ઓમાન ટીમને ધવન યાદ આવ્યો!:વર્લ્ડ કપની પહેલી મેચમાં જતિંદરે વારંવાર શિખરનું સેલિબ્રેશન કોપી કર્યું; ઓમાનના ખેલાડી સાથે ઘટી દુર્ઘટના, તસવીરોમાં જુઓ ઓપનિંગ સેરેમની

એક મહિનો પહેલા
  • ઓમાનનો ઝિશાન મકસૂદ, ડેનિયલ વેટોરી બાદ T-20 વર્લ્ડકપમાં ચાર વિકેટ લેનારો પ્રથમ કેપ્ટન બન્યો છે

સાતમા T-20 વર્લ્ડ કપની શરૂઆત થઈ ગઈ છે. ઓમાને પહેલી મેચમાં 10 વિકેટથી પેપુઆ ન્યૂ ગિનીને હરાવી એકતરફી જીત દાખવી હતી. તેવામાં T-20 વર્લ્ડ કપના ક્વોલિફાયિંગ રાઉન્ડની પહેલી મેચમાં ઓમાનના ખેલાડીએ વારંવાર શિખર ધવનની યાદ અપાવી. તેણે ફિલ્ડિંગ-બેટિંગ અને ફિફ્ટી માર્યા પછી ધવનનું ટ્રેડમાર્ક 'થાઈ ફાઈ' સેલિબ્રેશન કરતા દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. વળી આ મેચમાં ફિલ્ડિંગ દરમિયાન ઓમાનના ખેલાડી સાથે કેચ પકડતા સમયે દુર્ઘટના પણ ઘટી હતી. તો ચલો આપણે T-20 વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની સાથે પહેલી મેચ પર વીડિયો તથા તસવીરો દ્વારા નજર ફેરવીએ.....

શિખર ધવનનું ટ્રેડમાર્ક સેલિબ્રેશન વાઈરલ
15મી ઓવર સુધી પાપુઆ ન્યૂ ગિનીના કેપ્ટન અસલ વાલા વિસ્ફોટક બેટિંગ કરતા જોવા મળ્યા હતા. તેવામાં આ ઓવર કરવા માટે આવેલા ઓમાનના કલીમુલ્લાહે પહેલા બોલ પર જ વાલાને આઉટ કરી ટીમને ચોથી વિકેટ અપાવી હતી. પાપુઆ ન્યૂ ગિનીના કેપ્ટનનો કેચ ઓમાનના ફિલ્ડ જતિંદર સિંહે પકડ્યો હતો. ત્યારપછી પોતાના વિકેટ સેલિબ્રેશનના કારણે તે ચર્ચામાં આવ્યો હતો.

ઓમાનના જતિંદરે કેચ પકડ્યા પછી ઈન્ડિયન બેટર શિખર ધવનની જેમ થાઈ ફાઈ સેલિબ્રેશન કર્યું હતું. તેનું આ સેલિબ્રેશન હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યું છે.

ફિફ્ટી માર્યા પછી પણ જતિંદરને યાદ આવ્યો ધવન
પેપુઆ ન્યૂ ગિનીએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 129 રન કર્યા હતા. જેના જવાબમાં ઓપનિંગ કરવા માટે આવેલા જતિંદર સિંહે 42 બોલમાં 73* રન કરી મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. તેણે સિક્સ મારીને પોતાની અર્ધસદી નોંધાવ્યા પછી પણ શિખર ધવનનું થાઈ સેલિબ્રેશન કર્યું હતું. જતિંદરે પોતાની ઈનિંગ દરમિયાન કુલ 7 ચોગ્ગા અને 4 છગ્ગા માર્યા હતા.

આની સાથે ઓમાનના સાથી ખેલાડી આકિબે પણ 43 બોલમાં 50 રન કરી મહત્ત્વપૂર્ણ ઈનિગ રમી હતી. બંને ઓપનર્સની ફિફ્ટી સાથે વિસ્ફોટક ઈનિંગની સહાયથી આ મેચ ઓમાને 10 વિકેટથી જીતી લીધી હતી. ઉલ્લેખનીય છે કે જતિંદરના વિસ્ફોટક પ્રદર્શનના પગલે ગ્રાઉન્ડમાં તે જ્યારે પણ આક્રમક શોટ્સ મારતો ત્યારે 'સિંગ ઈઝ કિંગ'ના નારા લાગ્યા હતા.

ઓમાનની ફિલ્ડિંગ દરમિયાન આકિબ સાથે ઘટી દુર્ઘટના
ઈનિંગની મિડલ ઓવર્સ દરમિયાન ઓમાનનો ઓપનિંગ બેટર આકિબ કેચ પકડવા જતા ઈજાગ્રસ્ત થયો હતો. ઉલ્લેખનીય છે કે તે લોફ્ટેડ શોટનો કેચ જજ કરી નહોતો શક્યો, જેના કારણે તેણે સીધી બોલ પર જ ડાઈવ મારી હતી. આ ડાઈવ દરમિયાન કેચ તો છૂટ્યો પરંતુ બોલ પર તે વેગથી પટકાયો હોવાથી ઈજાગ્રસ્ત થયો હતો. આ દરમિયાન તેને હાથમાં તથા છાતીના ભાગે ઈજા પહોંચી હતી.

જોકે આકિબને ગંભીર ઈજા પહોંચી ના હોવાથી તે ઓપનિંગમાં બેટિંગ કરવા પણ આવ્યો હતો. જેમાં તેણે ફિફ્ટી નોંધાવી જતિંદર સાથે મેચ વિનિંગ પાર્ટનરશિપ કરી હતી.

કોણ છે ઓમાનનો ખેલાડી જતિંદર સિંહ?
જતિંદર સિંહનો જન્મ ભારતના લુધિયાનામાં પંજાબી પરિવારમાં થયો છે. ત્યારપછી તેનો ઉછેર ઓમાનમાં જ થતા તેણે પોતાની કરિયરની શરૂઆત પણ ઓમાની અંડર-19 સાઈડથી કરી હતી. તે 2007 ACC ઓમાની અંડર-19 એલિટ કપની પાંચ મેચમાં ભાગ લીધો હતો. તે સમયે ઓમાનના વિકેટ કીપર તરીકે જતિંદરે ભૂમિકા ભજવી હતી.

ઓમાનનો એકતરફી મેચમાં સરળ વિજય
સાતમા ICC T-20 વર્લ્ડ કપની શરૂઆત રવિવારથી થઈ હતી. જેના ક્વોલિફાયિંગ રાઉન્ડની પહેલી મેચ ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની વચ્ચે રમાઈ હતી. ઓમાને 10 વિકેટથી પાપુઆ ન્યૂ ગિની હરાવી વિજયી શરૂઆત કરી છે. આ મેચમાં ઓમાને ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેવામાં પેપુઆ ન્યૂ ગિનીએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 129 રન કર્યા હતા. જેના જવાબમાં ઓમાને એક તરફી મેચને 10 વિકેટથી જીતી વર્લ્ડ કપમાં આગવી છાપ છોડી હતી.

ઓપનિંગ સેરેમની સહિત ઓમાન v/s પાપુઆ ન્યૂ ગિની મેચ તસવીરોમાં.......

T-20 વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમનીએ ટૂર્નામેન્ટમાં નવો રંગ પૂર્યો હતો.
T-20 વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમનીએ ટૂર્નામેન્ટમાં નવો રંગ પૂર્યો હતો.
મહિલાઓ ઘોડા પર વિવિધ દેશના રાષ્ટ્રધ્વજ લઈને ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેવા માટે આવ્યા હતા.
મહિલાઓ ઘોડા પર વિવિધ દેશના રાષ્ટ્રધ્વજ લઈને ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેવા માટે આવ્યા હતા.
મેચ પહેલા પાપુઆ ન્યૂ ગિનીના ખેલાડીઓ ગેમ પ્લાન બનાવતા નજરે પડ્યા હતા.
મેચ પહેલા પાપુઆ ન્યૂ ગિનીના ખેલાડીઓ ગેમ પ્લાન બનાવતા નજરે પડ્યા હતા.
ઓમાનના કેપ્ટન ઝિશાને(ડાબે) ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી.
ઓમાનના કેપ્ટન ઝિશાને(ડાબે) ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી.
પાપુઆ ન્યૂ ગિનીના ખેલાડીઓ રાષ્ટ્રગાન દરમિયાન
પાપુઆ ન્યૂ ગિનીના ખેલાડીઓ રાષ્ટ્રગાન દરમિયાન
પાપુઆ ન્યૂ ગિનીના કેપ્ટને 43 બોલમાં 56 રન કર્યા હતા. જેમાં તેણે 4 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા હતા.
પાપુઆ ન્યૂ ગિનીના કેપ્ટને 43 બોલમાં 56 રન કર્યા હતા. જેમાં તેણે 4 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા હતા.
ઓમાનની સારી બોલિંગના પગલે પાપુઆ ન્યૂ ગિની 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 129 રન જ કરી શકી હતી.
ઓમાનની સારી બોલિંગના પગલે પાપુઆ ન્યૂ ગિની 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 129 રન જ કરી શકી હતી.
T-20 વર્લ્ડ કપમાં કોવિડ ગાઈડ લાઈનને ધ્યાનમાં રાખીને લિમિટેડ સીટ્સની ટિકિટોનું વેચાણ કરાયું છે. દર્શકો પણ આ મેચનો રોમાંચ માણતા જોવા મળ્યા હતા.
T-20 વર્લ્ડ કપમાં કોવિડ ગાઈડ લાઈનને ધ્યાનમાં રાખીને લિમિટેડ સીટ્સની ટિકિટોનું વેચાણ કરાયું છે. દર્શકો પણ આ મેચનો રોમાંચ માણતા જોવા મળ્યા હતા.
ઓમાનના જતિંદર સિંહે 130 રનનો ટાર્ગેટ ચેઝ કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેણે 42 બોલમાં 4 છગ્ગા અને 7 ચોગ્ગા સાથે 73 રન કર્યા હતા.
ઓમાનના જતિંદર સિંહે 130 રનનો ટાર્ગેટ ચેઝ કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેણે 42 બોલમાં 4 છગ્ગા અને 7 ચોગ્ગા સાથે 73 રન કર્યા હતા.
ઓમાનના ઓપનર આકિબ ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હોવા છતા મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમીને જતિંદર સાથે 131* રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. તેણે 43 બોલમાં 50 રન કર્યા હતા. બંને ઓપનર્સની વિસ્ફોટક બેટિંગની સહાયથી ઓમાને 10 વિકેટથી T-20 વર્લ્ડ કપની પહેલી મેચ જીતી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...