T20 WCમાં કંગાળ પ્રદર્શનનું એનાલિસિસ:8 કારણના લીધે વર્લ્ડ કપ જીતવાનું ટીમ ઈન્ડિયાના સપનુ તો સપનુ જ રહેશે

દુબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન બાદ ન્યુઝીલેન્ડે પણ ભારતને હરાવ્યું

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપમાં તેની શરૂઆતની બંને મેચ હારી ગઈ છે. પાકિસ્તાન બાદ ન્યુઝીલેન્ડે પણ ભારતને મોટા અંતરથી હરાવ્યું છે. હવે વિરાટ કોહલીની ટીમનો સેમીફાઈનલમાં પહોંચવાનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે. ટીમ ઈન્ડિયાને હવે કોઈ ચમત્કાર જ સેમીફાઈનલમાં લઈ જઈ શકે છે.

ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપમાં ગઈ ત્યારે દાવેદાર હતી, પરંતુ તેની આસપાસ ઘણા વિવાદો થયા હતા. વિરાટ કોહલીની કેપ્ટન્સી છોડવાની વાત કરવી, નવા કોચની શોધ, મેન્ટર તરીકે એમએસ ધોનીની અચાનક એન્ટ્રી. આવી સ્થિતિમાં ભારતીય ટીમે પોતાના મિશનની શરૂઆત કરી પણ તેની શરૂઆત સારી રહી નહીં.

એવામાં કઇ કઈ બાબતો છે, જે ટીમ ઈન્ડિયાને આટલી મોટી ટુર્નામેન્ટમાં બેકફાયર કરતાં જોઈ. એક નજર નાખીએ...

1. IPLનો થાક: ભારતીય ટીમના લગભગ બધા જ ખેલાડીઓ ટી-20 વર્લ્ડકપ પહેલા IPL રહી રહ્યા હતા, તે પહેલા કેટલાક ખેલાડીઓ ઈંગ્લેન્ડ પ્રવાસે હતા, જ્યારે કેટલાક ખેલાડી શ્રીલંકા સીરિઝ રમી રહ્યા હતા. એવામાં IPL જેવી ટુર્નામેન્ટ બાદ વર્લ્ડકપમાં એન્ટ્રી અને તરત જ સારું પ્રદર્શન કરવું સરળ નહતુ.

2. વિરાટ કોહલીની જાહેરાત: ટીમ ઈન્ડિયા જ્યારે ટી-20 વર્લ્ડકપમાં પ્રવેશ કરવાની હતી, ત્યારે જ વિરાટ કોહલીએ કેપ્ટનપદ છોડવાની જાહેરાત કરી. વિરાટ કોહલીના કેપ્ટન તરીકેની ટી-20 ફોર્મેટ છેલ્લી ટુર્નામેંટ છે, એવામાં આ બાબત પણ એક પ્રકારે મનોબળ તોડનારી રહી છે.

વિરાટ કોહલીએ કેપ્ટનપદ છોડવાની જાહેરાત કરી હતી.
વિરાટ કોહલીએ કેપ્ટનપદ છોડવાની જાહેરાત કરી હતી.

3. કોચની વિદાય નક્કી થવી: IPL અને વર્લ્ડકપની તૈયારીઓ વચ્ચે તે સ્પષ્ટ થઈ ગયું હતું કે રવિ શાસ્ત્રીની વિદાય પણ નક્કી થવા જઇ રહી છે. લાંબા સમયથી વિરાટ કોહલી, રવિ શાસ્ત્રીની જોડીએ ટીમ ઈન્ડિયા ટકરાવમાં રહી છે, પરંતુ અચાનક જ બંનેનું આ પ્રકારે છોડીને જવું તે અનેક સવાલો ઊભા કરે છે.

4. એમએસ ધોનીની અચાનક એન્ટ્રી: ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લઈ ચૂકેલો એમએસ ધોની અચાનક મેંટર બનીને ટીમ ઈન્ડિયામાં પરત આવવું સૌ માટે હેરાન કરનારું હતું. માત્ર ટી-20 વર્લ્ડકપ માટે ધોનીનું આ પ્રકારે સામેલ થવું તે વિરાટ કોહલીની કેપ્ટનશીપ પર પણ અનેક સવાલ ઊભા કરનારો નિર્ણય હતો.

5. ટીમ સિલેક્શને વધારી મુશ્કેલીઓ: જ્યારે ટી-20 વર્લ્ડકપ માટે સ્કવોર્ડની જાહેરાત થઈ, ત્યારે યુઝવેન્દ્ર ચહલનું નામ ન હોવાને કારણે બધા હેરાન હતા. ટીમમાં રવિચંદ્રન અશ્વિનની વાપસી થઈ રહી હતી, પરંતુ એનેક એવા બદલાવ જોવા મળ્યા જેના પર વિરાટ કોહલીની છાપ ઓછી જણાતી હતી. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ટીમની પસંદગી પર રોહિત શર્મા, એમએસ ધોનીની છાપ વધુ હતી.

6. ટુર્નામેન્ટની વચ્ચે જ નવા કોચની શોધ, સપોર્ટિંગ સ્ટાફની વિદાય: એક તરફ ટીમ ઈન્ડિયા વર્લ્ડકપના મિશન સાથે જોડાયેલી હતી, બીજી તરફ બીસીસીઆઈએ નવા કોચ, નવા કોચિંગ સ્ટાફની શોધ શરૂ કરી દીધી હતી. એવામાં ટીમના માહોલ પર અનેક પ્રકારના સવાલ ઊભા થયા, કારણ કે એવા માહોલમાં ટીમનું મનોબળ કેવું હશે તે વિચારવાવાળી વાત હતી.

7. પાકિસ્તાન સામે પ્રથમ મેચ, મળી કારમી હાર: ટી-20 વર્લ્ડકપમાં ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમાઇ હતી. વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે મેચ હોવી તે ખુબજ દબાણ વાળી હોય છે, એવામાં IPLથી થાકીને આવેલા નવા ખેલાડી પાકિસ્તાનની શક્તિને આંકી શક્ય નહીં. પ્રથમ મેચમાં જ પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું, જેની સમગ્ર ટીમના મિશન પર અસર પડી.

પ્રથમ મેચમાં જ પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું.
પ્રથમ મેચમાં જ પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું.

8. હાર્દિક પંડ્યાનું બોલિંગ ન કરવાથી મુશ્કેલીઓ : વર્લ્ડકપની શરૂઆત પહેલા જ હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયા માટે મેચ વિનર સાબિત થતાં દેખાઈ રહ્યો હતો. પરંતુ તેનું બોલિંગ ન કરવાનું સૌથી મોટી ચિંતાનું કારણ બની ગયું. હાર્દિકનું બોલિંગ ન કરવાને કારણે એક એક્સ્ટ્રા બોલરની કમી વર્તાઇ, તેની બેટિંગ પણ કંઇ ખાસ રહી નહીં.

અન્ય સમાચારો પણ છે...