IND v/s AUS, વોર્મ અપ મેચ:હાર્દિકે સિક્સ મારી ઈન્ડિયન ટીમને મેચ જિતાડી, ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવ્યું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

બીજી વોર્મ અપ મેચમાં ઈન્ડિયન ટીમે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવી દીધું છે. આ મેચમાં ટોસ જીતી પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 152/5નો સ્કોર કર્યો હતો. જેમાં ટીમ માટે સ્ટીવ સ્મિથે 57 રનની ઈનિંગ રમી હતી તો બીજી બાજુ ઈન્ડિયન ટીમના સ્પિનર અશ્વિને 2 વિકેટ ઝડપી હતી.

153 રનના ટાર્ગેટને ચેઝ કરતા ટીમ ઈન્ડિયાએ શાનદાર બેટિંગ કરીને 17.5 ઓવરમાં 8 વિકેટથી આ મેચ જીતી લીધી હતી. હાર્દિક પંડ્યાએ સિક્સ મારીને ટીમને આ મેચ જિતાડી હતી. જેમાં તેણે 8 બોલમાં 14 અને સૂર્યકુમારે 27 બોલમાં 38* રનની ઈનિંગ રમી હતી. આની પહેલા ઈન્ડિયન ટીમે પહેલી વોર્મ અપ મેચમાં ઇંગ્લેન્ડને 7 વિકેટથી હરાવ્યું હતું.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી

ટીમ કોમ્બિનેશન સામે દરેકની નજર
ઇંગ્લેન્ડ વિરૂદ્ધની મેચમાં ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડી ફ્લોપ રહ્યા હતા. વળી બીજી બાજુ ઈશાન કિશને વિસ્ફોટક બેટિંગ કરીને સિલેક્ટર્સને મુંઝવણમાં મુકી દીધા છે. આ મેચમાં રવિ અશ્વિને પણ સારી બોલિંગ કરી હતી, તેણે ભલે એકપણ વિકેટ નહોતી લીધી પરંતુ ઓછા રન આપીને વિપક્ષી ટીમને મુશ્કેલીમાં મૂકી હતી. તેવામાં વિરાટ કોહલી આ ડ્રેસ રિહર્સલની મેચમાં પોતાના ગેમ ચેન્જર ખેલાડીને ફોર્મમાં પરત લાવવા બેટિંગ-બોલિંગ કોમ્બિનેશન પસંદ કરી શકે છે.

ઓસ્ટ્રેલિયા પણ ફોર્મમાં છે
ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો તેના મોટાભાગના ખેલાડી ફોર્મમાં છે. ખાસ કરીને ગ્લેન મેક્સવેલથી ઈન્ડિયન ટીમે બચીને રહેવાની જરૂર છે. મેક્સવેલે IPL ફેઝ-2ની 8 મેચમાં 290 રન કર્યા છે. વળી ન્યૂઝીલેન્ડ સામેની વોર્મ અપ મેચમાં પણ કેન રિચર્ડસને 3 અને એડમ ઝેમ્પાએ 2 વિકેટ લીધી હતી.

જોકે ટીમ માટે ડેવિડ વોર્નરનું ફોર્મ મુશ્કેલીનું કારણ બની શકે છે. કીવી ટીમ સામે તે 0 રનના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. વળી IPL ફેઝ-2માં પણ તેણે 2 મેચમાં માત્ર 2 રન જ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...