ભારતે 8 વિકેટથી સ્કોટલેન્ડને હરાવ્યું:નેટ રન રેટ વધારવા વિરાટ સેનાએ 39 બોલમાં ટાર્ગેટ ચેઝ કર્યો; કે.એલ.રાહુલે 19 બોલમાં 50 રન કર્યા

એક મહિનો પહેલા
 • ન્યૂઝીલેન્ડ 1 મેચ હારે તો જ ભારતનો સેમિફાઇનલ પહોંચવાનો માર્ગ મોકળો થશે

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપમાં તેની ચોથી મેચ દિવાળીના બીજા દિવસે એટલે કે શુક્રવારે સુપર-12ના ગ્રુપ 2માં ભારત અને સ્કોટલેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે. જેમાં ઈન્ડિયન કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના બર્થ ડે પર ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. તેવામાં પહેલા બેટિંગ કરતા ઈન્ડિયન બોલર્સની આક્રમક બોલિંગ સામે સ્કોટલેન્ડની ટીમ 85 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન જાડેજા અને શમીએ 3-3 વિકેટ લીધી હતી. જેના જવાબમાં વિરાટ સેનાએ 6.3 ઓવરમાં સ્કોર ચેઝ કરી 8 વિકેટથી મેચ જીતી લીધી હતી. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો....

39 બોલમાં ટાર્ગેટ ચેઝ કર્યો

 • વિરાટ સેનાએ નેટ રન રેટ વધારવા 43 બોલમાં ટાર્ગેટ ચેઝ કરવાનો હતો. જેને ધ્યાનમાં રાખીને રોહિત શર્મા અને કે.એલ.રાહુલે વિસ્ફોટક શરૂઆત આપી હતી. તેમણે પહેલી વિકેટ માટે 30 બોલમાં 70 રન જોડ્યા હતા.
 • રોહિત શર્માએ 16 બોલમાં 30 રન અને કે.એલ.રાહુલે 19 બોલમાં 50 રનની તોફાની ઈનિંગ રમી હતી.
 • બંને ઓપનરના આઉટ થયા પછી સૂર્યકુમાર યાદવે સિક્સ મારી મેચ જિતાડી હતી અને ટીમ ઈન્ડિયાએ 39 બોલમાં આ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. જેના પરિણામે ભારતનો નેટ રન રેટ પણ +1.62 આસપાસ થઈ ગયો છે.

શમીની ઓવરના 3 બોલમાં રન આઉટ સહિત 3 વિકેટ

 • મોહમ્મદ શમીએ ઈનિંગની 17મી ઓવરના પહેલા બોલ પર યોર્કર નાખી કેલમને પેવેલિયન ભેગો કર્યો હતો.
 • આ ઓવરના બીજા બોલ પર શમીનો લેગ સ્ટમ્પ લાઈન પર યોર્કર લેન્થ બોલ સ્કોટલેન્ડનો બેટર મિસ કરી ગયો હતો. જેના વિરૂદ્ધ શમીએ LBWની અપિલ કરી હતી પરંતુ આ દરમિયાન શરીફ અડધી પિચ પર આવી જતા ઈશાન કિશને તેને રનઆઉટ કર્યો હતો.
 • ત્યારપછી શમીએ આ ઓવરના ત્રીજા બોલ પર એલસ્ડેયરને આઉટ કરી દીધો હતો.

જાડેજાની આક્રમક બોલિંગ

 • રવિંદ્ર જાડેજાએ ઈનિંગની 7મી ઓવરના ત્રીજા બોલ પર રિચી બેરિંગ્ટનને અને છેલ્લા બોલ પર મેથ્યૂ ક્રોસને આઉટ કરી સ્કોટલેન્ડની ટીમને મુશ્કેલીમાં મૂકી હતી.
 • જાડેજાએ 12મી ઓવરના બીજા બોલ પર માઈકલ લીસ્ક(21)ને પેવેલિયન ભેગો કર્યો હતો.
 • ઈન્ડિયન બોલર્સના આક્રમક પ્રદર્શનના પગલે 58ના સ્કોર પર સ્કોટલેન્ડની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.

ટોસ હારી પહેલા બેટિંગ કરતા સ્કોટલેન્ડની શરૂઆત ધીમી રહી હતી. આ દરમિયાન જસપ્રીત બુમરાહે ત્રીજી ઓવરમાં કાઈલ કોએત્ઝર (1)ને ક્લિન બોલ્ડ કરી પહેલી વિકેટ લીધી હતી.

 • જ્યોર્જ મુનસે આજે પોતાની 50મી T20I મેચ રમી રહ્યો છે.
 • મુનસેએ આર અશ્વિન સામે ઇનિંગની ચોથી ઓવરના છેલ્લા ત્રણ બોલમાં સતત ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા.
 • મોહમ્મદ શમીએ પોતાના સ્પેલની પહેલી ઓવર વિકેટ મેડન નાખી.
 • પાવરપ્લે સુધી સ્કોટલેન્ડનો સ્કોર 2 વિકેટે 27 રન હતો.

ટીમ ઈન્ડિયાએ તેનો નેટ રન રેટ સુધારવા માટે આ મેચમાં અને 8 નવેમ્બરે નામિબિયા સામે મોટા માર્જિનથી જીતવાની જરૂર રહેશે. જોકે, નેટ રન રેટ ત્યારે જ અમલમાં આવશે જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ તેની છેલ્લી બે મેચમાંથી ઓછામાં ઓછી એક મેચ હારી જાય. ન્યૂઝીલેન્ડની ચોથી મેચ શુક્રવારે નામાબિયા સામે રમાઈ હતી, જેમાં કીવી ટીમે 52 રનથી જીત મેળવી ટીમ ઈન્ડિયાની મુશ્કેલીમાં વધારો કર્યો છે. હવે NZ ટીમ 7 નવેમ્બરે અફઘાનિસ્તાન સામે મેચ રમશે.

બંને ટીમની પ્લેઇંગ-11
ઈન્ડિયન ટીમમાં એક ફેરફાર કરાયો છે, શાર્દૂલ ઠાકુરના સ્થાને વરુણ ચક્રવર્તીને ટીમમાં સામેલ કરાયો છે.

 • IND: કે.એલ.રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવીંદ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ
 • સ્કોટલેન્ડઃ જ્યોર્જ મંસી, કાઈલ કોટ્ઝર, કેલમ મેક્લાઓડ, રિચી બેરિંગ્ટન, માઈકલ લીસ્ક, મેટ ક્રોસ, ક્રીસ ગ્રીવ્સ, માર્ક વોટ, સાફ્યાન શરીફ, એલસ્ડેયર એવંસ, બ્રેડ વ્હીલ​​​​​

અફઘાનિસ્તાન સામે ક્રિઝ પર ઉતરેલા તમામ ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું અને સમગ્ર ઈનિંગ દરમિયાન આક્રમક વલણ અપનાવવાનું ચાલુ રાખ્યું હતું. પહેલી બે મેચમાં ભારતીય બેટ્સમેનોનું ફોર્મ થોડુ ખરાબ હતું. સ્કોટલેન્ડ વિરૂદ્ધ ભારતીય બેટ્સમેનોએ ફરીથી પોતાની શક્તિ બતાવવી પડશે. આની સાથે જ બોલિંગમાં વધુ શાર્પનેસ હાંસલ કરવી પડશે.

પિચ અને કંડિશન
આ મેચ દુબઈમાં રાત્રે રમાશે, તેથી બીજા હાફમાં ઝાકળ ગેમ પર જોરદાર અસર કરી શકે છે. જે ટોસ જીતશે તે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લેશે, આ નિર્ણય લગભગ નિશ્ચિત છે. કોહલી ભારત માટે છેલ્લી 14માંથી 13 મેચમાં ટોસ હારી ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...