હોટ ફેવરિટ:પૂર્વ દિગ્ગજ પાક. ક્રિકેટર પણ ભારતની દાવેદારીને મજબૂત માની રહ્યા છે

દુબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારત vs પાકિસ્તાન મેચ પર પૂર્વ ક્રિકેટરોની નિવેદનબાજી
  • ઈન્ઝમામે કહ્યું- ભારત સૌથી ખતરનાક ટીમ, ટી-20 વર્લ્ડ કપની હોટ ફેવરિટ

ક્રિકેટની દુનિયા જેની ઘણા સમયથી રાહ જુએ છે, તે ભારત-પાકિસ્તાન ટી-20 મેચ રવિવારે દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાશે. આ મેચ માટે મેદાન બહાર પણ માહોલ બની ગયો છે. ચાહકોની સાથે ખેલાડીઓ પણ આ મેચ માટે સજ્જ થઈ ગયા છે. બંને ટીમના પૂર્વ અને હાલના ખેલાડીઓ વચ્ચે નિવેદનબાજી પણ શરૂ થઈ ગઈ છે. વાંચો પૂર્વ દિગ્ગજ ક્રિકેટરોએ આ મેચ મુદ્દે શું કહ્યું...

વીરેન્દ્ર સેહવાગ, પૂર્વ ભારતીય ઓપનર: મને લાગે છે કે ટી-20 ક્રિકેટનો એવો પ્રકાર છે, જ્યાં પાકિસ્તાન પાસે વધુ તક હોય છે. આમ છતાં, પાકિસ્તાન ભારત સામે જીતી નથી શક્યું. ભારતીય ટીમ પર પાકિસ્તાન સામે રમતા ખૂબ દબાણ રહે છે કારણ કે, આપણે વર્લ્ડ કપમાં પાકિસ્તાનને દરેક વખતે હરાવ્યું છે. પાકિસ્તાનના કેટલાક લોકોને મેચ પહેલા મોટાં નિવેદન આપવાની ટેવ છે, પરંતુ આપણે એવું નથી બોલતા. ભારત હંમેશા તૈયારી સાથે મેદાનમાં ઉતરે છે અને સારી તૈયારી હોય, તો પરિણામ શું હોય તે તમે જાણો છો.

ઈન્ઝમામ ઉલ હક, પૂર્વ પાક. કેપ્ટન: એવું ચોક્કસપણે ના કહેવાય કે ફલાણી ટીમ જ જીતશે. આ બધું તેના પર નિર્ભર છે કે કઈ ટીમ પાસે જીતવાની કેટલી તક આવે છે. આમ છતાં, આ ટુર્નામેન્ટમાં જીતવાની સૌથી વધુ શક્યતા ભારતની છે. તેમની પાસે ટી-20ના અનુભવી ખેલાડીઓ છે. ભારતને ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચમાં 153 રન કરવા કોહલીને બેટિંગ પણ નહોતી કરવી પડી. તેનાથી ખબર પડે છે કે, હાલના સમયમાં ભારત સૌથી ખતરનાક ટીમ છે.

માઈકલ વૉન, પૂર્વ ઈંગ્લેન્ડ કેપ્ટન: જે રીતે ભારતીય ટીમે વૉર્મ અપમાં શાનદાર દેખાવ કર્યો છે, તે જોતા ટીમ ઈન્ડિયા હવે ટી-20 વર્લ્ડ કપ જીતવાની પ્રબળ દાવેદાર છે. ભારત પાસે શાર્દુલ ઠાકુર જેવા વર્લ્ડક્લાસ બોલર છે, જે ઈયાન બોથમ જેવા છે. શાર્દુલના હાથમાં બોલ આવતા જ બધું બદલાઈ જાય છે. તે બૉલની સાથે બેટથી પણ સારો દેખાવ કરે છે. તેઓ ટેસ્ટ સીરિઝમાં પણ તે બતાવી ચૂક્યા છે. આઈપીએલમાં પણ શાર્દુલે તે સાબિત કર્યું છે. તેનામાં બાજી પલટાવવાની તાકાત છે.

મોન્ટી પાનેસર, પૂર્વ ઈંગ્લેન્ડ સ્પિનર: ઈતિહાસ જોઈએ તો ભારત સામે પાકિસ્તાન ટીમ હંમેશા નબળી જ સાબિત થઈ છે. એટલે પાકિસ્તાન દબાણમાં હશે, જ્યારે ભારત પર દબાણ નહીં હોય. જો ભારતીય બૉલર આ મેચની શરૂઆતમાં આઝમની વિકેટ લઈ લેશે તો પાકિસ્તાન બેટિંગ લાઈન વિખેરાઈ જશે. તમે પાકિસ્તાન માટે કોઈ ભવિષ્યવાણી ના કરી શકો. તેઓ ખૂબ જ સારો કે બહુ જ કંગાળ દેખાવ પણ કરી શકે છે. પાકિસ્તાનને ફક્ત પાકિસ્તાન જ હરાવી શકે.




અન્ય સમાચારો પણ છે...