હાર બાદ પણ ઓમાનના ખેલાડીએ દિલ જીતી લીધું:ફયાઝ બટ્ટનો આ અદભૂત કેચ કોઈ ચમત્કારથી ઓછો નહીં, વીડિયો જોતા આંખો ખુલ્લીને ખુલ્લી જ રહી જશે

યુએઇએક મહિનો પહેલા
  • સુપરમેન સ્ટાઈલમાં ફયાઝનો આ કેચ જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા.

ઓમાનના ફાસ્ટ બોલર ફયાઝ બટ્ટે બાંગ્લાદેશ સામે રમાયેલા ટી-20 વર્લ્ડ કપની છઠ્ઠી મેચમાં આવો આશ્ચર્યજનક કેચ ઝડપી લીધો હતો જે કોઈ ચમત્કારથી ઓછો ન હતો. આ મેચ મસ્કતમાં રમાઈ રહી હતી સુપરમેન સ્ટાઈલમાં ફયાઝનો આ કેચ જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા. આ કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

ખરેખર, એવું બન્યું કે બાંગ્લાદેશની બેટિંગ દરમિયાન ફયાઝ ચોથી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો. તેણે પોતાની જ ઓવરના ત્રીજા બોલ પર બાંગ્લાદેશના મહેદી હસનનો આવો કેચ ઝડપી લીધો, તે જોઈને બધા હેરાન થઈ ગયા હતા. ફયાઝના આ શાનદાર કેચની બધે પ્રશંસા થઈ રહી છે.

શું થયું મેચમાં?
મેચની વાત કરીએ તો, ટી-20 વર્લ્ડ કપ ક્વોલિફાયરની 6 મી મેચમાં બાંગ્લાદેશે ઓમાનને 26 રનથી હરાવ્યું હતું. ટોસ જીત્યા બાદ પ્રથમ રમતા બાંગ્લાદેશે કરો અથવા મરો મેચમાં 20 ઓવરમાં તમામ વિકેટ ગુમાવી 153 રન બનાવ્યા હતા. ઓપનર મોહમ્મદ નઇમે ટીમ માટે 50 બોલ પર (64) રનની ઇનિંગ રમી હતી. જ્યારે, ઓમાનના બિલાલ ખાન અને ફયાઝ બટ્ટ 3-3 વિકેટ લેવામાં સફળ રહ્યા.

154 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓમાને સારી શરૂઆત કરી હતી અને એક સમયે ટીમનો સ્કોર 12 ઓવરમાં 82/3 હતો. આ પછી ટીમની ઇનિંગ પડી ભાંગી અને બાંગ્લાદેશી બોલરોએ ઓમાનને વાપસી કરવાનો મોકો પણ આપ્યો નહીં. ઓમાન 20 ઓવરમાં માત્ર 127/9 રન બનાવી શક્યું હતું. જીત સાથે બાંગ્લાદેશની ટીમે ટુર્નામેન્ટમાં પોતાની આશા જીવંત રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...