હાર્દિકની બોલિંગ સામે 'ગંભીર' નિવેદન:પૂર્વ ઓપનર ગૌતમે કહ્યું- નેટ્સમાં અને બાબર આઝમ વિરૂદ્ધ બોલિંગ કરવામાં આકાશ-પાતાળ સમાન તફાવત; પ્લેઇંગ-11માં જગ્યા મુશ્કેલ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

17 ઓક્ટોબરથી શરૂ થનારા T-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમાનારી મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ હાઇવોલ્ટેજ મેચ પહેલા હાર્દિક પંડ્યાની ફિટનેસ સામે વિવિધ સવાલ ઊઠી રહ્યા છે. વાસ્તવમાં IPL ફેઝ -2 દરમિયાન હાર્દિક એક ઓવર પણ બોલિંગ કરતો જોવા મળ્યો નહોતો અને માનવામાં આવે છે કે તે વર્લ્ડ કપ દરમિયાન પણ માત્ર બેટિંગ કરતો જોવા મળશે.

હાર્દિક પહેલા ઈશાનની પસંદગી થવી જોઈએ- ગંભીર
ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરે કહ્યું કે જો મારે માત્ર 5 બોલરો સાથે જવું હોય તો હાલના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને હું હાર્દિક પંડ્યાની જગ્યાએ ઈશાન કિશનને પસંદ કરવા માંગુ છું. જો તમે 5 યોગ્ય બોલરો અને 6 બેટર સાથે જાઓ તો બોલર વિશે ભૂલી જાઓ, હાર્દિકની બેટિંગ પણ ચિંતાનો વિષય છે.

બંને મેચમાં બોલિંગ કરવી પડશે
સ્ટાર સ્પોર્ટ્સ શોમાં ગંભીરે કહ્યું-હાર્દિક પંડ્યા ઈન્ડિયન ટીમની પ્લેઇંગ ઇલેવનમાં તો જ સ્થાન મેળવી શકે છે જો તે માત્ર નેટ્સમાં જ નહીં પણ બંને વોર્મ અપ મેચમાં પણ બોલિંગ કરે. બાબર આઝમ જેવા ગુણવત્તાવાળા બેટર્સ સામે નેટ્સમાં અને વર્લ્ડકપમાં બોલિંગમાં ઘણો તફાવત છે.

ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીર માને છે કે પંડ્યા 115-120 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી શકતો નથી. તેણે કહ્યું- જો તમે વિચારી રહ્યા છો કે તમે 115-120 કિમી પ્રતિ કલાકની ઝડપે આવીને બોલિંગ કરશો, તો હું આ જોખમ નહીં લઉં.

શ્રીલંકા શ્રેણીમાં પણ લયમાં નહોતો
શ્રીલંકા પ્રવાસમાં પણ ઈજામાંથી ટીમમાં પરત ફરતા, હાર્દિક પંડ્યાએ ત્રણ વનડેમાં માત્ર 14 ઓવર ફેંકી હતી અને 48.50ની સરેરાશ સાથે 97 રન કરી માત્ર બે વિકેટ જ લેવામાં સફળ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે 2018 એશિયા કપ દરમિયાન હાર્દિકને પીઠમાં ઈજા થઈ હતી અને ત્યારથી તેના પ્રદર્શનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. પંડ્યાએ વર્ષ 2019માં પીઠની સર્જરી પણ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...