ટી20 વર્લ્ડ કપ 2021:આયર્લેન્ડનો કેમ્ફર ચાર બોલમાં ચાર વિકેટ લેનારો ચોથો બોલર બન્યો

અબુ ધાબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આયર્લેન્ડે નેધરલેન્ડને 7 વિકેટે હરાવી ટૂર્નામેન્ટની શરૂઆત કરી

ટી20 વર્લ્ડ કપ 2021ની ત્રીજી મેચમાં આયર્લેન્ડે નેધરલેન્ડને 7 વિકેટે હરાવ્યું. આ ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આયર્લેન્ડનો ચોથો અને 2014 પછી પ્રથમ વિજય છે. આયર્લેન્ડના ફાસ્ટ બોલર કેમ્ફર 10મી ઓવરમાં સળંગ ચાર બોલ પર ચાર વિકેટ સાથે આ સિદ્ધિ મેળવનારો દુનિયાનો ત્રીજો બોલર બની ગયો છે.

આ અગાઉ શ્રીલંકાના લસિથ મલિંગાએ વન-ડે અને ટી20, જ્યારે અફઘાનિસ્તાનના રાશિદ ખાને ટી20માં આમ કર્યું હતું. આ ટી20 વર્લ્ડ કપની બીજી હેટ્રિક હતી. 2007માં બ્રેટ લીએ બાંગ્લાદેશ સામે ત્રણ બોલમાં ત્રણ વિકેટ લીધી હતી.

કેમ્પર ટી20માં હેટ્રિક લેનારો આયર્લેન્ડનો પ્રથમ બોલર બન્યો છે. પ્રથમ રમતા નેધરલેન્ડની ટીમે 106 રન બનાવ્યા હતા. ટીમના 5 બોલર પોતાના પ્રથમ બોલે જ આઉટ થઈ ગયા હતા. જે ટી20 ઈન્ટરનેશનલનો રેકોર્ડ છે.

મેન ઓફ ધ મેચ કેમ્પરે ચાર અને માર્ક અડાયરે ત્રણ વિકેટ લીધી હતી. આયર્લેન્ડની ટીમે 16મી ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું. પોલ સ્ટર્લિંગે અણનમ 30 અને ડેલનીએ 44 રન બનાવ્યા હતા.

પ્રેક્ટિસ મેચ : પાકે. ડિફેન્ડિંગ ચેમ્પિયન વિન્ડિઝને 27 બોલ બાકી રહેતા હરાવ્યું
પાકિસ્તાને પ્રેક્ટિસ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટઈન્ડીઝને 7 વિકેટે હરાવ્યું છે. વિન્ડીઝની ટીમે 7 વિકેટે 130 રન બનાવ્યા હતા. હેટમાયરે 28 અને કેપ્ટન પોલાર્ડે 23 રન બનાવ્યા હતા. ગેલના બેટમાંથી 30 બોલમાં 20 રન જ નીકળ્યા. પાક માટે શાહીન, હસ અને હરિસે 2-2 વિકેટ લીધી હતી. પાકિસ્તાને 27 બોલ બાકી હતા ત્યારે 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું. બાબરે અડધી સદી ફટકારી. ફખર જમાને 24 બોલમાં અણનમ 46 રન બનાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...