ઓ..ભાઈ...આ ફરી આવી ગયો!:પાકિસ્તાનની હાર બાદ ધ્રુસકે-ધ્રુસકે રડતો ફેન ફરી સામે આવ્યો, કહ્યું- મહાસંગ્રામ જોવા માટે તૈયાર છું

એક મહિનો પહેલા

ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે 24 ઓક્ટોબરે આયોજિત T-20 વર્લ્ડ કપના મહાસંગ્રામને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં ખેલાડીઓ સહિત નિષ્ણાંતો પણ આ મેચ અંગે પોત-પોતાની વાત રજૂ કરી રહ્યા છે. આ દરમિયાન 'મારો મૂજે મારો'ના વીડિયો બાદ ફેમસ થયેલો શખસ ફરીથી એક્ટિવ થઈ ગયો છે. આ વખતે તેણે (મોમિન સાકિબ) ઈન્ડિયન ટીમને ફરી પડકારી છે અને મેચ માટે અનેરો ઉત્સાહ વ્યક્ત કર્યો છે.

2 વર્ષ પહેલા વાઈરલ થયો
2019 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા દ્વારા પાકિસ્તાનને હરાવ્યા પછી એક વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાઈરલ થયો હતો. જેમાં આ પાકિસ્તાની ફેન ધ્રુસકે-ધ્રુસકે રડતો હતો અને ક્રિકેટર્સને વઢતો જોવા મળ્યો હતો. આ વીડિયોમાં તેણે વાપરેલા 'મારો મુજે મારે' વાળો ડાયલોગ દેશ-વિદેશમાં વાઈરલ થઈ ગયો હતો. તેના આ ડાયલોગ પછી તો સોશિયલ મીડિયામાં રમૂજી ફોટોઝ પણ વાઈરલ થયા હતા.

પાકિસ્તાન માટે જીતવું જરૂરી઼- વાઈરલ ફેન
પોતાના નવા વીડિયોમાં મોમિને T-20 વર્લ્ડ કપ 2021માં આયોજિત ઈન્ડિયા-પાકિસ્તાન મેચને લઈને અનેરો ઉત્સાહ છતો કર્યો છે. તેણે ઈન્ડિયા-પાકિસ્તાન મેચની હાઇવોલ્ટેજ મેચ માટે એક વોર્નિંગ આપતો વીડિયો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં પોસ્ટ કર્યો હતો.

તેણે કહ્યું હતું કે શું તમે તૈયાર છો, આશા-ઉત્સુકતાથી સભર ઈન્ડિયા-પાકિસ્તાન મેચ જોવા માટે? જીવનમાં 2 તો મેચ છે, એક ઈન્ડિયા-પાકિસ્તાન મેચ અને બીજી આમિર ખાનની લગાન મૂવીમાં ઉલ્લેખ કરાયો છે એ મેચ, બસ આ 2 સંગ્રામ જ ફેન્સને યાદ રહે છે. તેવામાં ઈન્ડિયા અને પાકિસ્તાન મેચ 2021માં ફરીથી રમાવા જઈ રહી છે, પરંતુ ખુદા કસમ મને એમ જ લાગે છે કે 2019ની મેચ હજુ સુધી ચાલે છે. યાર...સમય ક્યાં પસાર થઈ જાય એની જાણ જ નથી રહેતી. પાકિસ્તાન માટે આ મેચ જીતવી અત્યંત જરૂરી છે.

T-20 વર્લ્ડ કપમાં દરેકવાર ઈન્ડિયા મેચ જીતી
પાકિસ્તાની ટીમ અત્યારસુધી ઈન્ડિયાને વર્લ્ડ કપમાં હરાવી શકી નથી. બંને ટીમે T-20 વર્લ્ડ કપમાં 5 વાર એકબીજા વિરૂદ્ધ મેચ રમી છે. આ તમામ મેચમાં ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવી છે.

અન્ય સમાચારો પણ છે...