IND vs SCO T20 World Cup:કેએલ રાહુલે ભારત માટે બીજી સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી; અથિયા શેટ્ટીની પ્રતિક્રિયા થઈ વાઇરલ

યુએઇ24 દિવસ પહેલા
  • રાહુલની આ તોફાની ઇનિંગને એન્જોય કરવા તેની ગર્લફ્રેન્ડ અથિયા શેટ્ટી પણ હાજર હતી

T20 વર્લ્ડ કપ 2021માં ગ્રુપ-2ની મેચમાં સ્કોટલેન્ડનો ખરાબ રીતે પરાજય થયો હતો. બોલરોના સારા પ્રદર્શન બાદ કેએલ રાહુલે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બેટથી ચાહકોને દંગ કરી દીધા હતા. રાહુલે માત્ર 18 બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી, જે ઝડપી ક્રિકેટના વર્લ્ડ કપમાં ભારત માટે બીજી સૌથી ઝડપી અડધી સદી પણ હતી. રાહુલે 263.16ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા અને સ્કોટલેન્ડના બોલિંગ આક્રમણને ઉડાવી દીધું હતું. રાહુલની આ તોફાની ઇનિંગને એન્જોય કરવા તેની ગર્લફ્રેન્ડ અથિયા શેટ્ટી પણ પહોંચી હતી અને રાહુલની ફિફ્ટી પર આથિયાનું રિએક્શન સોશિયલ મીડિયા પર ઝડપી વાઇરલ થઈ રહ્યું છે.

વાઇરલ થઈ રહેલા ફોટોમાં અથિયા અશ્વિનની પત્ની રોહિત શર્મા સાથે ઊભેલી જોવા મળી રહી છે અને રાહુલની બેટિંગની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે. રાહુલની પોતાની અડધી સદી પૂરી કરવા પર અથિયા તાળીઓ પાડતી અને બંને હાથ ઊંચા કરીને પોતાની ખુશી વ્યક્ત કરતી જોવા મળે છે. રાહુલે પોતાની વિસ્ફોટક ઇનિંગમાં માત્ર 19 બોલનો સામનો કરતાં 50 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 6 ચોગ્ગા અને ત્રણ આકાશી સિક્સર ફટકારી હતી. રાહુલની ઈનિંગના આધારે ટીમ ઈન્ડિયાને સ્કોટલેન્ડ તરફથી 86 રનનો ટાર્ગેટ માત્ર 6.3 ઓવરમાં મળી ગયો હતો. રાહુલની આ અડધી સદી પણ આ ટૂર્નામેન્ટની સૌથી ઝડપી અડધી સદી છે.

તમને જણાવી દઈએ કે રાહુલ અને અથિયા શેટ્ટી ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને બંને સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટ પર કોમેન્ટ કરતા જોવા મળે છે. T20 વર્લ્ડ કપમાં કપમાં ભારત માટે રાહુલના બેટે અત્યારસુધી સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 4 મેચમાં 153.85ની શાનદાર સ્ટ્રાઈક રેટથી 140 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે બે અડધી સદી પણ ફટકારી છે.

અન્ય સમાચારો પણ છે...