• Gujarati News
  • Sports
  • Cricket
  • T20 world cup
  • IND Vs AFG Match Analysis| Indian Record Partnership Of Openers Laid The Foundation For Victory, Afghanistan Could Not Withstand The Pressure Of A Big Target

IND v/s AFG મેચ એનાલિસિસ:ઈન્ડિયન ઓપનર્સની રેકોર્ડ પાર્ટનરશિપે જીતનો પાયો નાખ્યો, અફઘાનિસ્તાન હાઈસ્કોરનું દબાણ સહન કરી શક્યું નહીં

એક મહિનો પહેલા

અફઘાનિસ્તાન સામે T20 વર્લ્ડ કપ 2021ની મેચમાં પહેલા બેટિંગ કરતા ભારતે 2 વિકેટના નુકસાને 210 રન કર્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 144 રન બનાવી શકી હતી અને ભારતે 66 રનથી મેચ જીતી લીધી હતી. પહેલી બે મેચમાં ખરાબ શરૂઆત બાદ ભારતે આ મેચમાં સારી બેટિંગ કરી હતી અને ભારતની ઓપનિંગ જોડીએ 140 રન સ્કોરબોર્ડમાં જોડ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં આવું પહેલીવાર થયું હતું જ્યારે કોઈ ટીમ 200થી વધુ સ્કોર કરવામાં સફળ રહી હોય. આની પહેલા અફઘાનિસ્તાને સ્કોટલેન્ડ સામે 190 રન કર્યા હતા. આ મેચમાં મોટો સ્કોર કર્યા બાદ ભારતની જીતની તકો વધી ગઈ હતી. તો ચલો આપણે ઈન્ડિયન ટીમ કેમ આ મેચમાં હાવી રહી એના કારણો પર નજર ફેરવીએ.....

ડોટ બોલની સમસ્યા સોલ્વ થઈ
ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં 54 ડોટ બોલ રમ્યા હતા. જેના કારણે બેટર પર વધુ દબાણ હતું અને ઘણા ખેલાડીઓ ખોટા શોટ રમીને આઉટ થયા હતા. બીજી તરફ અફઘાનિસ્તાન સામે રોહિત અને રાહુલે ઈન્ડિયન બોલર્સ દ્વારા પહેલી 10 ઓવરમાં માત્ર 14 ડોટ બોલ રમ્યા હતા. જ્યારે આ મેચમાં ઈન્ડિયન ટીમ માત્ર 25 ડોટ બોલ રમી હતી. આ કારણે આ મેચમાં ભારતીય બેટર પર કોઈ દબાણ નહોતું અને તેઓ મુક્તપણે બેટિંગ કરી શક્યા હતા.

રાહુલ-રોહિતે તોફાની વિસ્ફોટક બેટિંગ

  • પ્રથમ બે મેચમાં ખરાબ શરૂઆત બાદ ઈન્ડિયન ઓપનર ત્રીજી મેચમાં લયમાં જોવા મળ્યા હતા.
  • રાહુલ અને રોહિતની જોડીએ પ્રથમ છ ઓવરમાં 53 રન ઉમેર્યા અને પાવરપ્લેનો સારો ઉપયોગ કર્યો હતો.
  • 10 ઓવરમાં ઈન્ડિયન ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 85 રન કર્યા હતા. ત્યારપછી રોહિત અને રાહુલ બંનેએ અડધી સદી ફટકારી હતી.
  • ઈન્ડિયાની ઓપનિંગ જોડીએ માત્ર ઝડપી રન જ નહીં પરંતુ વિકેટ પણ જાળવી રાખી હતી. જેના કારણે બાદમાં રિષભ પંત અને હાર્દિક પંડ્યા મુક્તપણે બેટિંગ કરી શક્યા અને ટીમ ઈન્ડિયા આ મેચમાં મોટો સ્કોર કરવામાં સફળ રહી હતી.

સ્પિન બોલર્સ સામે સારું પ્રદર્શન

  • અફઘાનિસ્તાનના સ્પિન બોલર્સ સામે ઈન્ડિયન બેટરે શરૂઆતથી જ સારી બેટિંગ કરી હતી.
  • પહેલી 2 મેચમાં ઈન્ડિયાએ સ્પિન બોલર્સ માટે 16 ઓવર રમી અને માત્ર બાઉન્ડ્રી ફટકારી હતી.
  • આ મેચમાં રોહિત અને રાહુલે પ્રથમ બે ઓવરમાં ચાર બાઉન્ડ્રી ફટકારી હતી.
  • રાશિદ ખાન સામે પણ ટીમ ઈન્ડિયાએ સરળતાથી રન કર્યા અને તેની ચાર ઓવરમાં 36 રન કર્યા હતા. આ દરમિયાન તેને એકપણ વિકેટ મળી નહોતી.

ફ્લેટ પિચનો ફાયદો ઉઠાવ્યો

  • ટીમ ઈન્ડિયાએ તેની શરૂઆતની બંને મેચ દુબઈની પીચ પર રમી હતી, જ્યાં પહેલી ઈનિંગમાં બેટિંગ કરવી મુશ્કેલ હતી.
  • અબુ ધાબીની પીચમાં આવું નહોતું અને ઈન્ડિયન બેટર શરૂઆતથી જ સરળતા સાથે આક્રમક શોટ માર્યા હતા. જેના કારણે ટીમ ઈન્ડિયા આ મેચમાં સારો સ્કોર બનાવવામાં સફળ રહી હતી.

અફઘાનિસ્તાન હાઈસ્કોરિંગ મેચનું દબાણ સહન કરી શક્યું નહીં

  • 211 રનના ટાર્ગેટને ચેઝ કરતા અફઘાનિસ્તાનના બેટર દબાણમાં આવી ગયા હતા અને શરૂઆતથી જ ઘણા ખોટા શોટ રમ્યા હતા.
  • આ કારણે ભારતને વારંવાર સમયાંતરે વિકેટો મળતી રહેતી હતી. જેના કારણે અફઘાનિસ્તાની ટીમ ટાર્ગેટ ચેઝ કરી શકી નહોતી.
  • અફઘાનિસ્તાન માટે સૌથી મોટી પાર્ટનરશિપ 57 રનની રહી હતી, જે મોહમ્મદ નબી અને કરીમ જનાત વચ્ચે થઈ હતી.
  • અફઘાનિસ્તાનના કરીમ જનાતે 42 રન કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...