IND vs PAK મેચ:ટોસ હારવાથી 14 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા માટે 2007ના વર્લ્ડકપના સંયોગનું પુનરાવર્તન થયું

એક મહિનો પહેલા

દુબઈમાં ટી-20 વર્લ્ડકપ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચનો આરંભ થઈ ગયો છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ 14 વર્ષ બાદ પહેલી વાર પાકિસ્તાન સામે પ્રથમ બેટિંગ કરી છે.

2007 વર્લ્ડકપમાં પહેલા બેટિંગ કરી હતી
ટી-20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન અત્યાર સુધી 5 મેચ રમી ચૂક્યા છે, પરંતુ 2007ના ટી-20 વર્લ્ડકપમાં જ ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન સામે પ્રથમ બેટિંગ કરી હતી. તે વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રૂપ સ્ટેજમાં એક વખત અને ફાઈનલમાં બીજી વખત ટકરાયા હતા. ત્યારબાદ ટીમ ઇન્ડિયાએ બંને મેચમાં પ્રથમ બેટિંગ કરી હતી.

ત્યારે પણ પાકિસ્તાનના કેપ્ટને ટોસ જીત્યો હતો
2007માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજમાં ડરબનની પિચ પર મેચ થઈ હતી. તે મેચમાં પણ પાકિસ્તાનના કેપ્ટન શોએબ મલિકે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. તે મેચ ટાઈ રહી હતી અને બોલ આઉટમાં ભારતે મેચ પોતાના નામે કરી હતી.

14 વર્ષ બાદ પાક-સ્કોટલેન્ડ ઈન્ડિયના ગ્રુપમાં
આ ટી-20 વર્લ્ડ કપમાં બીજો સંયોગ ભારતીય ફેન્સને રોમાંચિત કરી શકે છે. ટી-20 વર્લ્ડ કપ 2007ના 14 વર્ષ બાદ પહેલી વાર પાકિસ્તાન અને સ્કોટલેન્ડ એક જ ગ્રૂપમાં છે અને બંને ટીમો ભારતના એક જ ગ્રૂપમાં રમી રહી છે. આ પહેલા 2007માં પણ ભારતીય ટીમ બંને ટીમો સાથે એક જ ગ્રૂપમાં હતી.

અન્ય સમાચારો પણ છે...