NZએ 52 રનથી નામિબિયાને હરાવ્યું:ભારતની આશા પર લગભગ પાણી ફરી વળ્યું, NZની નેટ રન રેટમાં થયો ધરખમ વધારો

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુપર-12 મેચમાં નામિબિયાએ ન્યૂઝીલેન્ડ સામે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 4 વિકેટે 163 રન કર્યા હતા. જેના જવાબમાં નામિબિયાએ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 111 રન કર્યા હતા. ન્યૂઝીલેન્ડે 52 રનથી મેચ જીતી નેટ રન રેટ પણ વધારી દીધી છે. મેચનો લાઈવ સ્કોર જોવા માટે અહીં ક્લિક કરો....

અમારા નિષ્ણાત સુશીલ દોશી ઓલ ઈન્ડિયા રેડિયો માટે કોમેન્ટ્રી કરી રહ્યા છે....

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કિવી ટીમે સારી શરૂઆત કરી હતી. માર્ટિન ગુપ્ટિલ અને ડેરીલ મિશેલે ચાર ઓવરમાં 30 રન ઉમેર્યા હતા. અગાઉ આ જોડી નામિબિયા માટે ઘાતક સાબિત થઈ હોત, ડેવિડ વિઝે ગુપ્ટિલ (18)ને આઉટ કરીને ન્યુઝીલેન્ડને પહેલો ફટકો આપ્યો હતો. નામિબિયા માટે બીજી સફળતા બર્નાર્ડ શોલ્ટ્ઝે ડેરીલ મિશેલ (19)ને આપી હતી. ત્રીજી વિકેટ માટે ડેવોન કોનવે અને કેપ્ટન વિલિયમસને 35 બોલમાં 38 રનની ભાગીદારી કરીને ટીમને પાટા પર પાછી લાવી હતી. વિલિયમસન (28)ને આઉટ કરીને ઇરાર્ડ ઇરાસ્મસે આ ભાગીદારી તોડી હતી.

  • ડેવોન કોનવે પણ (17)ના સ્કોર પર રનઆઉટ થયો હતો.
  • કેન વિલિયમ્સને T20 ફોર્મેટમાં પોતાના 5500 રન પૂરા કર્યા.

બંને ટીમો-

  • ન્યૂઝીલેન્ડ: કેન વિલિયમસન (કેપ્ટન), ડેરીલ મિશેલ, માર્ટિન ગપ્ટિલ, ડેવોન કોનવે, ગ્લેન ફિલિપ્સ, જીમી નીશમ, મિચેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉદી, એડમ મિલ્ને, ટ્રેન્ટ બોલ્ટ.
  • નામિબિયા: સ્ટીફન બાર્ડ, જ્રેન ગ્રીન, ક્રેગ વિલિયમ્સ, ઇરાર્ડ ઇરાસ્મસ (C), ડેવિડ વિઝ, જેજે સ્મિત, કાર્લ બિર્કેનસ્ટોક, યાન નિકોલ લોફ્ટી ઇટન, રુબેન ટ્રમ્પેલમેન, માઇકલ વાન લિંગેન, બર્નાર્ડ શોલ્ટ્ઝ.
અન્ય સમાચારો પણ છે...