મોટા ખેલાડીની જગ્યાએ યુવાઓને તક આપો:BCCIને કપિલ દેવની સલાહ, ટીમને યંગ બ્લડની જરુરત

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અત્યાર સુધી ખૂબ જ કંગાળ રહ્યું છે. ભારતીય ટીમ અત્યાર સુધી બે મેચ રમી ચૂકી છે અને બંને મેચ હારી ગઈ છે. આ કારણે ટીમની ઘણી ટીકા થઈ રહી છે.

ટીમના પ્રદર્શનથી ઘણા દિગ્ગજો પણ ખૂબ નિરાશ છે. ટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શનને કારણે પૂર્વ કેપ્ટન કપિલ દેવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો ટીમના મોટા ખેલાડીઓ સારું પ્રદર્શન નથી કરી રહ્યા તો તેમને ટીમમાંથી બહાર કરી દો અને યુવાનોને તક આપો.

હવે ટીમ ઈન્ડિયાએ પોતાની ત્રણેય મેચ જીતવી પડશે અને સેમિ ફાઈનલમાં પ્રવેશવા માટે અન્ય ટીમોના પરિણામો પર આધાર રાખવો પડશે.

સેમીફાઈનલમાં પહોંચવા માટે બિજા દેશ પર નિર્ભર રહેવું શરમજનક
કપિલ દેવે કહ્યું જો આપણે વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં પહોંચવા માટે અન્ય ટીમો પર આધાર રાખીએ તો તે શરમજનક છે. જો તમે વર્લ્ડ કપ જીતવા માગો છો અથવા સેમિ ફાઈનલમાં પહોંચવા માંગો છો, તો જાતે જ ત્યાં પહોંચવું પડે. તે વધુ સારું છે કે આપણે અન્ય ટીમો પર આધાર ન રાખીએ. હું માનું છું કે ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારોએ મોટા નામો અને મોટા ખેલાડીઓનું ભવિષ્ય નક્કી કરવું પડશે.

યુવાનોને તક આપો
તેમણે વધુમાં કહ્યું કે BCCIએ એવું વિચારવાની જરૂર છે કે IPLમાં જે યુવાનો સારું પ્રદર્શન કરી રહ્યા છે. તેમને તક આપવાનો સમય આવી ગયો છે. આપણે વિચારવું પડશે કે આપણે આગામી પેઢીને કેવી રીતે સુધારી શકીએ.

આપણા યુવા ખેલાડીઓ હારે તેમાં કંઈ ખોટું નથી. તેમને અનુભવ મળશે. જો મોટા ખેલાડીઓ હવે પ્રદર્શન કરી શકશે નહીં અને આટલું ખરાબ ક્રિકેટ રમી રહ્યા છે તો કોઈપણ સંજોગોમાં તેની ટીકા કરવામાં આવશે. મને લાગે છે કે બીસીસીઆઈએ હસ્તક્ષેપ કરવા અને વધુ યુવાનોને ટીમમાં લાવવા વિશે વિચારવાની જરૂર છે.

ટીમ ઇન્ડિયાના ઘણા મોટા ખેલાડીઓએ અત્યાર સુધી રમાયેલી બંને મેચમાં સારો દેખાવ કર્યો નથી. કેએલ રાહુલ, રોહિત શર્મા, હાર્દિક પંડયા, મોહમ્મદ શમી, રિષભ પંત હજુ સુધી કોઈ છાપ છોડી નથી. વિરાટ કોહલી પાકિસ્તાન સામે ચાલ્યો હતો પરંતુ ન્યૂઝીલેન્ડ સામે કઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો.

અન્ય સમાચારો પણ છે...