ઈન્ડિયન ટીમ ટૂર્નામેન્ટની ફેવરિટ:ઈન્ઝમામ-ઉલ-હકે કહ્યું- કોહલી એન્ડ કંપની આ ટૂર્નામેન્ટની વિસ્ફોટક ટીમ; વર્લ્ડ કપ જીતવાની પણ પ્રબળ દાવેદાર

એક મહિનો પહેલા

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકનું માનવું છે કે વિરાટ કોહલીના નેતૃત્વવાળી ટીમ ઇન્ડિયા T-20 વર્લ્ડ કપ જીતવા માટે મજબૂત દાવેદાર છે, કારણ કે UAE અને ઓમાનમાં રમવાના અનુભવથી ભારતને ફાયદો થશે. ઇન્ઝમામે પોતાની યુટ્યૂબ ચેનલ પર કહ્યું હતું કે ટૂર્નામેન્ટમાં એમ ના કહી શકાય કે કઈ ટીમ ચોક્કસપણે આ ખિતાબ જીતશે, પરંતુ સંજોગોના આધારે એ નક્કી કરી શકાય છે કે કઈ ટીમ આને જીતવાની પ્રબળ દાવેદાર છે. મને લાગે છે કે ભારત પાસે આ ટૂર્નામેન્ટ જીતવાની અન્ય ટીમો કરતાં વધુ તકો છે, કારણ કે તેમની પાસે T-20 ફોર્મેટના અનુભવી ખેલાડીઓ છે.

વિશ્વની સૌથી વિસ્ફોટક ટીમ
ઇન્ઝમામે કહ્યું હતું કે વિરાટ કોહલીને બેટિંગ કરવાની જરૂર નહોતી, જ્યારે ભારત પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 153 રનને ચેઝ કરી કરી રહ્યા હતા. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ઈન્ડિયન ટીમના બેટર કેટલા વિસ્ફોટક છે.

ભારત-પાકની મેચ ફાઇનલ સમાન
ઈન્ઝમામે આ મેચ અંગે વધુમાં જણાવ્યું હતું કે આ ફાઇનલ મેચ પહેલાં રમાઈ રહેલો એક મહાસંગ્રામ છે. આ બંને ટીમ વચ્ચે સુપર-12માં રમાઈ રહેલી મેચ વર્લ્ડ કપ ફાઇનલ જેવી રહેશે. ભારત અને પાકિસ્તાને જેવી રીતે 2017 ચેમ્પિયન્સ ટ્રોફીમાં શરૂઆતની અને છેલ્લી ફાઇનલ મેચ રમી ટૂર્નામેન્ટને સમાપ્ત કરી હતી. એવામાં આ બંને મેચ ફાઇનલ સમાન રહી હતી.

ભારતે બંને વોર્મઅપ મેચ જીતી
ભારતે 24 ઓક્ટોબરે પાકિસ્તાન વિરુદ્ધ સુપર-12માં પોતાની પહેલી મેચ રમવાની છે. આની પહેલાં ભારતે બંને વોર્મઅપ મેચમાં જીત મેળવી છે. તેણે 18 ઓક્ટોબરે ઇંગ્લેન્ડને 7 વિકેટથી તથા બીજી વોર્મઅપ મેચમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવી હતી.

ભારતીય ટીમની આ વર્લ્ડ કપ હોસ્ટ રહેશે
કોરોના મહામારીને કારણે ભારતની જગ્યાએ UAEમાં આ ટૂર્નામેન્ટ આયોજિત કરાઈ છે, પરંતુ આને BCCI જ હોસ્ટ કરશે.

અન્ય સમાચારો પણ છે...