ઈન્ડિયાની બેટિંગનું એનાલિસિસ:સતત ખરાબ શોટ રમીને આઉટ થયા ઈન્ડિયન બેટ્સમેન, કોઈ બેટરમાં જવાબદારીની સાથે કોઈ તૈયારી ન દેખાઈ

10 મહિનો પહેલા

ટી-20 વર્લ્ડ કપ 2021માં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પોતાની બીજી મેચ રમી. જેમાં ટોસ હારીને ભારતને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે માત્ર 110 રન બનાવ્યાં. ભારત માટે કોઈ પણ બેટ્સમેન સારી ઈનિંગ રમી શક્યો નહોતો. રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 26 રન બનાવ્યા હતા. ટ્રેન્ટ બોલ્ટે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. અહીં અમે ભારતીય બેટ્સમેનોએ શું ભૂલ કરી તે સમજાવી રહ્યા છીએ, જેના કારણે ટીમ ઈન્ડિયા મોટો સ્કોર ઉભો ન કરી શકી.

ટીમ ઈન્ડિયાના ઓપનર્સ ફરીથી નિષ્ફળ રહ્યા હતા
ટીમ ઈન્ડિયાના ઓપનર્સ ફરીથી નિષ્ફળ રહ્યા હતા

ઓપનર ફરીથી નિષ્ફળ
ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતીય ઓપનિંગ જોડી ફ્લોપ રહી હતી. ઇશાન કિશન આઠ બોલમાં ચાર રન બનાવીને આઉટ થયો હતો જ્યારે લોકેશ રાહુલ 16 બોલમાં 18 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ મેચમાં પાવરપ્લેમાં મોટો સ્કોર કરવો જરૂરી હતો, પરંતુ ભારતીય ટીમે પાવરપ્લેમાં માત્ર 35 રન જ બનાવ્યા હતા. રોહિત શર્માએ પણ 13 રનનું યોગદાન આપ્યું હતું. ભારતની પહેલી વિકેટ પડી ત્યારે ટીમ ઈન્ડિયાએ 17 બોલમાં 11 રન બનાવ્યા હતા. વિરાટે મેચમાં રોહિતને બદલે ઇશાન કિશન સાથે ઈનિંગની શરૂઆત કરી હતી, પરંતુ તેનો આ પ્લાન ફ્લોપ રહ્યો હતો અને ઇશાન સસ્તામાં આઉટ થયો હતો.

ઈન્ડિયન બેટ્સમેનોનું શોટ સિલેક્શન તદ્દન ખરાબ
ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતીય બેટ્સમેનો ખોટા શોટ રમીને આઉટ થઈ ગયા હતા. આ પીચ પર બેટ પર રોકાઈને આવે છે અને સિક્સર ફટકારવાને બદલે ગેપમાં શોટ રમવો જરૂરી છે, પરંતુ ભારતીય બેટ્સમેનો આમ કરી શક્યા ન હતા. પાવરપ્લેમાં માત્ર બે જ ખેલાડીઓ 30 યાર્ડમાંથી બહાર છે, પરંતુ ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેનોએ ગેપમાં શોટ ફટકારવાને બદલે બાઉન્ડ્રી પર ઉભેલા ખેલાડીઓના હાથમાં બોલ પકડાવ્યો હતો. રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ બેજવાબદાર શોટ સાથે આઉટ થયા હતા.

રોહિત શર્માને જીવનદાન મળ્યા બાદ પણ મોટો સ્કોર કરી ન શક્યો
રોહિત શર્માને જીવનદાન મળ્યા બાદ પણ મોટો સ્કોર કરી ન શક્યો

કોઈ પણ પ્રકારની તૈયારી કર્યા વગર ઉતરી ઈન્ડિયન ટીમ
મેચ પહેલા જ ઈશ સોઢીને ભારતીય ટીમ માટે મોટું જોખમ માનવામાં આવતું હતું અને તેજ થયું. તેણે ભારતના સૌથી અનુભવી અને મહત્વપૂર્ણ ખેલાડીઓની વિકેટ લીધી હતી. વિરાટ કોહલી અને રોહિત શર્મા તેના બોલમાં નબળા શોટ રમીને આઉટ થયા હતા. આ પહેલા પાકિસ્તાન સામેની મેચમાં પણ આવું જ કંઈક બન્યું હતું. આ મેચમાં ભારતીય બેટ્સમેનો માટે શાહીન આફ્રિદી પહેલેથી જ ખતરનાક માનવામાં આવતો હતો અને તેણે જ રોહિત અને રાહુલની વિકેટ લીધી હતી. આ દર્શાવે છે કે ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં વિરોધી ટીમના બોલરો સામે કોઈ યોજના બનાવ્યા વગર ઉતરે છે.

શાર્દુલ ઠાકુર શૂન્ય રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો
શાર્દુલ ઠાકુર શૂન્ય રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો

ડોટ બોલે મુશ્કેલીઓમાં વધારો કર્યો
આ ટુર્નામેન્ટમાં વેસ્ટ ઈન્ડિઝ જેવી ટીમ અગાઉ વધુ ડોટ બોલ રમીને પરેશાન થઈ ગઈ હતી અને ભારતીય ખેલાડીઓએ આ મેચમાં મોટા મેદાનનો ફાયદો ઉઠાવવાની જરૂર હતી. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ભારતીય બેટ્સમેનો મિડલ ઓવરમાં અમુક બોલમાં બે રન મારીને ટીમનો સ્કોર આગળ વધારશે. જોકે મેચમાં આવું બન્યું નહોતું. રોહિત અને વિરાટ જેવા બેટ્સમેનો ભાગવાને બદલે અનેક ડોટ બોલ રમ્યા હતા અને બાદમાં મોટા છગ્ગા ફટકારવાનો પ્રયાસ કરતાં આઉટ થયા હતા. ભારત વિરુદ્ધ સેન્ટનરે ચાર ઓવરમાં માત્ર 15 રન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...