PAKની કારમી હાર તસવીરોમાં:ડેથ ઓવર્સમાં ટીમના ધબડકાથી પાક. ફેન્સ ધ્રુસકે-ધ્રુસકે રડ્યા, આફ્રિદી પિચ પર માથું પકડી બેસી ગયો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

T-20 વર્લ્ડ કપની બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટથી પાકિસ્તાનને હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આ મેચમાં પહેલી 10 ઓવર સુધી PAK બોલર્સનો દબદબો હોવા છતાં મેચ હારી જતાં પાકિસ્તાની ફેન્સ ઉદાસ થયા હતા. ડેથ ઓવર્સમાં એક બાજુ ફેન્સ પ્રાર્થના કરતા જોવા મળ્યા તો બીજી બાજુ પોતાની ટીમના પ્રદર્શનથી નાખુશ યુવા ફેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. એટલું જ નહીં, શાહીન આફ્રિદી પણ પિચ પર માથે હાથ મૂકી નિરાશ બેસી ગયો હતો. તો ચલો, આપણે આ મેચમાં ફેન્સની પ્રતિક્રિયાથી લઈને અન્ય રસપ્રદ કિસ્સા પર તસવીરો દ્વારા નજર ફેરવીએ....

પાક. ફેન્સે જેટલા ઉત્સાહથી ટીમને ચિયર કરી એટલી જ જલદી હારી જતાં હતાશ થયા

મેચ જોવા માટે પાકિસ્તાની ફેન્સ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ પહોંચ્યા.

પાકિસ્તાની સમર્થકોએ પુરજોશમાં પોતાની ટીમને ચિયર કર્યું હતું.

છેલ્લી 5 ઓવરમાં પાકિસ્તાની બોલર્સના ખરાબ પ્રદર્શનથી ફેન્સ નિરાશ થઈ ગયા હતા.

ચાલુ મેચમાં પાકિસ્તાન મુશ્કેલ પરિસ્થિતિમાં પણ મેચ જીતે એ માટે ફેન કંઈક આવી રીતે ટીમને સમર્થન આપતા જોવા મળ્યા.

ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટથી પાકિસ્તાનને હરાવી દેતાં PAKનો લગભગ સૌથી નાનો ફેન પણ ભાવુક થયો હતો.

AUS v/s PAK મેચ તસવીરોમાં.....

મેથ્યુ હેડન મેચ પહેલાં પાકિસ્તાની ટીમને ઓસ્ટ્રેલિયા સામેના જંગ માટે તૈયાર કરતો જોવા મળ્યો હતો.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી.

આ મેચ જોવા માટે ઈન્ડિયન ટેનિસ સ્ટાર અને પાકિસ્તાનના શોએબ મલિકની પત્ની સાનિયા મિર્ઝા સ્ટેડિયમ પહોંચી હતી.

પહેલી વિકેટ માટે રિઝવાન અને બાબરે 71 રન જોડ્યા હતા.

ડેવિડ વોર્નરે મોહમ્મદ રિઝવાનનો કેચ છોડ્યો હતો.

બાબર આઝમ 39 રન પેવેલિયન ભેગો.
બાબર આઝમ 39 રન પેવેલિયન ભેગો.
મોહમ્મદ રિઝવાને 52 બોલમાં 67 રન કર્યા હતા.

ફખરે 32 બોલમાં 55 રન કરી ટીમના સ્કોરને 20 ઓવરમાં 176 સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો હતો.

શાહીન આફ્રિદીએ પહેલા બોલ પર જ ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિંચને આઉટ કર્યો હતો.

વોર્નર અને માર્શે પહેલી વિકેટ પડ્યા પછી ઈનિંગ સંભાળી હતી. તેમના બંને વચ્ચે બીજી વિકેટ માટે 36 બોલમાં 51 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી.

શાદાબ ખાને 4 વિકેટ ઝડપી ઓસ્ટ્રેલિયન બેટિંગ ઓર્ડરની કમર તોડી હતી.

મેથ્યુ વેડને 19મી ઓવરમાં જીવનદાન મળ્યું હતું. ત્યાર પછી તેણે બેક ટુ બેક 3 બોલમાં 3 સિક્સ મારી મેચ જીતી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...