પનોતીએ પણ ન બચાવ્યા?:ભારતે 111 રનનો નેલ્સન નંબર ટાર્ગેટ NZને આપ્યો છતાં મેચ ગુમાવી, જાણો એનો ઈતિહાસ સહિત ક્રિકેટ સાથેના સંબંધની વિગતવાર માહિતી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ મેચમાં ઈન્ડિયન બેટર ફરી એકવાર ખરાબ પ્રદર્શન દાખવ્યું હતું. વિરાટસેનાએ આ મેચમાં કીવી ટીમ સામે 111 રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. ન્યૂઝીલેન્ડે આને સરળતાથી ચેઝ કરી 8 વિકેટથી મેચ જીતી લેતા ઈન્ડિયન ટીમનો સેમિફાઇનલનો માર્ગ લગભગ સમાપ્ત કરી દીધો છે. તેવામાં શું તમને ખબર છે કે ક્રિકેટ જગતમાં 111ને પનોતી સમાન નેલ્સન નંબર કેમ કહેવાય છે? વિરાટ સેનાના અત્યારે એટલા નસીબ ખરાબ છે કે નેલ્સન નંબરની પનોતી પણ આ મેચ બચાવી શકી નહોતી અને કીવી ટીમે સરળતાથી મેચ જીતી લીધી હતી. તો ચલો આપણે આ નંબર પાછળના ગણિત પર વિગતવાર માહિતી મેળવીએ.....

નેલ્સન નંબરનું નામ એડમિરલ નેલ્સનના નામ પરથી રાખવામાં આવ્યું છે. ક્રિકેટ જગતમાં પહેલા એવું કહેવામાં આવતું હતું કે નેલ્સન માત્ર એક આંખ, એક હાથ અને એક પગ વાળો શખસ હતો, પરંતુ એવું નહોતું. નેલ્સનના બંને પગ સુરક્ષિત હતા. જોકે 2 અલગ-અલગ દુર્ઘટનામાં તેણે પોતાની આંખ અને એક હાથ જરૂર ગુમાવી દીધો હતો. ક્રિકેટમાં 111 સંખ્યાને પનોતી માનવામાં આવે છે.

ન્યૂઝીલેન્ડે સરળતાથી આ મેચ જીતી
ઘણા ખેલાડીઓ, અમ્પાયર અને ફેન્સ એવું માને છે કે આ સ્કોરમાં મોટાભાગની વિકેટ પણ પડે છે અથવા ઘણી ટીમો ફસાઈ જાય છે. 111 નંબરની સાથે જ 222 અને 333 જેટલી સંખ્યાઓને ડબલ નેલ્સન અને ટ્રિપલ નેલ્સન પણ કહેવાય છે. આ જ કારણોસર એવું અનુમાન લગાવાઈ રહ્યું હતું કે 111નો સ્કોર ચેઝ કરતા સમયે ન્યૂઝીલેન્ડના નસીબ પણ ખરાબ થઈ શકે છે અને આ ટીમ લો સ્કોર ચેઝ કરતા હારનો સામનો કરી શકે છે. જોકે એવું થયું નહીં અને ન્યૂઝીલેન્ડે સરળતાથી આ મેચ જીતી લીધી હતી. જોકે વિરાટ સેનાને આ ટૂર્નામેન્ટમાં નેલ્સન નંબર પણ બચાવી ના શક્યો અને ટીમની સેમિફાઇનલ રેસ લગભગ સમાપ્ત થઈ ચૂકી છે.

ફાઇલ ફોટો
ફાઇલ ફોટો

કોણ હતો નેલ્સન? જાણો તેનો સમગ્ર ઈતિહાસ
નેલ્સન એક યોદ્ધા હતો, જેણે સમુદ્રમાં ઘણા યુદ્ધ જીત્યા હતા. પરંતુ એકવાર એક વિસ્ફોટક પદાર્થ તેની સામે આવીને પડ્યો. આના કારણે નેલ્સન સામે રાખેલી રેતીની કોથળીમાં વિસ્ફોટ થયો અને તેની જમણી આંખમાં ખૂંચી ગયો હતો. આ દુર્ઘટનાને કારણે તેને હંમેશ માટે આ આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારપચી એક મસ્કેટ બોલ તેના જમણા હાથમાં વાગ્યો અને તેને હાથ પણ ગુમાવાનો વારો આવ્યો હતો. જોકે તેના બંને પગ સુરક્ષિત હતા અને આ એક ખોટી ધારણા છે કે નેલ્સન માત્ર એક આંખ, એક હાથ અને એક પગવાળો શખસ હતો.

અમ્પાયર ડેવિડ શેફર્ડની તસવીર, તે નેલ્સન નંબર સ્કોર દરમિયાન એક પગે ઊભા રહી ગયા હતા તે દરમિયાનની તસવીર
અમ્પાયર ડેવિડ શેફર્ડની તસવીર, તે નેલ્સન નંબર સ્કોર દરમિયાન એક પગે ઊભા રહી ગયા હતા તે દરમિયાનની તસવીર

ક્રિકેટ જગતમાં નેલ્સન સાથે જોડાયેલો ઈતિહાસ
અમ્પાયર ડેવિડ શેફર્ડ નેલ્સન નંબરમાં જ્યારે સ્કોર પહોંચે ત્યારે વિચિત્ર રીતે હોપ કરતા હતા અને કૂદકા મારવા લાગતા હતા. રસપ્રદ વાત તો એ હતી કે દર્શકોને પણ તેમનો આ અંદાજ પસંદ આવતો હતો અને ડેવિડને આવું કરવા મુદ્દે સંપૂર્ણ સમર્થન કરતા હતા. ઘણા લોકો નેલ્સનનો અર્થ પોતાની રીતે કાઢતા હોય છે. કેટલાક લોકો આને 'એક હાથ, એક પગ અને એક આંખ વગેરે'ના રૂપે પરિભાષિત કરે છે.

વર્ષ 2011માં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચમાં 11 વાગીને 11 મિનિટ પર દ.આફ્રિકન ટીમને જીતવા માટે 111 રનની જરૂર હતી. આ સમયે દર્શકો સિવાય અમ્પાયર ઈયાન ગોલ્ડે પણ ડેવિડ શેપર્ડની જેમ હોપ અને જંપ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...