પાકિસ્તાન સામે કોહલી બની જાય છે વિરાટ:T-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ક્યારેય આઉટ થયો નથી કોહલી, 130નો છે સ્ટ્રાઈક રેટ

એક મહિનો પહેલા
  • આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી સૌથી મોટી મેચ પર સૌની નજર

ટી-20 વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે, પરંતુ વિશ્વભરના ચાહકોની નજર આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી સૌથી મોટી મેચ પર રહેલી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ભૂમિકા ખૂબ મહત્વની બનવાની છે. તેની પાછળનું મહત્વનું કારણ પાકિસ્તાન સામે કોહલીનો મજબૂત રેકોર્ડ છે. ખરેખર, પાકિસ્તાન સામે દર વખતે કોહલીનું વિરાટ સ્વરૂપ જોવા મળે છે.

ત્રણેય મેચોમાં નોટઆઉટ છે કોહલી
વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે કુલ ત્રણ મેચ રમી ચૂક્યો છે અને દરેક વખતે તે આઉટ થયા વિના જ મેદાન પરથી પાછો ફર્યો છે. એટલે કે ત્રણેય મેચમાં એક વખત પણ પાકિસ્તાની બોલર વિરાટની વિકેટ નથી લઈ શક્યો. આ દરમિયાન, ભારતીય કેપ્ટને 130 ના શાનદાર સ્ટ્રાઇક રેટ સાથે ત્રણ ઇનિંગ્સમાં કુલ 169 રન બનાવ્યા હતા અને તેના બેટથી બે અર્ધસદીઓ પણ ફટકારવામાં આવી હતી.

પાકિસ્તાન સામે શાનદાર બેટિંગ
માત્ર ટી-20 વર્લ્ડ કપ નહીં, પરંતુ ઓવરઓલ વિરાટનો રેકોર્ડ પાકિસ્તાન સામે બેમિસાલ રહ્યો છે. ટીમ ઈન્ડિયાનો આ આક્રમક ખેલાડીએ પાકિસ્તાન સામે 6 ટી-20 મેચ રમી છે અને 84.66ની સરેરાશ સાથે 254 રન બનાવવામાં સફળ રહ્યો છે. આ દરમિયાન કોહલીએ 6 ઈનિંગ્સમાં ત્રણ વખત 50+નો સ્કોર પણ બનાવ્યો છે. ખાસ વાત તે છે કે શ્રીલંકા (84.75)ના બાદ પાક એકમાત્ર એવી ટિમ છે જેની સામે કોહલી 80+ની સરેરાશ સાથે રન બનાવ્યા છે.

પાકિસ્તાને સાવધાન રહેવાની જરૂર
આ આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે પાકિસ્તાન સામે વિરાટ કોહલી કેટલા આક્રમક આંદાજમાં બેટિંગ કરે છે. એવામાં 24 ઓકટોબરે બાબર આજમ એન્ડ કંપની વિરાટથી સાવધાન રહેવાની પૂરી જરૂર રહેશે.

કેપ્ટન તરીકેનું છેલ્લું મિશન
ટી-20 વર્લ્ડ કપ શરૂ થવાથી પહેલા વિરાટ કોહલીએ તે સ્પષ્ટ કરી દીધું હતું કે આ ટુર્નામેંન્ટ બાદ તેઓ ટી-20 ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દેશે. એવામાં કેપ્ટન તરીકે કોહલી જરૂરથી આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરીને આ ટુર્નામેન્ટને પોતાના માટે યાદગાર બનાવવા માંગશે.

અન્ય સમાચારો પણ છે...