પાકિસ્તાની ક્રિકેટરે માફી માગી:કેચ છોડ્યા બાદ ટ્રોલ થયો હતો હસન અલી, કહ્યું- હું તમારી અપેક્ષા મુજબ ન રમ્યો

17 દિવસ પહેલા

T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. મેચમાં હસન અલીએ મેથ્યૂ વેડનો કેચ છોડ્યો હતો અને ત્યાર બાદ મેથ્યૂ વેડે સતત ત્રણ બોલમાં સિક્સર ફટકારીને ઓસ્ટ્રેલિયાને જીત અપાવી હતી. ત્યારપછી હસન અલી અને તેની પત્ની પાકિસ્તાનમાં જોરદાર ટ્રોલ થવા લાગ્યા હતા.

હસન અલીએ માફી માગી
હસન અલીએ પોતાની ભૂલ માટે પાકિસ્તાન ક્રિકેટ પ્રેમીઓની માફી માંગી છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, 'હું જાણું છું કે તમે લોકો મારાથી ખૂબ જ નિરાશ છો કારણ કે હું તમારી અપેક્ષાઓ મુજબ નહોતો રમ્યો. પરંતુ અત્યારે મારાથી વધુ દુઃખી ભાગ્યે જ કોઈ હશે.

તમે મારી પાસેથી જે અપેક્ષાઓ રાખો છો તેના માટે નિરાશ થશો નહીં. હું દરેક સ્તરે મારા દેશની સેવા કરવા માગુ છું. મેં ફરી એકવાર મહેનત શરૂ કરી છે. હું તમારી સમક્ષ વધુ મજબૂત આવીશ. તમારા સુંદર સંદેશ અને પ્રાર્થના બદલ આભાર. મને તેની ખૂબ જરૂર હતી.

હસનની પત્ની ભારતીય છે
હસનની પત્ની ભારતની રહેવાસી છે. પાકિસ્તાનની હાર પછી, ટ્રોલરોએ સોશિયલ મીડિયા પર હસન શિયા અને તેની ભારતીય પત્ની સામિયા વિશે ગંદી ગાળો લખી હતી. પાકિસ્તાનમાં હસનને 'દેશદ્રોહી' પણ કહેવામાં આવી રહ્યો હતો. કેટલાકે તો ટ્વીટ કરીને કહ્યું હતું કે હસનને આવતાની સાથે જ ગોળી મારી દો.

સામિયા ભારતના હરિયાણાના નુહ જિલ્લાના ચંદેની ગામની રહેવાસી છે. તે અમીરાત એરલાઈન્સમાં ફ્લાઈટ એન્જિનિયર છે. તેનો પરિવાર છેલ્લા 15 વર્ષથી ફરીદાબાદમાં રહે છે.

19મી ઓવરમાં મોટો ડ્રામા થયો
સેમીફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને છેલ્લા 12 બોલમાં 22 રનની જરૂર હતી. શાહીન આફ્રિદીની 19મી ઓવરના ત્રીજા બોલ પર મેથ્યૂ વેડે ડીપ મિડ-વિકેટ પર લોફ્ટેડ શોટ ફટકાર્યો હતો. આ કેચ સીધો હસન અલી પાસે આવ્યો હતો.

પાકિસ્તાની ચાહકોને આશા હતી કે અલી આ કેચ પકડીને પાકિસ્તાન માટે જીતનો માર્ગ સરળ કરી દેશે, પરંતુ એવું થયું નહીં. હસન અલીએ આ કેચ છોડ્યો અને ત્યારથી જ પાકિસ્તાની ફેન્સ તેને હારનું કારણ માનવા લાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...