ઓસ્ટ્રેલિયા Vs વેસ્ટ ઈન્ડિઝ:8 વિકેટની જીત પછી પણ AUSનું ભવિષ્ય ઈંગ્લેન્ડ-દક્ષિણ આફ્રિકા મેચ પર આધાર રાખશે

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

T20 WCની 38મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે હરાવ્યું છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 7 વિકેટના નુકસાને 157 રન કર્યા હતા. જેમાં કેપ્ટન કિરોન પોલાર્ડ (44) સૌથી વધુ સ્કોરર રહ્યો હતો. AUS તરફથી જોશ હેઝલવુડે ચાર વિકેટ લીધી હતી. 158 રનના ટાર્ગેટને ફિન્ચ એન્ડ કંપનીએ 16.2 ઓવરમાં 2 વિકેટના નુકસાને સરળતાથી ચેઝ કરી લીધો હતો.

આ જીત સાથે ઓસ્ટ્રેલિયાની સેમીફાઈનલમાં પહોંચવાની તકો હજુ પણ અકબંધ છે. જોકે, આ ટૂર્નામેન્ટ ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ માટે કોઈ ખરાબ સપના સમાન રહી હતી. આ ટીમે સુપર-12માં પાંચ મેચ રમી અને માત્ર એક જ જીતી હતી.

વોર્નર-માર્શે ટીમને જિતાડી
ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી AUSની શરૂઆત ખરાબ રહી હતી અને ચોથી ઓવરમાં અકીલ હુસૈને કેપ્ટન એરોન ફિન્ચ (9)ને આઉટ કરીને પેવેલિયન ભેગો કર્યો હતો. જોકે, ત્યારપછી ડેવિડ વોર્નર અને મિશેલ માર્શે WIને કાંગારુ ટીમ પર વર્ચસ્વ જમાવવાની તક આપી નહોતી. બંનેએ બીજી વિકેટ માટે 75 બોલમાં 124 રન જોડ્યા હતા. ગેલે માર્શ (53)ની વિકેટ લીધી હતી. જ્યારે ડેવિડ વોર્નરે 56 બોલમાં અણનમ 89 રન કર્યા હતા.

AUSનું ભવિષ્ય ઈંગ્લેન્ડના હાથમાં
પાંચ મેચમાં ઓસ્ટ્રેલિયાની આ ચોથી જીત હતી. ટીમ અત્યારે 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે. AUSને સેમીફાઈનલમાં સ્થાન મેળવવું હોય તો ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ પર નિર્ભર રહેવું પડશે. વાસ્તવમાં કાંગારૂ ટીમે પ્રાર્થના કરવી પડશે કે ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકાને હરાવી દે. જો આમ થશે તો AUS સેમીફાઇનલમાં આગળ વધશે. બીજી તરફ જો દક્ષિણ આફ્રિકાને સેમિફાઇનલમાં પહોંચવું હોય તો ENGને તેને ઓછામાં ઓછા 60 રનથી હરાવવું પડશે.

અન્ય સમાચારો પણ છે...