ડ્વેન બ્રાવોનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ:ડ્વેન બ્રાવોએ નિવૃત્તિની કરી જાહેરાત; ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 વર્લ્ડકપની લીગ મેચ હશે અંતિમ મેચ

25 દિવસ પહેલા
  • ડ્વેન બ્રાવોએ વેસ્ટ ઈન્ડિઝ માટે ત્રણ ટ્રોફી જીતી છે

વેસ્ટઈન્ડિઝના ક્રિકેટર ડ્વેન બ્રાવોએ ટી-20 વર્લ્ડકપ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. આ જાહેરાત ગુરુવારે ટી-20 વર્લ્ડકપમાં શ્રીલંકા સામે વેસ્ટઈન્ડિઝના હાર બાદ કરી હતી. વેસ્ટઈન્ડિઝને શ્રીલંકાથી 20 નરથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ગઈ વખતના ટી-20 વર્લ્ડકપ વિજેતા વેસ્ટઈન્ડિઝનું સેમી ફાઇનલમાં પહોંચવાની આશા સમાપ્ત થઈ ગઈ છે. વેસ્ટઈન્ડિઝએ પોતાની છેલ્લી મેચ શનિવારે ઓસ્ટ્રેલિયા સામે રમાશે. મેચ બાદ સોશિયલ મીડિયાના લાઈવ કાર્યક્રમમાં તેણે આ પુષ્ટિ કરી હતી. આ કાર્યક્રમમાં વેસ્ટઈન્ડિઝના પૂર્વ કેપ્ટન ડેરેન સેમી પણ સામેલ હતા.

બ્રાવોએ કહ્યું હતું કે, મને લાગે છે કે સમય આવી ગયો છે કે સમય આવી ગયો છે. મારુ કરિયર ખુબ જ શાનદાર રહ્યું. મેં 18 વર્ષ સુધી વેસ્ટ ઈન્ડિઝનું પ્રતિનિધિત્વ કર્યું. આ દરમિયાન ઘણા ઉતાર-ચઢાવ આવ્યા, પરંતુ જ્યારે હું પાછળ ફરીને જોવ છું, તો મને ખૂબ સારું લાગે છે કે મેં આટલા લાંબા સમયથી મારા પ્રદેશ અને કેરેબિયનના લોકોનું પ્રતિનિધિત્વ કર્યું છે. ત્રણ ICC ટ્રોફી જીતવું પણ ખાસ હતું. તેમાંથી બે મેં મારા કેપ્ટન (ડેરેન સેમી) સાથે જીત મેળવી હતી, જે હજુ પણ મારી ડાબી બાજુએ ઉપસ્થિત છે. મને એક વાતનો ગર્વ છે કે આ સમયમાં આપણે જે પ્રકારના ક્રિકેટરો છીએ, તેમની વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્તર પોતાના માટે એક છાપ બનાવવા માટે સફળ રહ્યો છે.

તેણે આગળ કહ્યું કે આ T20 વર્લ્ડ કપ તે નહોતો જે તે ઇચ્છતો હતો. તેણે કહ્યું કે તે જે પણ શીખ્યો છે તે આગળ તે યુવા ખેલાડીઓ સુધી પહોંચાડશે.

બ્રાવોએ 3 ICC ટ્રોફી જીતી છે
બ્રાવોએ વેસ્ટ ઈન્ડિઝ માટે ત્રણ ટ્રોફી જીતી છે. બ્રાવોને 2004માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ પછી, તેની હાજરીમાં 2012 અને 2016 T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન બન્યું હતું.

90 T20 મેચમાં 78 વિકેટ લીધી છે
બ્રાવોએ વેસ્ટ ઈન્ડિઝ માટે 90 T20 મેચમાં 78 વિકેટ લીધી છે અને એક હજારથી વધુ રન બનાવ્યા છે. વર્ષ 2004માં પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરનાર બ્રાવોએ 293 મેચ રમી છે. તે ડેથ ઓવરોમાં બોલ અને બેટ બંને સાથે ખૂબ જ ઉપયોગી ખેલાડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...