ન્યૂઝીલેન્ડને અખ્તરની ચેતવણી!:PAK બોલરે કહ્યું- જો અફઘાનિસ્તાન સામે NZ હારશે તો સો.મીડિયામાં ઘણા સવાલ ઊભા થશે; વિવાદથી કોઈ નહીં બચાવી શકે

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારત ટૂર્નામેન્ટમાં સારુ રમ્યું, પણ મોડું આવ્યું- શોએબ અખ્તર

ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની આ મેચને લઈને પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ રસ વધી ગયો છે. પાક.ના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે આ મેચને લઈને નિવેદન આપતા કહ્યું છે કે જો ન્યૂઝીલેન્ડ આ મેચ હારી જશે તો ઘણા સવાલો સામે આવશે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયામાં ઊભા થયેલા વિવાદોને રોકવા ઘણા મુશ્કેલ બની જશે. ઉલ્લેખનીય છે કે ન્યૂઝીલેન્ડની ટીમ વધુ અનુભવી હોવાના કારણે અફઘાનિસ્તાન સામેની મેચમાં તે ફેવરિટ રહેશે.

શોએબ અખ્તરનું નિવેદન વાઈરલ
અખ્તરે પોતાની યૂટ્યૂબ ચેનલમાં કહ્યું હતું કે જો ન્યૂઝીલેન્ડ આ મેચ હારી જશે તો ઘણા વિવાદિત સવાલો સોશિયલ મીડિયામાં ઊભા થશે. આ હું તમને પહેલાથી જ ચેતવણી આપી રહ્યો છું. મને ડર છે કે ટોપ ટ્રેડિંગ વધુ એક વસ્તુ શરૂ થઈ જશે, જોકે હું કોઈ વિવાદ ઊભો કરવા નથી માગતો પરંતુ પાકિસ્તાની લોકોમાં ન્યૂઝીલેન્ડને લઈને ઉચ્ચ કોટીના વિચારો છે.

ન્યૂઝીલેન્ડ જ જીતશે- અખ્તર
શોએબ અખ્તરે કહ્યું કે હું સમજી શકું છું કે ન્યૂઝીલેન્ડ એક સારી ટીમ છે, જે અફઘાનિસ્તાનને હરાવી શકે છે. જો કીવી ટીમ સારુ ના રમી તો સમસ્યા સામે આવી શકે છે. સોશિયલ મીડિયાને કોઈપણ રોકી નહીં શકે, આ અંગે અમે કંઈ ના કહી શકીએ. હિંદુસ્તાનના આવવાથી આ ટૂર્નામેન્ટમાં જાન આવી ગઈ છે. કદાચ ભારત-પાક. મેચ પણ રમાઈ શકે છે, જે પૂરી દુનિયા જોવા ઈચ્છે છે. હું પણ આ બંને ટીમ વચ્ચે ફાઈનલ જોવા માગુ છું. આ ક્રિકેટર્સ, યુવાઓ અને બંને દેશ માટે સારું છે. જો હિંદુસ્તાન ટૂર્નામેન્ટની બહાર થઈ જશે તો તેમના દિલ તુટશે. તેઓ સારુ રમ્યા પણ મોડું રમ્યા. ચલો જોઈએ હવે આગળ શું થાય છે.

ભારતની સેમિફાઈનલની ચાવી અફઘાનિસ્તાન પાસે
T-20 વર્લ્ડ કપ 2021માં ન્યૂઝીલેન્ડે પોતાના ગ્રુપની છેલ્લી મેચ અફઘાનિસ્તાન સામે રમવાની છે. રવિવારે અબુ ધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં આયોજિત આ મેચ સામે ભારતીય ફેન્સની સૌથી વધારે આશા જોડાયેલી હશે. અફઘાનિસ્તાન જો ઉલટફેર કરવામાં સફળ રહેશે તો ભારતીય ટીમની સેમિફાઇનલમાં જવાની આશા વધારે મજબૂત થઈ જશે. પરંતુ, ન્યૂઝીલેન્ડ જો આ મેચ જીતી જશે તો વિરાટ બ્રિગેડની સફર અહીં સમાપ્ત થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...