ટી-20 વર્લ્ડકપ 2021:બેરિંગ્ટન ટી20 વર્લ્ડકપના ઈતિહાસમાં ફિફ્ટી કરનારો પહેલો સ્કોટિશ બેટ્સમેન

મસ્કતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્કોટલેન્ડે પીએનજીને હરાવીને સતત બીજી જીત મેળવી
  • સ્કોટલેન્ડ 17 રનથી જીત્યું, સુપર-12માં સ્થાન મેળવવાની નજીક

આઈસીસી ટી-2- વર્લ્ડ કપ 2021ની પાંચમી મેચમાં સ્કોટલેન્ડે પપુઆ ન્યૂ ગિની (પીએનજી)ને 17 રને હરાવી દીધું છે. આ ગ્રૂપ બીમાં સ્કોટલેન્ડની સતત બીજી જીત અને પીએનજીની સતત બીજી હાર છે. આ જીત પછી સ્કોટલેન્ડે સુપર-12માં પોતાની જગ્યા લગભગ નક્કી કરી લીધી છે. પીએનજીની ટીમ હજુ ટુર્નામેન્ટ બહાર નથી થઈ.

પહેલા બેટિંગ કરવા ઉતરેલા સ્કોટલેન્ડે 9 વિકેટે 165 રન કર્યા હતા. રિચિ બેરિંગ્ટને 70 અને મેથ્યૂ ક્રોસે 45 રનની ઈનિંગ રમી. બેરિંગ્ટન ટી-20 વર્લ્ડકપમાં સ્કોટલેન્ડ માટે અર્ધસદી કરનારો પહેલો ખેલાડી બન્યો. સ્કોટલેન્ડે ઈનિંગના અંતિમ બોલે ત્રણ વિકેટ ગુમાવી. પહેલા મેચમાં એક પણ વિકેટ નહીં લેનારી પીએનજી માટે કબુઆ મોરિયાએ ચાર વિકેટ લીધી. તે ટી-20માં તેનો ઉત્તમ દેખાવ છે.

પીએનજીની શરૂઆત ફરી એકવાર ખરાબ રહી. ટીમના પાંચ બેટ્સમેન ફક્ત 35 રને આઉટ થઈ ગયા, પરંતુ ત્યાર પછી વનુઆએ મોરચો સંભાળ્યો. તેણે 47 રન કર્યા. આમ છતાં, પીએનજી જીતી ના શક્યું. છેવટે તેઓ 148 રન કરી શક્યા.

અન્ય સમાચારો પણ છે...