પણ તેના નસીબને નક્કી કરનારી મેચ હશે. આ મેચમાં ભારત માટે અફઘાનિસ્તાનનું જીતવું જરૂરી છે. એવામાં એ મહત્ત્વનું હશે કે અફઘાનિસ્તાન પોતાની સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઊતરે. ભારત સામેની મેચમાં અફઘાનિસ્તાનને મુઝીબની ખોટ પડી હતી, જે ઈજાને કારણે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શક્યો નહોતો.

અશ્વિને પહેલા અફઘાનિસ્તાનને ઓલ બેસ્ટ કહ્યું હતું. પછી પોતાના મનની વાત કરી. તેણે કહ્યું હતું કે જો હું મુઝીબ માટે ભારતીય ફિઝિયો તરફથી કોઈ મદદ કરી શકું તો મને ગમશે. અમે આશા રાખીએ છીએ કે તે કિવી સામેની મેચ પહેલાં ફિટ થઈ જશે.

રાશિદે અશ્વિનને કહ્યું- ભાઈ ટેન્શન ન લો
અશ્વિનના આ પ્રસ્તાવ પર અફઘાનિસ્તાનના રાશિદ ખાને રસપ્રદ જવાબ આપ્યો હતો. રાશિદે રમૂજી સ્વરમાં લખ્યું- ભાઈ, ટેન્શન ન લો. અમારી ટીમના ફિઝિયો પ્રશાંત પંચાડા જોઈ રહ્યા છે.

તમને જણાવીએ કે આ પહેલાં 4 નવેમ્બરે ભારતના સ્ટાર સ્પિનર આર. અશ્વિને એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે ભારતના ફિઝિયો અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર મુઝીબ ઉર રહેમાનની મદદ કરે. એના માટે રાશિદ ખાને અશ્વિનને જવાબ આપ્યો છે કે 'ભાઈ, તમે ચિંતા ન કરો, અમારા ફિઝિયો તેમનું સારી રીતે ધ્યાન રાખી રહ્યા છે.'

7 નવેમ્બરે અબુધાબીમાં ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ
ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ 7 નવેમ્બરે અબુધાબીમાં રમાશે. અત્યારથી જ આ મેચ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગી છે. આ મેચની રાહ જેટલા અફઘાનિસ્તાનના લોકો નથી જોઈ રહ્યા, તેથી વધુ લોકો ભારતમાં રાહ જોઈ રહ્યા છે. ટ્વિટર પર એક યુઝરે લતા મંગેશકરે ગાયેલું ગીત "એક તુ હી ભરોસા, એક તુ હી સહારા" વીડિયો સાથે લખવામાં આવ્યું છે કે "NOV ​7" અને હાથ જોડતા પ્રતીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ભારતમાં પ્રાર્થનાઓ કરવાનું શરૂ થઈ ગયું

એક યુઝરે લખ્યું છે કે અફઘાનિસ્તાન અમારા માટે છેલ્લી આશા છે, ફોટો શેર કરીને લખ્યું છે કે 1.3 અબજ લોકો અફઘાનિસ્તાનની સાથે છે.

કેટલાક લોકોએ અત્યારથી જ ફિંગર ક્રોસ્ડનો સિમ્બોલ બનાવ્યો છે.

હવે ભારતને આ વર્લ્ડકપમાં જો સેમી-ફાઇનલમાં પહોંચવું હશે તો અફઘાનિસ્તાનની જીત એ જ એકમાત્ર રાહત છે અને અફઘાનિસ્તાનની જીત માટે અત્યારથી જ ભારતમાં પ્રાર્થનાઓ કરવાનું શરૂ થઈ ગઈ છે.

AFG vs NZ મેચ પર ભારતની નજર
ભારતે અફઘાનિસ્તાન અને પછી સ્કોટલેન્ડ સામે મોટી જીત નોંધાવીને સેમી-ફાઇનલની પોતાની આશા જીવંત રાખી હતી, પરંતુ હવે તે અફઘાનિસ્તાન સામેની ન્યૂઝીલેન્ડની મેચ પર જ સૌની નજર છે. જો આ મેચમાં ન્યૂઝીલેન્ડ જીતે છે તો ભારતની તમામ આશાઓ ત્યાં સમાપ્ત થઈ જશે, પરંતુ જો અફઘાનિસ્તાન જીતે છે તો ભારત પાસે નામીબિયા સામે બીજા દિવસની મેચ જીતીને સેમી-ફાઇનલમાં પ્રવેશવાની તક હશે.

અન્ય સમાચારો પણ છે...