ટીમ ઈન્ડિયા માટે શરમજનક દિવસ:ICCની T-20 વર્લ્ડ કપ ટીમમાં એકપણ ભારતીય સામેલ નથી, PAKના બાબર આઝમને કેપ્ટન બનાવાયો

14 દિવસ પહેલા

T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની હાર બાદ ટીમ ઈન્ડિયાને વધુ એક શરમજનક દિવસનો સામનો કરવો પડી રહ્યો છે. ICCએ ટૂર્નામેન્ટ પૂરી થયા બાદ T20 વર્લ્ડ કપની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ-11ની જાહેરાત કરી દીધી છે. ICCએ આ ટીમમાં એક પણ ભારતીય ખેલાડીનો સમાવેશ કરાયો નથી.

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને ICC દ્વારા પોતાની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બાબરે T20 વર્લ્ડ કપમાં PAKને સેમિફાઇનલ સુધી પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન પણ કર્યા હતા. તેણે 6 મેચમાં 60.60ની એવરેજ અને 126.25ના સ્ટ્રાઈક રેટથી 303 રન કર્યા છે. બાબરે છ મેચમાં ચાર 50+ સ્કોર નોંધાવ્યો હતો.

ભારત સુપર-12થી આગળ વધી શક્યું નથી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાને ટૂર્નામેન્ટ જીતવા માટે ફેવરિટ માનવામાં આવી રહી હતી, પરંતુ ટીમે પોતાના પ્રદર્શનથી બધાને નિરાશ કર્યા હતા. પહેલી જ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. આ હારના દુખમાંથી આખો દેશ બહાર પણ નીકળી શક્યો નહતો કે બીજી જ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. જોકે, ત્યારપછી કોહલી એન્ડ કંપનીએ અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબિયાને હરાવ્યા પરંતુ સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી શક્યું નહીં.

ICC પેનલે ટીમ બનાવી
ઇયાન બિશપ, શેન વોટ્સન, નતાલી જર્મનોસ, પત્રકાર લોરેન્સ બૂથ અને પત્રકાર શાહિદ હાશ્મીની બનેલી ICC પેનલે આ ખેલાડીઓની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ માટે પરસ્પર પસંદગી કરી હતી.

ICC ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ
ડેવિડ વોર્નર, જોસ બટલર, બાબર આઝમ (C), ચરિથ અસલંકા, એડન માર્કરામ, મોઈન અલી, વાણિન્દુ હસરાંગા, એડમ ઝેમ્પા, જોશ હેઝલવુડ, ટ્રેન્ટ બોલ્ટ, એનરિક નોર્ત્યા.
12મો ખેલાડી - શાહીન શાહ આફ્રિદી

અન્ય સમાચારો પણ છે...