T20 વર્લ્ડકપ 2021:વર્લ્ડકપની ફાઇનલ પછી ન્યૂઝીલેન્ડના જિમી નીશમનો ફોટો વાઇરલ, ફેન્સે કહ્યું- તેમને ભવિષ્યની ખબર હતી

22 દિવસ પહેલા
  • નીશમે ઈંગ્લેન્ડ સામે સેમીફાઇનલની જીતની પણ ઉજવણી નહોતી કરી

ICC T20 વર્લ્ડ કપની ફાઈનલ પૂરી થયા પછી જિમી નીશમનો સેમી-ફાઈનલ પછીનો ફોટો હાલ ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ કમેન્ટમાં લખી રહ્યા છે કે નીશમને ફ્યુચરનો પહેલેથી જ આઈડિયા હતો. ઈંગ્લેન્ડની સામે સેમી-ફાઈનલ મેચ જીત્યા પછી આખી કિવી ટીવી જ્યારે ઉજવણીમાં ડૂબી ગઈ હતી ત્યારે નીશમ બિલકુલ શાંત એક ખૂણામાં બેઠેલો જોવા મળ્યો હતો. નીશમના ચહેરા પર કોઈ ખુશી જ દેખાતી નહોતી. તેણે આ ઉજવણીમાં પણ ભાગ લીધો નહોતો. ઉલ્લેખનીય છે કે ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. એ પછીથી ફેન્સ તેમનો સેમી-ફાઈનલ પછીનો ફોટો ફરીથી ખૂબ જ શેર કરી રહ્યા છે.

નીશમ ટીમને ચેમ્પિયન બનાવીને ઉજવણી કરવા માગતા હતા
નીશમ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ટ્વિટ્સને લઈને પણ ચર્ચામાં રહે છે. તેણે સેમી-ફાઈનલ પછી પોતાના આ ફોટા અંગે કહ્યું હતું કે હજી કામ પૂરું થયું નથી. નીશમ ટીમને ચેમ્પિયન બનાવીને ઉજવણી કરવા માગતો હતો. જોકે આમ ન થઈ શક્યું. ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને હરાવીને પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે.

ટોસ જીત્યા પછી ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને બેટિંગ આપી
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યા પછી ન્યૂઝીલેન્ડને પહેલા બેટિંગ આપી હતી. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં ચાર વિકેટ પર 172 રન કર્યા હતા, જ્યારે ઓસ્ટ્રેલિયા 18.5 ઓવરમાં જ બે વિકેટના નુકસાને 173 રન બનાવીને વર્લ્ડ ચેમ્પિયન બન્યું.

અન્ય સમાચારો પણ છે...