T20 WC- પાકિસ્તાનની દરિયાદિલી:પાકિસ્તાને બતાવી ઉદારતા, નામીબિયાને હરાવ્યા બાદ તેના ડ્રેસિંગ રૂમમાં જઈને કર્યું દિલ જીતી લેનારું કામ

દુબઈ24 દિવસ પહેલા
પાકિસ્તાનની ટીમ નામીબિયાના ડ્રેસિંગ રૂમમાં ગઈ અને તેના ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
  • નામીબિયાને હરાવ્યા બાદ પાક. ખેલાડીઓએ નામીબિયાના ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું

ICC T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન બતાવ્યું છે. તેણે આ વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. મંગળવારે રાત્રે રમાયેલી મેચમાં પાકિસ્તાને નામીબિયાને હરાવીને સેમી-ફાઇનલની ટિકિટ સુરક્ષિત કરી અને આવું કરનાર પ્રથમ ટીમ બની. પાકિસ્તાન અત્યારસુધી જે પ્રકારનું પ્રદર્શન બતાવ્યું છે તેણે બધાને પ્રભાવિત કર્યા છે અને નામીબિયા મેચ બાદ ટીમે કંઈક એવું કર્યું કે દરેક તેનાં વખાણ કરી રહ્યાં છે. પાકિસ્તાન નામીબિયાને હરાવ્યું અને એ પછી તેની ટીમ નામીબિયાના ડ્રેસિંગ રૂમમાં ગઈ અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો
પાકિસ્તાનની ટીમ નામીબિયાના ડ્રેસિંગ રૂમમાં જઈને તેમના ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાની ટીમના ખેલાડીઓ નામીબિયાના ડ્રેસિંગ રૂમમાં ગયા અને તેની રમત માટે તેમને અભિનંદન આપતા જોવા મળે છે. આ વીડિયોમાં શાહીન શાહ આફ્રિદી, મોહમ્મદ હફીઝ, હસન અલી, ફખર જમાન અને શાદાબ ખાન છે. પાકિસ્તાનની ટીમના ખેલાડીઓએ પ્રથમ નામીબિયન ડ્રેસિંગ રૂમમાં પ્રવેશ કર્યો અને તેમને અભિનંદન આપ્યાં.

નામીબિયાએ લડી લડાઈ
આ મેચમાં પાકિસ્તાને નામીબિયાને 45 રનથી હરાવ્યું હતું, પરંતુ ટીમના ખેલાડીઓ જીતવા માટે છેલ્લી ઘડી સુધી લડ્યા હતા. પ્રથમ બેટિંગ કરતાં પાકિસ્તાને બે વિકેટના નુકસાને 189 રન બનાવ્યા હતા. જવાબમાં નામીબિયાની ટીમ પાંચ વિકેટના નુકસાને 144 રન બનાવી શકી હતી. પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાને અણનમ 79 રનની ઇનિંગ રમી હતી. આ પછી બાબર આઝમે 70 રન બનાવ્યા હતા. મોહમ્મદ હફીઝે અણનમ 32 રન બનાવ્યા હતા. નામીબિયા તરફથી ક્રેગ વિલિયમ્સે 40 રન બનાવ્યા હતા. સ્ટીફન બિયર્ડે 29 રનની ઇનિંગ રમી હતી. ડેવિડ વિઝાએ અણનમ 43 રન બનાવ્યા હતા. એ ટીમનો સૌથી વધુ સ્કોર હતો. કેપ્ટન ગેરહાર્ડ ઇરાસ્મસે 15 રનની ઇનિંગ રમી હતી. પાકિસ્તાનના બોલરોની વાત કરીએ તો દરેકે સંયુક્ત પ્રદર્શન કર્યું હતું. હસન અલીને એક સફળતા મળી. ઈમાદ વસીમને પણ એક વિકેટ મળી હતી. હેરિસ રાઉફ અને શાદાબ ખાનને પણ એક-એક વિકેટ મળી હતી.

પ્રથમ બેટિંગ કરતાં પાકિસ્તાને બે વિકેટના નુકસાને 189 રન બનાવ્યા હતા.
પ્રથમ બેટિંગ કરતાં પાકિસ્તાને બે વિકેટના નુકસાને 189 રન બનાવ્યા હતા.
પાકિસ્તાને નામીબિયાને 45 રનથી હરાવ્યું હતું.
પાકિસ્તાને નામીબિયાને 45 રનથી હરાવ્યું હતું.

નામીબિયાની યાત્રા આવી રહી
નામીબિયાએ આ પહેલાં 2003 વનડે વર્લ્ડકપ રમ્યો હતો. જ્યારે આ વખતે પોતાના શાનદાર પ્રદર્શનથી આ વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇ કરવામાં સફળ રહી. ત્યાર બાદ પોતાના પ્રથમ રાઉન્ડને પાર કરતાં સુપર-12 સ્ટેજમાં એન્ટ્રી કરી હતી. તેણે પોતાની પ્રથમ મેચમાં સ્કોટલેન્ડને હરાવ્યું હતું. ત્યાર બાદ તેને અફઘાનિસ્તાન સામે 62 રને કારમી હાર મળી હતી. બાદમાં ત્રીજી મેચમાં પાકિસ્તાને તેને પછાડ્યું હતું. હજી તેણે ન્યૂઝીલેન્ડ અને ભારતની સામે મેચ રમવાની છે.

અન્ય સમાચારો પણ છે...