ઈન્ડિયાનો વર્લ્ડ ચેમ્પિયન મોડ 'ON':વોર્મ અપ મેચ દરમિયાન રોહિતે ટીમની નબળાઈ છતી કરી!, વિરાટે બોલિંગ કરવાનું શરૂ કર્યું; ધોનીએ પંતને કીપિંગ ટિપ્સ પણ આપી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

T-20 વર્લ્ડ કપમાં સુપર-12ની પહેલી મેચ પૂર્વે ઈન્ડિયન ટીમના ચાર દિગ્ગજો ગેમ પ્લાન બનાવતા નજરે પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની વોર્મઅપ મેચ દરમિયાન ઈન્ડિયન ટીમે છેલ્લી વાર વિવિધ પરિવર્તન કરીને ટીમનું કોમ્બિનેશન શોધવાનો પ્રયાસ કર્યો હતો. એવામાં આ મેચ દરમિયાન વિરાટની બોલિંગથી લઈને ધોનીનો મેન્ટર અવતાર ફેન્સ સામે છતો થયો હતો. તો ચલો, આપણે આ વોર્મઅપ મેચના આવા જ કેટલાક રસપ્રદ કિસ્સા પર નજર ફેરવીએ.....

4 દિગ્ગજોની ગ્રાઉન્ડ પે ચર્ચા
BCCIએ મેચ પૂર્વે શેર કરેલી પોસ્ટમાં કેપ્ટન વિરાટ કોહલી, વાઇસ-કેપ્ટન રોહિત શર્મા, કોચ રવિ શાસ્ત્રી તથા મેન્ટર ધોની ગેમ પ્લાન બનાવતા નજરે પડ્યા હતા. તમને જણાવી દઈએ કે ચેન્નઈ સુપરકિંગ્સને ચોથી વાર ટાઈટલ જિતાડ્યા પછી ધોની ઈન્ડિયન ટીમના મેન્ટર તરીકે જોડાયો છે. એવામાં ધોની અવારનવાર ટીમના ખેલાડીઓને પ્રેક્ટિસ કરાવતા નજરે પડી રહ્યા છે.

રોહિતે ઈન્ડિયન ટીમની નબળાઈ છતી કરી
ઓસ્ટ્રેલિયા સામેની વોર્મ અપ મેચમાં વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્મા કેપ્ટનશિપ કરી રહ્યો હતો, જેમાં રોહિતે ટોસ હાર્યા પછી કહ્યું હતું કે આ મેચમાં અમે છઠ્ઠા બોલરનો વિકલ્પ શોધવા મેદાનમાં ઊતરીશું. એટલું જ નહીં, અમે બેટિંગ ઓર્ડરમાં પણ વિકલ્પોની તપાસ કરી રહ્યા છીએ. આજે અમારા માટે તમામ પ્રયોગ હાથ ધરવાની છેલ્લી તક છે.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા અત્યારસુધી બોલિંગ કરતો નહોતો, એવામાં ઈન્ડિયન ટીમ પાસે છઠ્ઠો બોલર કોણ છે તેનો વિકલ્પ મળ્યો નથી. અમારી પાસે ભલે પાંચ આક્રમક બોલર્સ હોય, પરંતુ હજુ એક બોલરનો વિકલ્પ હોવો આવશ્યક છે.

ધોનીએ વિકેટકીપર પંતને તાલીમ આપી
ઓસ્ટ્રેલિયા બેટિંગ કરી રહી હતી એ દરમિયાન મેદાન બહાર મેન્ટર ધોની અને રિષભ પંત એક્શનમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની પંતને પ્રેક્ટિસ કરાવી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડ સામેની મેચમાં પંતની વિસ્ફોટક ઈનિંગ બાદ હવે પાકિસ્તાનને હંફાવા માટે ધોની તમામ ખેલાડીઓને સારી તાલીમ આપી રહ્યો છે.

વિરાટ બન્યો બોલર, 2 ઓવરમાં 12 રન આપ્યા
આ ઈનિંગની 7મી ઓવર કરવા માટે વિરાટ કોહલી મેદાનમાં આવ્યો હતો. તેણે આ ઈનિંગમાં કુલ 2 ઓવર ફેંકી હતી, જેમાં વિરાટે 4 રન આપ્યા હતા. વિરાટે પહેલી ઓવરમાં સારી બોલિંગ કરીને છઠ્ઠા બોલર માટે પોતાની દાવેદારી રજૂ કરી હોય એમ લાગી રહ્યું હતું.

ઈનિંગની 13મી ઓવર કરવા માટે વિરાટ કોહલી આવ્યો હતો. તેણે આ ઓવરમાં 1 ફોર આપી કુલ 8 રન આપ્યા હતા. તેને બોલિંગ કરતો જોઈને ફેન્સ સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈ ગયા હતા.

વિરાટે મેક્સવેલની દુખતી નસ દબાવી
T-20 વર્લ્ડ કપ પહેલાં વોર્મઅપ મેચમાં મેક્સવેલ સારી બેટિંગ કરી રહ્યો હતો. આ મેચમાં તે પ્રશંસનીય ફોર્મમાં જોવા મળ્યો હતો. તેવામાં વિરાટે લેગ સ્પિનર ચાહરને મેક્સવેલને આઉટ કરવા માટે કેટલીક ટિપ્સ આપી હતી. ત્યાર પછી રાહુલે 2 બોલમાં મેક્સવેલને પેવેલિયન ભેગો કર્યો હતો.

રોહિત શર્માની વિસ્ફોટક બેટિંગ
ઓસ્ટ્રેલિયાએ જીતવા માટે ઈન્ડિયન ટીમને 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં ઈન્ડિયન ટીમના ઓપનરે 68 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. ઈન્ડિયન ટીમના ઓપનર રાહુલે 39 તથા રોહિતે 60* રન કર્યા હતા. આ મેચમાં રોહિત શર્મા કેપ્ટન હોવાથી તેણે બેટિંગ દરમિયાન પણ આગવી છાપ છોડી હતી. રોહિતે 41 બોલમાં 3 સિક્સ અને 5 છગ્ગા સાથે 60* રન કર્યા હતા.
જોકે ઈન્ડિયન ટીમને વિનિંગ ટોટલ સુધી લગભગ પહોંચાડી તે રિટાયર્ડ હર્ટ થઈ પેવેલિયન ભેગો થયો હતો.

રવિચંદ્રન અશ્વિને એક જ ઓવરમાં 2 વિકેટ લીધી હતી.
રવિચંદ્રન અશ્વિને એક જ ઓવરમાં 2 વિકેટ લીધી હતી.

હાર્દિકે સિક્સ મારી ઈન્ડિયન ટીમને મેચ જિતાડી
બીજી વોર્મ અપ મેચમાં ઈન્ડિયન ટીમે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવી દીધું છે. આ મેચમાં ટોસ જીતી પહેલા બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ 152/5નો સ્કોર કર્યો હતો, જેમાં ટીમ માટે સ્ટીવ સ્મિથે 57 રનની ઈનિંગ રમી હતી તો બીજી બાજુ ઈન્ડિયન ટીમના સ્પિનર અશ્વિને 2 વિકેટ ઝડપી હતી.

153 રનના ટાર્ગેટને ચેઝ કરતી ટીમ ઈન્ડિયાએ શાનદાર બેટિંગ કરીને 17.5 ઓવરમાં 8 વિકેટથી આ મેચ જીતી લીધી હતી. હાર્દિક પંડ્યાએ સિક્સ મારીને ટીમને આ મેચ જિતાડી હતી, જેમાં તેણે 8 બોલમાં 14 અને સૂર્યકુમારે 27 બોલમાં 38* રનની ઈનિંગ રમી હતી. આની પહેલાં ઈન્ડિયન ટીમે પહેલી વોર્મ અપ મેચમાં ઇંગ્લેન્ડને 7 વિકેટથી હરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...