IND v/s સ્કોટલેન્ડની મેચ તસવીરોમાં:શમી પિચ પર મોજા કાઢવા લાગ્યો, હાર્દિકને બેટિંગ કરવાની તક ન મળતા નારાજ!; 81 બોલ પહેલા મેચ જીતી

એક મહિનો પહેલા

ઈન્ડિયન ટીમે ઓલરાઉન્ડ પ્રદર્શન દાખવી સ્કોટલેન્ડને એક તરફી મેચમાં 8 વિકેટથી હરાવ્યું છે. આ મેચ દરમિયાન ભારતની 39 બોલમાં જીત સાથે અન્ય ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બોલિંગ દરમિયાન શમી શૂઝ કાઢી મોજા એડજસ્ટ કરતો હોય તેવો ફોટો વાઈરલ થયો હતો. એટલું જ નહીં હાર્દિક પંડ્યાની આ મેચમાં બેટિંગ ન આવતા નિરાશ થઈ ગયો તેવા હાવભાવ સામે આવતા દર્શકોનું ધ્યાન આકર્ષિત થયું હતું. તો ચલો આપણે આ રોમાંચક મેચના આવા જ કેટલાક રસપ્રદ કિસ્સા પર તસવીરો દ્વારા નજર ફેરવીએ....

ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા સ્કોટલેન્ડની ટીમ 85 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં રવીંન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીએ 3-3 વિકેટ લીધી હતી. વિરાટ સેનાએ નેટ રન રેટ વધારવા 6.3 ઓવર (39 બોલ)માં 2 વિકેટે સ્કોર ચેઝ કરી લીધો હતો.

  • ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડના નેટ રન રેટથી ઉપર જવા માટે ભારતને 43 બોલમાં મેચ જીતવી જરૂરી હતી.
  • રોહિત અને રાહુલની ઓપનિંગ જોડીએ પહેલી 5 ઓવરમાં 70 રન કરી જીતનો પાયો નાંખ્યો હતો.
  • ત્યારપછી વિરાટ-સૂર્યકુમારે માત્ર 6.3 ઓવર (39 બોલ)માં ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. એટલે કે ભારતે 81 બોલ પહેલા મેચ જીતી લીધી હતી.
  • કેએલ રાહુલે આ T20 વર્લ્ડ કપની સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી હતી, તેણે 18 બોલમાં 50 રનનો પડાવ પાર કર્યો હતો. વળી આની સાથે જ રાહુલની આ ફિફ્ટી T20 વર્લ્ડ કપની ચોથી સૌથી ઝડપી અર્ધસદી છે.

IND v/s સ્કોટલેન્ડની મેચ તસવીરોમાં....

મેચ પહેલા દુબઈની પિચની તસવીર
મેચ પહેલા દુબઈની પિચની તસવીર
નેટ રન રેટ વધારવા માટે ઈન્ડિયન ટીમ પ્રેક્ટિસ સેશનમાં ગેમ પ્લાન બનાવતી હોવાનું અનુમાન
નેટ રન રેટ વધારવા માટે ઈન્ડિયન ટીમ પ્રેક્ટિસ સેશનમાં ગેમ પ્લાન બનાવતી હોવાનું અનુમાન
33મા જન્મ દિવસે વિરાટ કોહલીએ ટોસ જીતી અને પહેલા બોલિંગ પસંદ કરવાનો નિર્ણય લીધો હતો.
33મા જન્મ દિવસે વિરાટ કોહલીએ ટોસ જીતી અને પહેલા બોલિંગ પસંદ કરવાનો નિર્ણય લીધો હતો.
મેચની શરૂઆત પહેલા કેપ્ટન કોહલી સહિત તમામ ખેલાડીએ બ્લેક લાઈવ્સ મેટર અભિયાનને ઘૂંટણીયે બેસી સમર્થન આપ્યું હતું.
મેચની શરૂઆત પહેલા કેપ્ટન કોહલી સહિત તમામ ખેલાડીએ બ્લેક લાઈવ્સ મેટર અભિયાનને ઘૂંટણીયે બેસી સમર્થન આપ્યું હતું.
જસપ્રીત બુમરાહે કોટઝરને ક્લિન બોલ્ડ કરી ઈન્ડિયન ટીમને પહેલી વિકેટ અપાવી હતી
જસપ્રીત બુમરાહે કોટઝરને ક્લિન બોલ્ડ કરી ઈન્ડિયન ટીમને પહેલી વિકેટ અપાવી હતી
મેચ દરમિયાન શમી જાણે શૂઝ કાઢી મોજા એડજસ્ટ કરતો હોય તેવી તસવીર વાઈરલ થઈ હતી
મેચ દરમિયાન શમી જાણે શૂઝ કાઢી મોજા એડજસ્ટ કરતો હોય તેવી તસવીર વાઈરલ થઈ હતી
રવીંદ્ર જાડેજાએ એક જ ઓવરમાં 2 વિકેટ લઈ ટીમ ઈન્ડિયાની મેચમાં પકડ મજબૂત કરી હતી.
રવીંદ્ર જાડેજાએ એક જ ઓવરમાં 2 વિકેટ લઈ ટીમ ઈન્ડિયાની મેચમાં પકડ મજબૂત કરી હતી.
મોહમ્મદ શમી અને રવીંદ્ર જાડેજાએ 3-3 વિકેટ લીધી હતી, જેના પરિણામે સ્કોટલેન્ડની ટીમ 85 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
મોહમ્મદ શમી અને રવીંદ્ર જાડેજાએ 3-3 વિકેટ લીધી હતી, જેના પરિણામે સ્કોટલેન્ડની ટીમ 85 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
86 રનના ટાર્ગેટને ચેઝ કરવા માટે મેદાનમાં બેટિંગ કરવા ઉતરેલા રોહિત અને રાહુલની જોડીએ વિસ્ફોટક શરૂઆત આપી હતી. નેટ રન રેટ વધારવા ટીમે 43 બોલમાં સ્કોર ચેઝ કરવાનો હતો જેથી આ બંનેએ 5 ઓવરમાં 70 રનની ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાવી ટીમને રોમાંચક જીત સુધી દોરી હતી.

કે.એલ.રાહુલે 18 બોલમાં ફિફ્ટી પૂરી કરી પરંતુ તેના બીજા જ બોલ પર તે પેવેલિયન ભેગો થયો હતો.
કે.એલ.રાહુલે 18 બોલમાં ફિફ્ટી પૂરી કરી પરંતુ તેના બીજા જ બોલ પર તે પેવેલિયન ભેગો થયો હતો.
સૂર્યકુમાર યાદવે સિક્સ મારી ટીમને મેચ જિતાડી, ઈન્ડિયન ટીમે 39 બોલમાં ટાર્ગેટ ચેઝ કરી નેટ રન રેટમાં ધરખમ વધારો કર્યો હતો.
સૂર્યકુમાર યાદવે સિક્સ મારી ટીમને મેચ જિતાડી, ઈન્ડિયન ટીમે 39 બોલમાં ટાર્ગેટ ચેઝ કરી નેટ રન રેટમાં ધરખમ વધારો કર્યો હતો.
હાર્દિક પંડ્યાને જાણે બેટિંગ ન મળતા તે નિરાશ થઈ ગયો હોય એમ લાગ્યું હતું- અનુમાન
હાર્દિક પંડ્યાને જાણે બેટિંગ ન મળતા તે નિરાશ થઈ ગયો હોય એમ લાગ્યું હતું- અનુમાન
ભારતની જીત બાદ ફેન્સ ખુશ
ભારતની જીત બાદ ફેન્સ ખુશ
અન્ય સમાચારો પણ છે...