સ્કોટલેન્ડના બેટ્સમેનને જોઈ ધોનીની યાદ આવી ગઈ:બુમરાહની ઓવરમાં જોર્જ મુન્સેએ હેલિકોપ્ટર શોટ માર્યો, વીડિયો થયો વાઇરલ

એક મહિનો પહેલા
  • ભારતે સ્કોટલેન્ડને એકતરફી મેચમાં 8 વિકેટે હરાવ્યું

T20 વર્લ્ડ કપની ભારત અને સ્કોટલેન્ડની મેચમાં ધોનીની યાદ આવી જાય એવી ઘટના બની હતી. સ્કોટલેન્ડના બેટ્સમેન જોર્જ મુન્સેએ જસપ્રીત બુમરાહની ઓવરમાં હેલિકોપ્ટર શોટ માર્યો હતો. મુન્સે માટે પણ આ યાદગાર છગ્ગો હતો. તેણે શોટ માર્યો ત્યારે તમામ ખેલાડીઓ બોલને જોતા જ રહી ગયા. હેલિકોપ્ટર શોટ માટે ધોની જાણીતો છે.

મેચમાં શું થયું?
ભારતે બોલિંગ અને બેટિંગમાં સારું પ્રદર્શન કરીને સ્કોટલેન્ડને એકતરફી મેચમાં 8 વિકેટે હરાવી દીધું હતું. ટોસ હાર્યા પછી સ્કોટલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. 17.4 ઓવરમાં 85 રન બનાવી સ્કોટલેન્ડની ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી. રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીએ 3-3 વિકેટ લીધી હતી. 86 રનના ટાર્ગેટને ટીમ ઈન્ડિયાએ 6.3 ઓવરમાં 2 વિકેટના નુકસાને હાસલ કરી લીધો હતો.

ઓપનિંગ કરવા માટે આવેલા સ્કોટલેન્ડના જોર્જ મુન્સેએ 19 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 24 રન બનાવ્યા હતા. આ મેચમાં સ્કોટલેન્ડની ટીમ તરફથી તેનો સ્કોર સૌથી વધારે હતો.
ઓપનિંગ કરવા માટે આવેલા સ્કોટલેન્ડના જોર્જ મુન્સેએ 19 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 24 રન બનાવ્યા હતા. આ મેચમાં સ્કોટલેન્ડની ટીમ તરફથી તેનો સ્કોર સૌથી વધારે હતો.

કેએલ રાહુલ અને રોહિતની તોફાની બેટિંગ
ટાર્ગેટનો પીછો કરતા રોહિત શર્મા અને રાહુલે તોફાની શરૂઆત કરી હતી. બન્નેએ 30 બોલમાં 70 રન બનાવી દીધા હતા. રોહિત શર્માએ 16 બોલમાં 30 રન અને રાહુલે 19 બોલમાં 50 રન બનાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...