ક્રિકેટની દુનિયાનો સૌથી રોમાંચક મુકાબલો:ભારત-પાક. મેચનું ટિકિટ વેઈટિંગ 30 મિનિટમાં 13 હજાર, દુબઈની હોટલ-રેસ્ટોરન્ટના બુકિંગ ફુલ

દુબઈએક મહિનો પહેલાલેખક: દુબઈથી ભાસ્કર માટે શાનીર એન સિદ્દીકી
  • કૉપી લિંક

ભારત-પાકિસ્તાન ક્રિકેટ ટીમો વચ્ચે 24 ઓક્ટોબરે યુએઈમાં ટી-20 વર્લ્ડ કપની મેચ રમાશે. હાલ બંને દેશમાં સૌથી વધુ ચર્ચા આ મેચની જ છે. ભારત કે પાકિસ્તાનના સામાન્ય મજૂરથી લઈને ધનવાનો સુધી ક્રિકેટ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે.

આશ્ચર્યની વાત એ છે કે, આ મેચ માટે દુબઈમાં બંને દેશમાં રહેતા લોકોએ જ નહીં, અમેરિકા-કેનેડામાં રહેતા ભારતીયો-પાકિસ્તાનીઓએ પણ ટુર પેકેજ ખરીદ્યા છે. શરૂઆતની 30 મિનિટમાં જ આ મેચની ટિકિટોનું વેઈટિંગ 13 હજાર થઈ ગયું હતું. એટલું જ નહીં,

કેટલાક પ્લેટફોર્મ પર તો આ ટિકિટો ચારથી પાંચ ગણા ભાવે વેચાઈ રહી છે.
મિ. ક્રિકેટ યુએઈના નામે મશહૂર ડેન્યુબ ગ્રૂપના વાઈસ ચેરમેન અનીસ સાજને લકી ડ્રો કરીને પોતાના 100 કર્મચારીને મેચની ટિકિટો આપી છે કારણ કે, તે પોતાના કર્મચારીઓનું લાઈવ મેચ જોવાનું સપનું પૂરું કરવા માંગતા હતા.

તેઓ કહે છે કે, જે લોકો મેચ જોવા સ્ટેડિયમ નહીં જઈ શકે, તેમના માટે કંપનીએ સાથે મેચ જોવાની વ્યવસ્થા પણ તૈયાર કરી છે. દુબઈની જાણીતી ટ્રાવેલ કંપની દાદાભાઈના સુપરવાઈઝર એલિડસ કહે છે કે, અમે મેચની ટિકિટની સાથે એક સાત સ્ટે ધરાવતા 500 પેકેજ જારી કર્યા હતા, જે તમામ બુક થઈ ગયા.

બીજી તરફ, અહીંની તમામ હોટલો પણ બુક થઈ ગઈ છે, જ્યારે રેસ્ટોરન્ટોએ પણ ક્રિકેટ પ્રવાસીઓને આકર્ષવા નવા મેન્યૂ જાહેર કર્યા છે. હોટલ-રેસ્ટોરન્ટના કૂકે સેન્ચુરી પેક, હાફ સેન્ચુરી પેક, ફિક્સ ઓવર જેવા મેન્યૂ જાહેર કર્યા છે. ફૂડ ડિલિવરી માટે પણ નવા પેકેજ જાહેર થયા છે, જેથી લોકો ઘરે બેસીને તેમના ફૂડનો સ્વાદ માણી શકે.

10 સેકન્ડની એડ.ના 25થી 30 લાખ રૂપિયા
ટી-20 વર્લ્ડ કપના લાઈવ બ્રોડકાસ્ટિંગ પાર્ટનર 24 ઓક્ટોબરે રમાનારી મેચના 10-10 સેકન્ડના સ્લોટ રૂ. 25થી 30 લાખમાં વેચી રહ્યા છે. ભારતીય ટેલિવિઝન પર સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ દરમિયાન પ્રસારિત એડનો આ સૌથી ઊંચો ભાવ છે. આ સ્લોટનો ભાવ સામાન્ય રીતે રૂ. 9.5 લાખ જેટલો હોય છે. સ્ટારે સ્ટાર સ્પોર્ટ્સ સાથે રૂ. 900 કરોડ અને ડિઝની-હોટસ્ટાર સાથે રૂ. 275 કરોડની ડીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...