મુંબઈ:પાકિસ્તાન સેમિફાઈનલમાં સ્થાન નક્કી કરવા ઊતરશે

T-20 વર્લ્ડ કપ 2021એક મહિનો પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
  • કૉપી લિંક

ટી-20 વર્લ્ડકપ 2021ની 31મી મેચમાં પાકિસ્તાનનો સામનો નામિબિયાથી થશે. આ મેચ મંગળવારે સાંજે 7.30 વાગ્યાથી અબુ ધાબીમાં રમાશે. બંને ટીમો વચ્ચે એકમાત્ર ઈન્ટરનેશનલ મેચ 2003 વન-ડે વર્લ્ડ કપમાં રમાઈ હતી. નામિબિયાએ આ વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કર્યું છે.

જોકે તેની વિરુદ્ધ પાક. જીત મેળવી શકે છે. પાકિસ્તાને પ્રથમ 3 મેચમાં અફઘાનિસ્તાન, ભારત-ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. ગ્રૂપ મેચમાં 2 જીત મેળવ્યા બાદ નામિબિયાએ સુપર-12 રાઉન્ડમાં સ્કૉટલેન્ડને માત આપી હતી. અફઘાનિસ્તાન સામે ટીમને હારનો સામનો કરવો પડ્યો.

પાકિસ્તાન પાસે ઈન ફોર્મ ઓપનર બેટર્સ મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમ છે. બોલિંગમાં શાહિન આફ્રિદી અને હારિસ રઉફ વિરોધી ટીમો પર ભારે પડી રહ્યાં છે. પાક. 3 જીત સાથે સેમિફાઈનલમાં નક્કી મનાય છે. નામિબિયા સામેની જીત સેમિ.માં સ્થાન નિશ્ચિત કરી દેશે.

30મી મેચમાં દક્ષિણ આફ્રિકાનો સામનો બાંગ્લાદેશ સામે થશે. બાંગ્લાદેશને સુપર-12ની તમામ 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે ટીમનો મુખ્ય ખેલાડી શાકિબ અલ હસન ટૂર્નામેન્ટની બહાર થયો છે.

જેના કારણે ટીમ માટે દક્ષિણ આફ્રિકાને ટક્કર આપવું મુશ્કેલ કાર્ય રહેશે. ટીમના બેટર્સ અને બોલર્સ લયમાં નથી. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ મેચમાં હાર બાદ વિન્ડીઝ અને શ્રીલંકાને માત આપી છે. બંને ટીમો વચ્ચે 6 ટી-20 મેચ રમાઈ છે. આ તમામ મેચમાં દક્ષિણ આફ્રિકાએ જ જીત મેળવી છે.

અન્ય સમાચારો પણ છે...