શ્રીલંકા v/s ઇંગ્લેન્ડ:જીત સાથે સેમિફાઇનલમાં પહોંચવા માગશે ઇંગ્લેન્ડ, શ્રીલંકા માટે 'કરો અથવા મરો'નો જંગ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

T-20 વર્લ્ડ કપમાં આજે ટૂર્નામેન્ટની 29મી મેચ ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ મેચ સાંજે 7.30 વાગ્યે શારજાહના મેદાન પર શરૂ થશે. ઇંગ્લેન્ડની ટીમ અત્યારસુધી સુપર-12માં કુલ ત્રણ મેચ રમી છે અને ત્રણેય મેચમાં જીત દાખવી છે. વળી શ્રીલંકન ટીમ છેલ્લી 3માંથી સતત 2 મેચ હારી ગઈ છે.

શ્રીલંકન ટીમ માટે કરો અથવા મરોની જંગ
દાસુન શનાકાની કેપ્ટનશિપ હેઠળ શ્રીલંકન ટીમે ક્વોલિફાયર સ્ટેજની ત્રણ મેચ જીતી સુપર-12માં જગ્યા બનાવી હતી. સુપર-12માં પહેલી મેચમાં ટીમે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવી હતી. જોકે, ત્યારપછી ટીમે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 7 વિકેટ અને દ.આફ્રિકા વિરૂદ્ધ 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. SLની ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં 2 પોઈન્ટ સાથે ચોથા નંબર પર છે. ટીમને જો સેમિફાઇનલની રેસમાં જીવંત રહેવું હોય તો આજની મેચ જીતવી જ પડશે.

બટલરથી સાવધાન રહેવાની જરૂર
શ્રીલંકન ટીમે આ મહત્ત્વપૂર્ણ મેચમાં ઇંગ્લેન્ડના સ્ટાર ઓપનર જોસ બટલરથી સાવધાન રહેવાની જરૂર છે. બટલરે છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વિસ્ફોટક ઈનિંગ રમીને 32 બોલમાં 72 રન કર્યા હતા. તેણે પોતાની આ ઈનિંગમાં 5 સિક્સ પણ મારી હતી.

શ્રીલંકન ઓપનર્સ વિસ્ફોટક ફોર્મમાં જણાયા
SL ટીમ માટે સારી વાત એ છે કે તેના સ્પિન બોલર અત્યારે સારુ પ્રદર્શન કરી રહ્યા છે. દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ હેટ્રિક લેનારો વાણિંદુ હસરંગા 6 મેચમાં 11 અને મહીશ તીક્ષણા 5 મેચમાં કુલ 8 વિકેટ લઈ શક્યો છે. ENGના બેટર્સે આ બંનેથી બચીને રહેવું પડશે.

બંને ટીમની સંભવિત પ્લેઇંગ-11

  • શ્રીલંકા- કુસલ પરેરા, પાથુમ નિસંકા, ચરિથ અસલંકા, અવિષ્કા ફર્નાંડો, ભાનુકા રાજપક્ષે, દાસુન શનાકા, ચમિકા કરુણારત્ને, વાણિંદુ હસરંગા, દુષ્મંથા ચમિરા, મહીશ તીક્ષણા, લાહિરુ કુમારા
  • ઇંગ્લેન્ડ- જેસન રોય, જોસ બટલર, ડેવિડ મલાન, જોની બેયરસ્ટો, ઓઈન મોર્ગન, લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, ક્રિસ વોક્સ, ક્રિસ જોર્ડન, આદિલ રાશિદ, ટાયમલ મિલ્સ

મેચમાં આટલા રેકોર્ડ્સ બની શકે છે

  • જોની બેયરસ્ટો મેચમાં એક સિક્સ મારતાની સાથે જ T-20 ઈન્ટરનેશનલમાં પોતાની 50 સિક્સ પૂરી કરી લેશે.
  • લિયામ લિવિંગસ્ટોન મેચમાં 7 રન કરતાની સાથે જ T-20 ક્રિકેટમાં પોતાના 4 હજાર રન પૂરા કરી લેશે.
  • લાહિરુ કુમારા ઇંગ્લેન્ડ વિરૂદ્ધ જો 4 વિકેટ લેવામાં સફળ રહેશે તો ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની 100 વિકેટ પૂરી કરી લેશે.
અન્ય સમાચારો પણ છે...