પ્રથમ જીત:નામીબિયાની વર્લ્ડ કપમાં સાત પરાજય પછી પ્રથમ જીત

અબુધાબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રૂપ-એની મેચમાં નામીબિયાએ નેધરલેન્ડ્સને 6 વિકેટે હરાવ્યું

ટી20 વર્લ્ડ કપમાં ગ્રૂપ-એની મેચમાં નામિબિયાએ નેધરલેન્ડ્સને 6 વિકેટે હરાવ્યું. આ કોઈ પણ વર્લ્ડ કપની તુલનામાં નામિબિયાનો પ્રથમ વિજય છે. ટીમે આ અગાઉ 2003 વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો અને બધી 6 મેચ હારી ગઈ હતી. આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં તેણે શ્રીલંકાને હરાવ્યું હતું.

નેધરલેન્ડ્સનો ટૂર્નામેન્ટમાં સળંગ બીજો પરાજય છે. પ્રથમ બેટિંગ કરતા નેધરલેન્ડ્સે 4 વિકેટે 164 રન બનાવ્યા હતા. ઓપનિંગ બેટ્સમેન મેક્સ ઓડોડે 70 રન બનાવ્યા હતા. તેણે પ્રથમ મેચમાં આયર્લેન્ડ સામે પણ અડધી સદી ફટકારી હતી. ઓડોડ મેન્સ ટી20 વર્લ્ડ કપની પોતાની પ્રથમ બે ઈનિંગ્સમાં અડધી સદી ફટકારનારો બીજો બેટ્સમેન બન્યો છે. 2007માં શ્રીલંકાના સનથ જયસૂર્યાએ આમ કર્યું હતું. જવાબમાં નામીબિયાના ટોપ-3 બેટ્સમેન સેટ થયા પછી પેવેલિયન પાછા ફર્યા હતા.

જોકે, કેપ્ટન ગેરહાર્ડ ઈરાસ્મસ અને ડેવિડ વીસે ચોથી વિકેટ માટે 51 બોલમાં 93 રરની ભાગીદારી કરી. 2016 ટી20 વર્લ્ડ કપમાં દ.આફ્રીકાની ટીમમાં રહેલા ઓલરાઉન્ડર વીસેએ 40 બોલમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 66 રન બનાવ્યા હતા. નામિબિયાએ 6 બોલ બાકી હતા ત્યારે લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું. ટીમે ટી20 ક્રિકેટમાં પ્રથમ વખત 150+ના લક્ષ્યનો પીછો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...