T20 વર્લ્ડ કપ:બુમરાહની બોલિંગ એક્શનને ફોલો કરે છે અફઘાનિસ્તાનનો નવીન-ઉલ-હક; બંનેની બોલિંગ એક્શન જુઓ વીડિયોમાં

યુએઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવીન-ઉલ-હકે 12 ટી-20 અને 7 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી છે

અફઘાનિસ્તાનનો બોલર નવીન-ઉલ-હક જસપ્રિત બુમરાહની જેમ બોલિંગ કરવાનો પ્રયાસ કરે છે. જો કે, તેને ભારત સામે સફળતા મળી ન હતી. નવીનની બોલિંગ એક્શન બુમરાહ જેવી જ છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બંને પેસરોની સ્ટાઈલને એક જ ફ્રેમમાં મૂકીને વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં બંનેના એંગલ બતાવવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોનું કેપ્શન આપતા ICCએ લખ્યું છે કે, એક સમાન, એક જેવુ, પરંતુ છતાં પણ અલગ. નવીન ભારત સાથેની મેચમાં ઘણો મોંઘો સાબિત થયો હતો. તેણે પોતાની ચાર ઓવરમાં એક પણ વિકેટ ન લઈ શક્યો અને 14.75ની ઈકોનોમીમાં 59 રન આપી દીધા. જ્યારે જસપ્રીત બુમરાહે આ મેચમાં ચુસ્ત બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરના સ્પેલમાં એક વિકેટ લીધી જેમાં તેણે 25 રન આપ્યા.

નવીને ટી-20માં અત્યાર સુધી 18 વિકેટ લીધી છે
23 વર્ષીય નવીન-ઉલ-હકે 12 ટી-20 અને 7 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેણે વનડેમાં 14 અને ટી20માં કુલ 18 વિકેટ ઝડપી છે. જસપ્રીત બુમરાહની વાત કરીએ તો તે ઘણો અનુભવી બોલર છે અને દુનિયામાં તેનો ડર પણ ગણાય છે. જસપ્રીત બુમરાહે 53 આંતરરાષ્ટ્રીય T20 મેચમાં કુલ 62 વિકેટ ઝડપી છે. બુમરાહે 67 વનડેમાં 108 અને 24 ટેસ્ટમાં 101 વિકેટ ઝડપી છે.

ભારતે અફઘાનિસ્તાનને 66 રને હરાવ્યું હતું
3 નવેમ્બરે અબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં રમાયેલી સુપર-12 મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 66 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે બે વિકેટના નુકસાને 210 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં 144/7 પર સમેટાઈ ગઈ હતી. આ મેચમાં રોહિત શર્મા અને લોકેશ રાહુલ વચ્ચે પ્રથમ વિકેટ માટે 140 રનની ભાગીદારી નોંધાઈ હતી. રોહિતે 47 બોલમાં 74 રન અને રાહુલે 48 બોલમાં 69 રન બનાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...