ફેરવેલ મેચમાં બ્રાવો ઈજાગ્રસ્ત!:પોલાર્ડના શોટથી બોલ સીધો નોન સ્ટ્રાઈકર બ્રાવોને વાગ્યો, તે પિચ પર ઊંધા માથે પડી ગયો; બેટ પણ હવામાં ફંગોળાઈ ગયું

એક મહિનો પહેલા

ડ્વેન બ્રાવો પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ દુર્ધટનાનો શિકાર થયો હતો. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સુપર-12ની છેલ્લી મેચમાં બેટિંગ દરમિયાન પોલાર્ડનો બોલ સીધો બ્રાવોને વાગ્યો હતો. ત્યારપછી બ્રાવો પિચ પર જ ઢળી પડ્યો હતો અને બેટ પણ હવામાં ફંગોળાઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે આ મેચ દરમિયાન તેને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરાયો હતો. એટલું જ નહીં ક્રિસ ગેલ પણ જાણે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની અંતિમ મેચ રમતો હોય તેવું જણાયું હતું. તો ચલો આપણે આ મેચના આવા જ રસપ્રદ કિસ્સા પર નજર ફેરવીએ....

15મી ઓવરમાં પોલાર્ડનો આક્રમક શોટ, બ્રાવો પિચ પર ઢળી પડ્યો
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. તેવામાં પહેલા બેટિંગ કરતા ઈનિંગની 15મી ઓવર દરમિયાન પોલાર્ડે મિચેલ માર્શના લેન્થ બોલ પર વિસ્ફોટક શોટ માર્યો હતો. જે નોન સ્ટ્રાઈકર એન્ડ પર ઊભેલા ડ્વેન બ્રાવોને વાગતા તે પિચ પર ઢળી પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે આની પહેલા બ્રાવોએ પણ શોટથી બચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ પૂર ઝડપે તેને વાગતા બેટ હવામાં ફંગોળાઈ ગયું હતું.

અમ્પયાર્સ પણ ડરી ગયા
ડ્વેન બ્રાવોને બોલ વાગતા તેના હાથમાંથી બેટ હવામાં ફંગોળાઈ ગયું હતું. જેના કારણે અમ્પાયર જાણે પહેલા તો બોલથી બચવા અને પછી બેટથી બચવા માટે પ્રયત્ન કરવા લાગ્યા હતા. જોકે આ ઘટના પછી ડ્વેન બ્રાવોએ ક્વિક સિંગલ લઈ લીધો હતો. સારી વાત એ રહી કે તેને આનાથી કોઈ ખાસ ગંભીર ઈજા પહોંચી નથી.

બ્રાવો ફેરવેલ મેચમાં 10 રન કરી પેવેલિયન ભેગો
ડ્વેન બ્રાવો 12 બોલમાં 10 રન જ કરી શક્યો હતો. આ તેની ફેરવેલ મેચ હોવાથી ફેન્સને એક વિસ્ફોટક ઈનિંગની આશા હતી, પરંતુ તેવું થયું નહીં. અને તે 1 સિક્સની સહાયથી માત્ર 10 રનના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. બ્રાવોને 18મી ઓવરના ત્રીજા બોલ પર જોશ હેઝલવુડે આઉટ કર્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીએ ફેરવેલ આપ્યું
T-20 ફોર્મેટમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે તેના સ્ટાર ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોને પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ દરમિયાન ખાસ સન્માન આપ્યું હતું. વિંડિઝના ખેલાડીઓ એક હરોળમાં ઊભા રહી ગયા અને ત્યારપછી બ્રાવોને છેલ્લી વાર ગ્રાઉન્ડમાં આવકાર આપતા હોય તેવું સેલિબ્રેશન કર્યું હતું.

ડ્વેન બ્રાવોનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ
વેસ્ટઈન્ડિઝના ક્રિકેટર ડ્વેન બ્રાવોએ T-20 વર્લ્ડકપ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. આ જાહેરાત ગુરુવારે T-20 વર્લ્ડકપમાં શ્રીલંકા સામે વેસ્ટઈન્ડિઝના હાર બાદ કરી હતી. વેસ્ટઈન્ડિઝને શ્રીલંકા સામે 20 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ગત T-20 વર્લ્ડકપ વિજેતા વેસ્ટઈન્ડિઝનું સેમી ફાઇનલમાં પહોંચવાની આશા સમાપ્ત થઈ ગઈ છે. વેસ્ટઈન્ડિઝએ પોતાની છેલ્લી મેચ શનિવારે ઓસ્ટ્રેલિયા સામે રમાશે. મેચ બાદ સોશિયલ મીડિયાના લાઈવ કાર્યક્રમમાં તેણે આ પુષ્ટિ કરી હતી. આ કાર્યક્રમમાં વેસ્ટઈન્ડિઝના પૂર્વ કેપ્ટન ડેરેન સેમી પણ સામેલ હતા.

મારી આંતરરાષ્ટ્રીય કરિયર શાનદાર રહી- બ્રાવો
બ્રાવોએ કહ્યું હતું કે, મને લાગે છે કે સમય આવી ગયો છે કે સમય આવી ગયો છે. મારી કરિયર ખુબ જ શાનદાર રહી. મેં 18 વર્ષ સુધી વેસ્ટ ઈન્ડિઝનું પ્રતિનિધિત્વ કર્યું. આ દરમિયાન ઘણા ઉતાર-ચઢાવ આવ્યા, પરંતુ જ્યારે હું પાછળ ફરીને જોવ છું, તો મને ખૂબ સારું લાગે છે કે મેં આટલા લાંબા સમયથી મારા પ્રદેશ અને કેરેબિયનના લોકોનું પ્રતિનિધિત્વ કર્યું છે. ત્રણ ICC ટ્રોફી જીતવું પણ ખાસ હતું. તેમાંથી બે મેં મારા કેપ્ટન (ડેરેન સેમી) સાથે જીત મેળવી હતી, જે હજુ પણ મારી ડાબી બાજુએ ઉપસ્થિત છે. મને એક વાતનો ગર્વ છે કે આ સમયમાં આપણે જે પ્રકારના ક્રિકેટરો છીએ, તેમની વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્તર પોતાના માટે એક છાપ બનાવવા માટે સફળ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...