PAK પ્લેયર્સ ડરી ગયા?:વર્લ્ડ કપમાં AUS સામે કારમી હાર બાદ પાકિસ્તાની ટીમ દેશ પરત ન ફરી, જાણો આની પાછળનું મુખ્ય કારણ

17 દિવસ પહેલા

T-20 વર્લ્ડ કપમાં ગુરુવારે પાકિસ્તાનની સફર સમાપ્ત થઈ ગઈ છે. ગુરુવારે રમાયેલી સેમીફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટથી પાકિસ્તાનને હરાવ્યા પછી સોશિયલ મીડિયામાં ઘણા સમર્થકો ભડક્યા હતા. હસન અલી સહિત તેની પત્નીને પણ ધમકી મળતા માહોલ ગરમાયો હતો. તેવામાં મીડિયા રિપોર્ટ્સના આધારે પાક.ટીમ મોટાભાગના ખેલાડી દુબઈથી ઢાકા જવા રવાના થઈ ગયા છે. જોકે આની પાછળનું મુખ્ય કારણ બાંગ્લાદેશ પ્રવાસ છે પરંતુ સો.મીડિયામાં વિવાદ સર્જાયા પછી પણ ખેલાડી પાકિસ્તાન જશે કે કેમ એવી ચર્ચા ઘણા ટ્રોલર્સ કરી રહ્યા હતા.

પાકિસ્તાન ન જવાનું મુખ્ય કારણ
પાકિસ્તાન ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ ટૂરમાં 19થી 22 નવેમ્બર વચ્ચે 3 T-20 ઈન્ટરનેશનલ મેચ રમશે. જેના માટે ટીમે 18 સભ્યોની ટીમ પસંદ કરી હતી. ઉલ્લેખનીય છે કે પાક. ટીમે આ ટૂર્નામેન્ટમાં પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું અને તે એક જ એવી ટીમ હતી જેણે સુપર-12 રાઉન્ડની તમામ મેચ પોતાને નામ કરી હતી. જોકે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં લગભગ જીતી ગયેલી પાકિસ્તાની ટીમ ડેથ ઓવર્સમાં હારી જતા ઘણા ફેન્સ તેના પર ભડક્યા હતા.

બાંગ્લાદેશ ટૂરની માહિતી
પાકિસ્તાની ટીમ 19 નવેમ્બરે પહેલી T-20 મેચ, 20 નવેમ્બરે બીજી તથા 22 નવેમ્બરે ત્રીજી મેચ ઢાકામાં શેરે બાંગલા નેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. ઉલ્લેખનીય છે કે આ ટૂરમાં બાંગ્લાદેશ-પાક.ની ટીમ 26 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી પહેલી ટેસ્ટ મેચ રમશે. જ્યારે બીજી મેચ 4 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર વચ્ચે રમાશે.

ઓસ્ટ્રેલિયાએ PAKને 5 વિકેટથી હરાવ્યું
ગુરુવારે રમાયેલી T-20 વર્લ્ડ કપની બીજી સેમીફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટથી પાકિસ્તાનને હરાવી દીધું છે. હસન અલીએ 19મી ઓવરના ત્રીજા બોલ પર મેથ્યૂ વેડનો કેચ છોડ્યો હતો. તેનો ફાયદો ઉઠાવી વેડે બેક ટુ બેક 3 બોલમાં 3 સિક્સ મારી મેચ જિતાડી દીધી હતી.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાની ટીમે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 176 રન કર્યા હતા. આ ઈનિંગ દરમિયાન પાકિસ્તાની ખેલાડી રિઝવાન અને ફખરે ફિફ્ટી મારી હતી. હવે રવિવારે T-20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રસાકસી ભર્યો જંગ જોવા મળશે.

T-20 વર્લ્ડ કપની બીજી સેમી-ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 5 વિકેટથી હરાવી બીજીવાર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. મેચમાં હસન અલીએ મેથ્યુ વેડનો કેચ છોડ્યો અને ત્યાર પછી વેડે બેક ટુ બેક 3 સિક્સ મારી મેચ પલટી નાખી હતી. ત્યાર પછી પાકિસ્તાનમાં હસન અલી અને તેની ભારતીય પત્નીને લોકો ટ્રોલ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...